નવજીવન ગીર-સોમનાથ: ગુજરાતના અનેક શહેરોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો બીજીબાજુ ગીર સોમનાથના નવા બંદરની 13થી 15 બોટ દરિયામાં ડૂબી હોવાની માહિતી સામે આવી છે. તો આ સાથે ઘણા માછીમાર પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ગુમ થયેલા માછીમારોને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુધ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે.
હવામાન વિભાગે રાજ્યમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી હતી. બીજી બાજુ માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ પણ આપી હતી. સૂચના હોવા છતાં માછીમારો દરિયામાં ગયા હોવાનું સામે આવી રહ્યું છે. મોડી રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે નવબંદર દરિયા કિનારે ભારે નુકસાન થયું છે.
ગીરસોમનાથ : ભારે પવન અને વરસાદના કારણે દરિયામાં 15 જેટલી બોટ ડૂબી, માછીમારોને શોધવા કોસ્ટગાર્ડની તપાસ શરૂ #girsomnath #fisherman #coastguard #GujaratRain pic.twitter.com/TyxHSz7HQi
— jayant dafda (@DafdaJayant) December 2, 2021
સમગ્ર મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી છે. મુખ્યમંત્રીની સૂચનાના પગલે કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટ ગાર્ડની બોટસ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ઘરવામાં આવી છે. ગુમ થયેલા માછીમારોને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુધ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે. તો માહિતી પ્રમાણે મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ કુમાર ને પરિસ્થતિ પર નજર રાખવાની પણ સૂચનાઓ આપી છે.
ગીર સોમનાથના કલેકટરે જણાવ્યું હતું કે, દરિયે લાંગરેલી હોડીઓ એકબીજા સાથે અથડાતા નુકસાન થયું છે. તંત્ર દ્વારા હાલ તમામ લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. હાલમાં 4 માછીમારોને બચાવી લેવાયા છે અને 6થી 8 જેટલા માછીમાર હજુ લાપતા હોવાનું સામે આવ્યું છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









