Thursday, June 25, 2026
HomeGujaratહર્ષ સંઘવીએ કેમ વડોદરા પોલીસના વખાણ કર્યા, તમને પણ જાણીને પોલીસ ઉપર...

હર્ષ સંઘવીએ કેમ વડોદરા પોલીસના વખાણ કર્યા, તમને પણ જાણીને પોલીસ ઉપર ગર્વ થશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ઠેર ઠેર ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે તો ઘણી જગ્યાએ સામાન્ય નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેવા પણ ઘણા વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. આવા સમયે ગુજરાત પોલીસના કર્મચારીઓ સતત રસ્તા ઉપર રહીને લોકોની સેવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતા હોય તેવા પણ અનેક ફોટોસ અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે.

તાજેતરમાં વડોદરા સિટી પોલીસ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટમાં કેટલાક ફોટોસ શેર કરવામાં આવ્યા હતા, જેમાં કેટલાક પોલીસકર્મીઓ વરસાદી માહોલમાં પ્રજાની સેવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા ખડેપગે હજાર હતા. વડોદરા પોલીસ દ્વારા આ પોલીસકર્મીઓની કામગીરી સરાહવા માટે આ ફોટોસ મૂકવામાં આવ્યા હતા, પરંતુ વડોદરા પોલીસના આ ફોટોસ જોઈને ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પોતાને રોકી ન શક્યાં અને તેમણે આ ફોટોસ રીટ્વિટ કરી દીધા.

- Advertisement -



હર્ષ સંઘવીએ આ ફોટોસ ટ્વિટ કરતા લખ્યું હતું કે, “ઠંડી, ગરમી કે હોય ભારે વરસાદ ગુજરાત પોલીસ ગુજરાતના નાગરિકોની સેવામાં તત્પર હોય છે. વડોદરા પોલીસની ટિમને અદભુત સેવા બદલ અભિનંદન.” હર્ષ સંઘવીનું આ ટ્વિટ ઘણા બધા અન્ય પોલીસકર્મીઓનું મનોબળ વધારી શકે છે. ખરેખર જ્યારે સામાન્ય માણસો પોલીસથી ડરતા હોય છે તેમ છતાં પોલીસ પોતાની ફરજ ચૂક્યા વગર લોકોની મદદ કરવા કોઈ પણ પરિસ્થિતીમાં હજાર રહેતા હોય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular