Monday, September 9, 2024
HomeSeriesDeewal Seriesચાંદ લોકઅપમા એકલો જ હતો પણ રાત્રે પડેલા મારને કારણે શરીરમા પુષ્કળ...

ચાંદ લોકઅપમા એકલો જ હતો પણ રાત્રે પડેલા મારને કારણે શરીરમા પુષ્કળ કળતર થઈ રહ્યુ હતુ

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગઃ49 દીવાલ) : ઈન્સપેકટર જાડેજા Jadeja પરવેઝ Pervez ની વાતની ખરાઈ કરવા જુહાપુરા Juhapura અંબર ટાવર Amber Tower ની મસ્જિદમાં તપાસ કરવા ગયા, આ તરફ ડીસીપી સિન્હા DCP Sinha એ જેસીપી ગૌડ JCP Gowd ને ફોન કર્યો, તેમણે કહ્યું હું ઓફિસ આવું જ છું, આપણે મળીએ, ગૌડ Gowd સર રોજ કરતા વહેલા ઓફિસ આવી રહ્યા હતા, ડીસીપી DCP એ ત્યાં સુધી પોતાનું કામ પુરૂ કરવા માટે કમાન્ડોને સૂચના આપી, કે 4-5 પોલીસવાળા Cops ને મોકલો અને લોકઅપ Lockup માંથી ચાંદ Chand ને લઈ આવો. પોલીસવાળા Cops ચાંદ Chand ને લેવા લોકઅપમાં ગયા, ચાંદ Chand ને લોકઅપમાં એકલો જ રાખવાની સૂચના હતી, જેના કારણે તેના લોકઅપમાં ચાંદ Chand સિવાય કોઈ ન્હોતુ, લોકઅપનો દરવાજો ખુલ્લયો તેની સાથે ચાંદ Chand ને ફાળ પડી, રાતે ખુબ માર પડયો હતો તેના કારણે આખુ શરીર કળતર કરી રહ્યું હતું અને ડીસીપી DCP હજુ મારશે તેવા ડરમાં ચાંદ Chand આખી રાત સુઈ શકયો ન્હોતો, સવારે પોલીસવાળો ચા લઈ આવ્યો ત્યારે તેની ચા પીવાની પણ ઈચ્છા ન્હોતી, પણ પોલીસવાળા Cops એ તેને ધમકાવતા કહ્યું ડાહ્યો થયા વગર ચા પી લે એટલે ચુપચાપ ચા પી લીધી હતી.



પોલીસવાળા Cops એ ચાંદ Chand ને સૂચના આપી કે ડીસીપી DCP સાહેબ બોલાવે છે, એટલે તે પરાણે ઊભો થયો, તેના પગના તળીયામાં જાણે ખીલ્લા મારી દીધા હોય તેવી પીડા થઈ રહી હતી, તે પરાણે ઊભો થયો, પોલીસવાળા Cops તેની સ્થિતિ સમજી ગયા, એક પોલીસવાળા Cops એ તેનો હાથ પકડી ટેકો આપ્યો, તે હાથ પકડી ડીસીપી DCP ની ઓફિસમાં તેને લઈ આવ્યો. ડીસીપી DCP એ પોલીસવાળા Cops ને આંખના ઈશારે ઓફિસ બહાર જતા રહેવાની સૂચના આપી, ડીસીપી DCP પોતાની ખુરશીમાં જ બેઠા હતા, તેમની સામે ચાંદ Chand ઊભો હતો, ડીસીપી DCP તેની સામે જોતા રહ્યા, તે ઈરાદાપુર્વક તેની સામે જોઈ રહ્યા હતા, ચાંદ Chand ને તેમની સામે જોતા ડર લાગી રહ્યો હતો. ડીસીપી DCP ઊભા થયા, તે ખુણામાં ગયા, ત્યાં લાકડી પડી હતી, તેમણે લાકડી ઉપાડી, ચાંદ Chand સામે જોયુ અને પાછી લાકડી મુકતા કહ્યું નહીં અબ મેં તુમ્હે મારૂગાં નહીં.

તે ચાંદ Chand પાસે આવ્યા, તેના ફરતે ગોળ ફર્યા, જાણે શિકારી સિંહ પોતાના શિકારની આસપાસ ફરતો હોય તે રીતે, ચાંદ Chand નો જીવ તાળવે ચોટી ગયો હતો. તેના હ્રદયના ધબકારની ઝડપ વધી ગઈ હતી, ડીસીપી DCP પોતાના ટેબલ પાસે ગયા, તેમણે ડ્રોઓરમાંથી પીસ્તોલ Pistol કાઢી પોતાની ટેબલ ઉપર મુકી, પોતે ખુરશીમાં બેસી ગયા. ટેબલ ઉપર પડેલા સીગરેટ Cigarettes ના પાકીટમાંથી સીગરેટ Cigarettes કાઢી સળગાવી, આ બધુ તે ચાંદ Chand ને ડરાવવા માટે કઈ રહ્યા હતા. તેઓ ચાંદ Chand ના ચહેરા ઉપર થઈ રહેલા ફેરફારને અનુભવી શકતા હતા. ગઈકાલે રાતે જ્યારે પરવેઝે Pervez ચાંદ Chand ને ઓળખી બતાડયો ત્યાંથી ચાંદ Chand ના મોતીયા મરી ગયા હતા. તેના મનમાં મારનો જે ડર હતો તે યથાવત રહે અને તે માનસીક રીતે તૂટી જાય તે માટે ડીસીપી DCP તેને મારી રહ્યા ન્હોતા. એક તો ચાંદ Chand અને તેના સાથીઓની માર ખાવાની ક્ષમતા તેમણે જોઈ લીધી હતી. આમ છતાં મારનો ડર યથાવત રાખી તે તેને તોડી નાખવા માગતા હતા.



ડીસીપી DCP એ ચાંદ Chand ને એકદમ ધીમા અવાજે અને ઠંડા કલેજે પુછયુ, ચાંદ Chand કબ તક જુઠ બોલના હૈ,… ચાંદ Chand કઈ બોલ્યો નહીં, ડીસીપી DCP એ ચાંદ Chand ને કહ્યું મેને તુમ સે કુછ પુછા ચાંદ Chand ,… ચાંદે Chand ઉપર જોયું અ કહ્યું સર ક્યા બોલુ, મેં કુછ જાનતા હીં નહીં તો ક્યા બતાઉ, ડીસીપી સિન્હા DCP Sinha એ કહ્યું વો પરવેઝ Pervez જુઠ બોલ રહા હૈ… ચાંદ Chand સિન્હા Sinha સામે જોઈ રહ્યો તેમને યાદ આવ્યું કે ચાંદ Chand તો પરવેઝ Pervez ને નામથી ઓળખતો જ નથી. ડીસીપી DCP એ કહ્યું વો જુહાપુરાકા મોબાઈલકી દુકાનવાલા, જીસ કે પાસ સે તુમ સીમકાર્ડ લેકે આયે થે, ચાંદ Chand એ કહ્યું સર મેં અમદાવાદ Ahmedabad મેં આયા નહીં તો સીમકાર્ડ કૈસે ઉસકી દુકાન મેં લેને જાઉગા, ડીસીપી DCP ને અંદરથી ગુસ્સો આવ્યો, પણ બીજી જ ક્ષણે લાગ્યુ કે કદાચ પરવેઝ Pervez ની કોઈ ભુલ થતી હોય તો… તેમણે પોતાના માથાના વાળમાં હાથ ફેરવ્યો, તે પોતે મુંઝવણમાં છે તેવું ચાંદ Chand ને બતાડવા માગતા ન્હોતા, તેમણે વધુ એક વળતો સવાલ કર્યો, તો ફીર તો તુમ બ્લાસ્ટ Blast કે પહેલે વટવા કે યાકુબનગર Yakubnagar મેં ભી નહીં આયે હોંગે ક્યો… ચાંદે Chand કહ્યું સર આપ હમે પકડને આયે તભી હમ અમદાવાદ Ahmedabad આયે, ઉસકે પહેલે કભી નહીં આયે.

- Advertisement -

ચાંદ Chand ને તેના સાથીઓ કરતા અલગ કર્યો છતાં મહંમદ Muhammad ની ટ્રેનીંગ ચાંદ Chand ને કામ આવી રહી હતી. મહંમદ Muhammad વકિલ હોવાને કારણે પોલીસ કઈ રીતે પોતાના પ્રશ્નો બદલી જુદી જુદી રીતે પુછશે તે માર ખાતા પહેલા જ શીખવાડી દીધુ હતું, મહંમદે Muhammad કહેલી વાત ચાંદ Chand ને બરાબર યાદ હતી કે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch પાસે કેટલા પુરાવા છે, તેની આપણને ખબર નથી, કદાચ તો પુરાવા રૂપે કાંઈ જ નથી, છતાં પોલીસ તેવો ડોળ કરશે કે તે બધુ જ જાણે છે, પણ તેમની વાત ઉપર ભરોસો કરી આપણે કઈ બોલી નાખવાનું નથી. ચાંદ Chand પોતાની વાત ઉપર અડી રહ્યો હતો કે તેને કઈ જ ખબર નથી, તે અમદાવાદ Ahmedabad આવ્યો જ નથી, તેણે સીમકાર્ડ ખરીદ્યા જ નથી, તે નસીરૂદ્દીન Naseeruddin ને મળ્યો જ નથી વગેરે વગેરેના પ્રશ્નોના જવાબ તેને મોંઢે જ હતા, ડીસીપી DCP ની એક પણ વાતમાં તે ફસાયો નહીં અથવા કોઈ પણ જવાબ આપતી વખતે તે થોથવાઈ જતો ન્હોતો, ડીસીપી DCP માની રહ્યા હતા કે પરવેઝે Pervez તેને ઓળખી બતાડયો તેના પછી તેમનું કામ આસાન થઈ જશે પણ તેવું થઈ રહ્યું ન હતું, લગભગ 2 કલાકની પુછપરછ પછી પણ તે તૂટયો નહીં, તેના પગમાં પીડા થતી હોવાને કારણે તે થોડી થોડી વારે પોતાના શરીરનું વજન એક પગથી બીજા પગ ઉપર છોડી રહ્યો હતો તે વાત સિન્હા Sinha એ નોંધી હતી.



તેમને લાગ્યુ કે હજી વાત બની રહી નથી, તેમણે ઓફિસની બહાર ઊભા રહેલા કમાન્ડોને બોલાવ્યા અને કહ્યું ચાંદ Chand ને લોકઅપમાં મુકી દો, પણ તેને બેસવા દેતા નહીં, તેને ટી બનાવી ઊભો રાખો, જો પડી જાય તો મારીને તોડી નાખજો, જમવાનું આપતા નહીં અને સુવા દેતા નહીં, ચાંદ Chand અંદરથી હલી ગયો તેને ટી બનાવવાની વાત સમજાઈ નહીં. પોલીસવાળા Cops તેને લોકઅપમાં લઈ ગયા, ચાંદ Chand ને ઊભો રાખી તેના પગ પહોળા થઈ શકે એટલા પહોળા કરવાની સૂચના આપી, જેના કારણે તેની ઝાંગો ખેંચાવવા લાગી હતી, તેના બંન્ને હાથ સાઈડ ઉપર ઉંચા કરી દીધા, 2 પોલીસવાળા Cops લાકડી લઈ લોકઅપ Lockup માં ખુરશી નાખી બેઠા, 5-7 મિનીટ થઈ અને ચાંદ Chand ના હ્રદય તરફથી લોહી તેના પગો તરફ દોડવા લાગ્યુ, તેની ઝાંગો ખેંચાઈ રહી હતી અને ઉપર કરેલા હાથ દુઃખવા લાગ્યા હતા, ચાંદ Chand ને દયામણા ચહેરે પોલીસવાળા Cops તરફ જોયું, તેણે માથુ હલાવી હાથ નીચે કરવાની ના પાડતા લાકડી બતાડી, ચાંદ Chand ઊભો રહ્યો તેની આંખો હવે અંધારા આવી રહ્યા હતા, તે પગનું બેલેન્સ ગુમાવી રહ્યો હતો, તેણે આંખો બંધ કરી, પણ હવે આંખો બંધ હોવા છતાં તેની આસપાસ બધુ ફરતુ હોય તેવું તેને લાગી રહ્યું હતું, તેણે આંખો ખોલી તો સામે બેઠેલા પોલીસવાળા Cops ની આકૃતિ પણ ઝાંખી દેખાવવા લાગી હતી. તે પોતાના મગજને કહી રહ્યો હતો કે હિમંત રાખ, પણ તેનું શરીર તેના માટે તૈયાર ન્હોતુ, પોલીસની લાઠીઓ કરતા પગ પહોળા રાખી ઊભુ રહેવું આકરી સજા હતી અને તે એકદમ જમીન ઉપર ઢળી પડયો અને તેની સાથે પેલા પોલીસવાળા Cops એ તેના થાપા ઉપર લાકડી ફટકારી દીધી.

(ક્રમશઃ)

PART – 48 | પરવેઝે ચાંદને ઓળખી બતાવ્યો સિન્હા જાણતા હતા કે હવે ચાંદ તુટી જશે

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular