નવજીવન રાજકોટઃ રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એક હોટલમાં રોકાયેલા માતા પુત્રી પૈકી દોઢ વર્ષની માસૂમ બાળકી ચોથા માળેથી નીચે પડી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાની ઘટના બની છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. પ્રારંભીક ધોરણે આ અકસ્માતે ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જેમાં માતા ફોનમાં વ્યસ્ત હતા ત્યારે તે બાળકી પડી ગઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે પરંતુ તે વીચલીત કરી દેનારા છે.
રાજકોટના ગોંડલ રોડપર આવેલી એક હોટલમાં એક શુભ પ્રસંગમાં હાજરી આપવા માટે પુનાથી માતા અને તેમની દોઢ વર્ષની દીકરી આવ્યા હતા. દોઢ વર્ષની તે દીકરી ચોથા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર પડી ગઈ અને ત્યાં જ તેનું મોત નિપજ્યું હતું. (અમારી પાસે આ પરિવારના નામ સહિતની વિગતો છે પરંતુ પરિવારે આખી જીંદગી આ પીડા સહન કરવાની છે, માનવતાની દૃષ્ટીએ અમે અહીં તે દર્શાવી રહ્યા નથી). તપાસમાં સામે આવ્યું છે કે માતા મોબાઈલ ફોનમાં વ્યસ્ત હતા તે દરમિયાન આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં પિતા પણ પુનાથી રાજકોટ આવવા દોડી ગયા છે.
આ ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા છે, જોકે તેમાં નાનું બાળક ધડામ કરતાં જમીન પર પટકાતું જોઈ શકાય છે. જે વીચલીત કરી દેનારા દૃશ્યો છે.








