Friday, May 1, 2026
HomeGujaratઅમદાવાદના એક PSIએ પોતાના વતન મોરબીમાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો આપી...

અમદાવાદના એક PSIએ પોતાના વતન મોરબીમાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો આપી દીધુ ખેતર

- Advertisement -

પ્રશાંત દયાળ નવજીવન : આમ તો પોલીસનું કામ જ સામાન્યમાં સામાન્ય માણસને મદદ કરવાનું છે, પણ કોઈ પણ પોલીસ અધિકારી આખરે માણસ છે પોલીસ અધિકારી પણ માણસ તરીકે બીજાની વેદના સમજે છે. અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબઈન્સપેકટર વનરાજસિંહ ડોડીયા કહે છે કે હું 2018માં પોલીસમાં ભરતી થયો ત્યારે શારિરીક પરિક્ષાની તૈયારી માટે અમારા ગામમાં કોઈ વ્યવસ્થા ન્હોતી, હું રનીંગની પ્રેકટીસ રસ્તા ઉપર અને મારા ખેતરમાં કરતો હતો પણ હવે રસ્તા ઉપર ઉદ્યોગોને કારણે ટ્રાફિક વધી ગયો છે અને રસ્તા ઉપર દોડવુ શરિરને પણ નુકશાન કરે છે.



મુળ મોરબી જિલ્લાના ટંકારાના હડમતીયા ગામના વતની વનરાજસિંહ ડોડીયાને જાણકારી મળી કે તાજેતરમાં આવેલી પોલીસ ભરતીમાં તેમના ગામના અનેક યુવાનોએ ્રઅરજી કરી છે અને તૈયારીઓ કરી રહ્યા છે, પીએસઆઈ ડોડીયાને યાદ આવ્યુ કે પોતે પીએસઆઈની તૈયારી કરતા હતા ત્યારે તેમને કેટલીક તકલીફો પડતી હતી કારણ રનીંગ પ્રેકટીસ માટે કોઈ ગ્રાઉન્ડ જ નથી. ડોડીયાએ પોતાના ગામ હડમતીયાના ખેતરમાંની જમીનમાં ટ્રેક બનાવી આપ્યો અને હવે ગામના યુવાનોએ હવે તેમના ખેતરમાં બનાવવામાં આવેલા ટ્રેક ઉપર પ્રેકટીસ શરૂ કરી છે.

પીએસઆઈ વનરાજ કહે છે ગામડના યુવાનોને સુવીધાઓ મળતી નથી અને પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન પણ મળતુ નથી આથી મેં નક્કી કર્યુ કે મારા ગામના યુવાનોને જે કઈ જરૂર હશે તેમા હું સહાયભુત થઈશ જે તકલીફો મને પડી તેવી તકલીફોમાંથી તેમને પસાર થવુ પડશે નહીં., મારૂ ખેતર મારા માટે લકી સાબીત થયુ અને હું પોલીસ દળનો હિસ્સો બન્યો મને આશા છે કે મારા ગામના યુવાનો માટે પણ આ ખેતર લકી સાબીત થશે.

- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular