Wednesday, May 27, 2026
HomeGujaratગુજરાત આપે જાહેર કરી ઉમેદવારોની ત્રીજી યાદી, 10 ઉમેદવારોના નામ જાહેર

ગુજરાત આપે જાહેર કરી ઉમેદવારોની ત્રીજી યાદી, 10 ઉમેદવારોના નામ જાહેર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં હજી સુધી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. પરંતું જે રીતે રાજકીય પાર્ટી તૈયારી કરી રહી છે તે જોતાચૂંટણી ટુંક જ સમયમાં જાહેર થાય તેવી સંભાવના છે. જોકે આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી (આપ) પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે. તેવામાં આપ ગુજરાતે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે.

ગુજરાતમાં આગામી વિધાનસભાને લઈને ભાજપ અને કોંગ્રેસ હજી સુધી એક પણ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી, તેવામાં આપ દ્વારા ત્રીજી યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. આપએ ભાજપ અને કોંગ્રેસથી એક ડગલું આગળ ચાલતી હોવાનું હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, તો બીજી બાજુ વહેલા યાદી જાહેર કરીને પોતાના જ પગ પર કુહાડી મારી અન્ય પક્ષ માટે કામ સહેલું કરતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

- Advertisement -

આજે ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા પત્રકાર પરીષદ યોજીને આપના 10 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. જે અનુસાર માંડવી બેઠકથી કૈલાશદાન ગઢવી, અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી નિવૃત્ત મામલતદાર દિનેશ કાપડિયા, ડીસા વિધાનસભાથી ઓર્થોપેડિક સર્જન ડો.રમેશ પટેલ, પાટણ વિધાનસભા પરથી લાલેશ ઠક્કર, અમદાવાદની વેજલપુર વિધાનસભા પરથી કલ્પેશ પટેલ ઉર્ફે ભોલાભાઈ, વડોદરામાં સાવલી વિધાનસભાથી વિજય ચાવડા, ખેડબ્રહ્મા વિધાનસભામાંથી આપના આદિવાસી સંગઠનના પ્રદેશ પ્રમુખ બીપીન ગામેતી, નાંદોદ રાજપીપળા સીટ પરથી કેવડિયા બચાઓ આંદોલન સમિતિના પ્રણેતા પ્રો. પ્રફુલ વસાવા, પોરબંદર વિધાનસભાથી જીવણ જુંગી, તાપી જિલ્લાની નિઝર વિધાનસભા સીટથી અરવિંદ ગામીતને આપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular