Thursday, March 12, 2026
HomeGujaratભાઉ અને ભૂપાભાઈની સરકારને કહેજો અમે ગુજરાતીને વારસો સોંપ્યો છે પાડોશીને નહીં:...

ભાઉ અને ભૂપાભાઈની સરકારને કહેજો અમે ગુજરાતીને વારસો સોંપ્યો છે પાડોશીને નહીં: પરેશ ધાનાણી

- Advertisement -

નવજીવન અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ છેલ્લા લાંબા સમયથી પ્રદેશ પ્રમુખ અને વિધાન સભાના નેતા વગર ઝઝૂમી રહી હતી. ત્યારે આજે નવનિયુક્ત પામેલા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષના નેતા સુખરામ રાઠવાનો પદગ્રહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં કાર્યકરો અને હોદેદારો રાજીવગાંધી ભવન ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે અનેક નેતાઓએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન પૂર્વ વિપક્ષના નેતા પરે પરેશ ધાનાણીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે ગાંધીજીએ આ દેશને આઝાદી અપાવી સરદાર સાહેબે લાગણીના તાતણે ભારતને જોડવાનું કામ કર્યું અને બાબા સાહેબ આબેડકરએ બંધારણમાં પ્રાણ પૂરી આધારે વરણની અધિકાર યાત્રા આગળ વધારી હતી. ગોડસેના વિચારોને કચડીને ગાંધીના વિચારોને આગળ વધારવાનો આપણે સહુએ સંકલ્પ કરવાનો છે. એક તરફ ગરવી ગુજરાતના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારી ભાજપને સાડા છ કરોડની કોઈ જણનો ઝડયો અને બીજી તરફ રાહુલજીએ ગુજરાતની માટીના દિકરાને ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ સોંપ્યું છે.


- Advertisement -

વધુમાં જણાવતા કહ્યું હતું કે કોઈ કઈ દેજો ભાઉ અને ભૂપાભાઈની સરકારને કે અમે ગુજરાતીને વારસો સોંપ્યો છે. પાડોશીને નહીં. ગુજરાતને ઘડવું હશે તો આપડે ગુજરાતને જાતિ,ભાષા,ધર્મમાં વિભાજિત કરનારી શક્તિઓને સબક શીખવાડો પડશે. એ RSS હોય કે Owaisiએ એક સિક્કાની બે બાજુ છે. કટ્ટરવાદને જાહેર જીવનમાં કોઈ સ્થાન નથી. ધાર્મિક કટ્ટરવાદ અને સામાજિક કટ્ટરવાદની સામે પણ આપડે લડવું પડશે. હું અને અમિતભાઈ વિતેલા 48 મહિના વિપરીત સંજોગોની અંદર પિચ ઉપર થોડોક ભેજ હતો ગુગલી દડા ક્યારેક સમજાય ક્યારેક ન સમજાય પણએ ભેજ વાળી પિચ ઉપર ટેસ્ટમેચ રમવાની જવાબદારી મને અને અમિતભાઈને આવી હતી. હવે તમારી જોડે 48 અઠવાડીયા બચ્યા છે 20-20 રમવા તૈયાર થઈ જાવ આખું ગુજરાત તમારી સાથે છે. આ મોટેરાના પાટીએ મોદી નામનું પાટીયું ભૂસીને ફરી પાછા સરદારના સ્વાભિમાનને અમે કાર્યકર્તાઓ લડાઈ લડશું.



- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular