Thursday, June 11, 2026
HomeGujaratExclusive: વડોદરા કેસ, FSL રિપોર્ટ કહે છે તેની સાથે દુષ્કર્મ થયું ન્હોતું-...

Exclusive: વડોદરા કેસ, FSL રિપોર્ટ કહે છે તેની સાથે દુષ્કર્મ થયું ન્હોતું- આ 11 મુદ્દાઓ અને છેલ્લી 20 મિનીટ બહુ મહત્વની

- Advertisement -

પ્રશાંત દયાળ (વડોદરા): વડોદરાની વેક્સિન ગ્રાઉન્ડ દુષ્કર્મની ઘટના પછી યુવતીએ વલસાડ સ્ટેશન ઉપર ટ્રેનમાં આત્મહત્યા કરી લીધી અથવા શંકાસ્પદ મોત થયું હોવાની ઘટનાને એક મહિનો વિતી ગયો છે, પરંતુ રેલવે પોલીસ, વડોદરા પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ ઘટનાના મુળ સુધી પહોંચી શકી નથી. બીજી તરફ આત્મહત્યા પછી આવેલા ફોરેનસિક રિપોર્ટમાં યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટનાને નકારી કાઢવામાં આવી છે. જેના કારણે પોલીસની મુંઝવણમાં વધારો થયો છે, જો રિપોર્ટને સાચો માની લેવામાં આવે તો યુવતીએ આત્મહત્યા શું કામ કરી બીજી તરફ જો દુષ્કર્મ થયું જ નથી તો પોલીસને મૃતકની મળેલી ડાયરીમાં પોતાની સાથે બે યુવકોએ દુષ્કર્મ કર્યું હોવાનો ઉલ્લેખ કેમ કર્યો છે તે મોટો પ્રશ્ન છે.


છેલ્લાં એક મહિનાથી વિવિધ એજન્સીઓ વણઉકેલાયેલા કેસની કડીઓ શોધવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ કોઈ ચોક્કસ કડી પોલીસને મળી રહી નથી, પરંતુ સામે જે પુરાવા અને નિવેદનો સામે આવ્યા છે તે કયાંકને કયાંક વિરોધાભાસી છે. વલસાડ ગુજરાત કવીનમાં યુવતીએ આત્મહત્યા કરી લીધા બાદ પોલીસે પહેલા તો આત્મહત્યાની તપાસ શરૂ કરી હતી પણ નવસારીથી યુવતીની ડાયરી મળી આવી હતી. જેમાં દુષ્કર્મની ઘટના હોવાનો ઉલ્લેખ થતાં મામલો વડોદરા પોલીસ પાસે પહોંચ્યો હતો. જો કે બહુ મોડે મામલો વડોદરા પોલીસ પાસે પહોંચ્યો હોવાને કારણે અનેક પુરાવાઓ હવે મળી રહ્યા નથી.

- Advertisement -

આ 11 મુદ્દાઓ પર તપાસની આંટીઘૂંટી

(1) જે દિવસે યુવતી વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડ ખાતે મળી આવી તે દિવસે બસ ડ્રાઈવરની મદદથી તે પોતાની સંસ્થાની સહેલી સુધી પહોંચી હતી. આ સહેલીએ ઈજાગ્રસ્ત યુવતીને સારવાર આપી તેનો ફોટોગ્રાફ મોબાઈલ દ્વારા સંસ્થાના ટ્રસ્ટીઓને શ્રીનગર મોકલ્યા હતા, પરંતુ ટ્રસ્ટીએ આ અંગે પોલીસને જાણ કરી નહીં અને પોતાના મોબાઈલમાં રહેલા ફોટો ડીલીટ કેમ કરી નાખ્યા તેનો જવાબ હજી મળતો નથી. સંભવાના છે કે જો ત્યારે યુવતીને મદદ મળી હોત તો કદાચ તે આત્મહત્યા ના કરતી.

(2) યુવતીની ડાયરી મળી આવ્યા પછી રેલવે પોલીસે આ અંગે 11 દિવસ પછી વડોદરા પોલીસને જાણ કરી, જેના કારણે જેમના ખાનગી સીસીટીવી છે તેમાં સાત દિવસ સુધીનું રેકોર્ડીંગ સચવાતું હોય છે, જેના કારણે પોલીસે જેટલા પણ સીસીટીવી ચેક કર્યા તેમાં બનાવના દિવસના કોઈ ફુટેઝ મળતા નથી, આમ સંસ્થાની જેમ રેલવે પોલીસે પણ ઘટનાને ગંભીરતાથી લીધી નહીં અને બહુ મોડી વડોદરા પોલીસને જાણ કરી.


- Advertisement -

(3) પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે સાંજે 6.42 વાગે વેક્સિન ગ્રાઉન્ડમાં બે ગૌપાલકો આવે છે, કોર્પોરેશન દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ચાલતી હોવાને કારણે તેઓ પોતાની ગાયો ગ્રાઉન્ડમાં છે કે નહીં તેની તપાસમાં આવે છે ત્યારે તે આ યુવતીના હાથ બાંધેલી હાલતમાં જુવે છે ત્યારે યુવતીના કપડાં બરાબર હતા. તેની મદદ કરતા નથી ત્યાંથી નિકળી જાય છે.

(4) યુવતીના ડાયરીમાં દુષ્કર્મનો ઉલ્લેખ છે, પણ ફોરેન્સિક અધિકારી તેને નકારી રહ્યા છે, પરંતુ બનાવ સ્થળે પોલીસને કુલ પાંચ સાક્ષીઓ મળી આવ્યા જેમના નિવેદન મહત્વના હોવા છતાં તેમાંથી આરોપી સુધી જાય તેવી કોઈ કડી મળતી નથી.

(5) આ ગૌપાલકો દ્વારા પોતાનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે જેનું નામ ઢોર પાર્ટી રાખ્યું છે, જેમાં એક ગોપાલકે વોઈસ મેસેજ મુકી વેક્સિન ગ્રાઉન્ડમાં એક છોકરીને બાંધેલી હાલતમાં જોઈ છે તેવો મેસેજ મુકે છે પણ ગ્રુપમાં કોઈ વળતો ઉત્તર આપતું નથી.

- Advertisement -

(7) આ ગૌપાલક પોતાના એક સંબંધીને ફોન દ્વારા યુવતી અંગે જાણ કરે છે ત્યારે સંબંધી કહે છે આપણે મદદ કરવી જોઈએ, એટલે ચાર મિનીટમાં ગૌપાલક પોતાના સંબંધી સાથે મોટર સાઈકલ ઉપર ફરી ગ્રાઉન્ડમાં આવે છે, ત્યારે એક કચરાની ગાડી પણ આવે છે, આમ કુલ ત્રણે વ્યકિતઓ યુવતીને બાંધેલી હાલતમાં જુવે છે. આ સ્થિતિમાં શું કરવું તે નક્કી થતુ નથી એક તબ્બકે પોલીસને જાણ કરવાનો નિર્ણય છે પરંતુ ત્રણ પૈકી એક સલાહ આપે છે પોલીસના લફડામાં પડવુ નથી એટણે ત્રણે ત્યાંથી જતા રહે છે.


(8) ત્યાં રોજ પ્રમાણે પોતાની બસ પાર્ક કરવા ડ્રાઈવર આવે છે, તે છોકરીની મદદનો અવાજ સાંભળે છે, તે જુવે છે યુવતી જમીન ઉપર પડેલી હતી, તેના શરીરના નીચેના ભાગે કપડાં ન્હોતા અને નજીકમાં બે યુવાનો ઉભા હતા એટલે તે બસમાં ટોમી પાનુ લઈ ઉતરે છે એટલે પેલા યુવાનો ભાગી જાય છે, યુવતીના દુર પડેલા કપડાં તેને પહેરાવી તે યુવતી જે નંબર આપે છે તે નંબર ઉપર ફોન કરી બનાવની જાણ કરે છે અને યુવતીની સહેલી સુધી તેનો પહોંચાડે છે.

(9) હવે જો ફોરેન્સિક રિપોર્ટ કહે છે કે દુષ્કર્મ થયું નથી તો યુવતીના હાથ કોણે અને શું કામ બાંધ્યા હતા તેનો જવાબ પોલીસ શોધી રહી છે, કુલ પાંચ સાક્ષીઓ પૈકી ચાર સાક્ષીએ તેને બાંધેલી હાલતમાં જોઈ હતી પણ તેના કપડાં યથાયોગ્ય હતા, જ્યારે પાંચમાં સાક્ષીએ જોયું ત્યારે યુવતી જમીન ઉપર પડેલી હતી, તેનું નીચેનું પહેરણ ન્હોતું અને બાજુમાં બે યુવાનો ઉભા હતા. જો કે ત્યારે તેના હાથ બાંધેલા ન્હોતા આખી ઘટના વીસ મિનીટમાં બને છે પોલીસ આ વીસ મિનીટનો તાળો મેળવી રહી છે.

(10) રિપોર્ટ પ્રમાણે યુવતીના શરીર ઉપર ઈજાના નિશાન હતા તો પછી તેને ઈજા કેવી રીતે થઈ તેનો પણ જવાબ શોધવાનો બાકી છે. પોલીસની જાણકારી પ્રમાણે યુવતીને સંસ્થામાં પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી ત્યારે યુવતીએ શું કહ્યું તે મહત્વનું છે.


(11) પોલીસ અધિકારીઓને સંસ્થા દ્વારા મૌખિક રીતે આપેલી જાણકારી પ્રમાણે યુવતીના અત્યંતના નજીકના સગાએ તેની ઈચ્છા વિરૂધ્ધ સંબંધ બાંધ્યો હતો, જો કે પહેલા તો સંસ્થાએ પણ આ વાત પોલીસને કરી ન્હોતી., પણ જો યુવતીની નજીકનો વ્યકિત તેની સાથે સંબંધ રાખતો હોય તો સંભવાના એવી છે કે સતત સંબંધ હોવાને કારણે રિપોર્ટ દુષ્કર્મને નકારી કાઢે.

આ ,સમગ્ર બાબત ઉપર વાદ વિવાદ અને આરોપ પ્રતિ આરોપ થશે હાલની સ્થિતિમાં રિપોર્ટ પછી પોલીસની તપાસ વધારે અઘરી બની છે સત્ય તેના સમયે બહાર આવશે પરંતુ જે પરિવારે પોતાની દીકરી ખોઈ છે તે તેમને કયારેય મળવાની નથી.



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular