Monday, April 27, 2026
HomeGujaratઅમદાવાદ: હેરાન નહીં કરવા અને નામ અરજી તપાસમાંથી કાઢી નાખવા માટે વાડજના...

અમદાવાદ: હેરાન નહીં કરવા અને નામ અરજી તપાસમાંથી કાઢી નાખવા માટે વાડજના હેડ કોન્સ્ટેબલે 80 હજાર માંગ્યા

- Advertisement -

નવજીવન અમદાવાદ: ગુજરાતમાં દરરોજ કોઈને કોઈ જિલ્લામાંથી લાંચ લેતા અધિકારીઓ એસીબીની ઝપટે ચડે છે. ત્યારે આજે અમદાવાદમાં નવા વાડજ પોલીસ ચોકીના હેડ કોન્સટેબલ લાંચ લેતા એ.સી.બીના હાથે ઝડપાઇ ગયો છે. બીજી બાજુ આજે આણંદમાં MGVCLના ડેપ્યુટી એન્જિનિયર અને આંકલાવ મામલતદાર કચેરીના નાયબ મામલતદારને એ.સીબીએ લાંચ લેતા ઝડપી લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી વિરૂધ્ધ વાડજ પોલીસ સ્ટેશન ખાતે અરજી થયી હતી. જે અરજીની તપાસ નવા વાડજ પોલીસ ચોકી ખાતે ચાલતી હતી. જેમાં પોલીસ ચોકીના હેડ કોન્સટેબલ ચંદનસિંહ મનુભાઇ ચૌહાણએ ફરીયાદીને અરજી તપાસના માટે હેરાન નહી કરવાના અને ફરિયાદીનું નામ અરજી તપાસમાંથી કાઢી નાખવા માટે રૂ. ૮૦,૦૦૦/- લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો.





ફરિયાદીની ફરિયાદના આધારે એ.સી.બીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. તે દરમિયાન પોલીસ ચોકીના હેડ કોન્સટેબલ ચંદનસિંહ મનુભાઇ ચૌહાણએ ફરિયાદી સાથે લાંચના રૂપિયા ૮૦,૦૦૦/- લેતા એ.સી.બીના હાથે ઝડપાઇ ગયા હતા.

- Advertisement -

આજે આણંદમાં મધ્ય ગુજરાત વિજ કંપની લિમીટેડ ( MGVCL)માં ફરજ બજાવતા નાયબ ઇજનેર દિલીપકુમાર મગનભાઇ વસૈયાએ ફરિયાદીને ખેતી વિષયક વીજ કનેકશન આપવા માટે ૬૦,૦૦૦ની લાંચ લેતા એ.સી.બીના હાથે ઝડપાઇ ગયો હતો. બીજી બાજુ આણંદના આંકલાવ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર દિગ્વિજયસિંહ બચુભા જાડેજા ફરિયાદીને જમીનમાં નામો કમી કરવા માટે ૧,૫૦૦ રૂપિયાની લાંચ લેતા એ.સી.બીએ ઝડપી પાડ્યો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular