પ્રશાંત દયાળ (ભાગ- 35 દીવાલ): ફિરોજચાચા FerozChaha ની આંખના ખુણા વાંર-વાંર ભીના થઈ જતા હતા. ડીસીપી સિન્હા DCP Sinha અને ઈન્સપેક્ટર જાડેજા PI Jadeja ત્યારે શાંત બેસી જતા હતા. ફિરોજચાચા FerozChaha એ પોતાની વાત આગળ વધારતા કહ્યુ, સાહેબ અમારી સોસાયટીની ચારે તરફથી પથ્થરમારો થઈ રહ્યો હતો, બહાર જે પોલીસવાળા હતા તે ટોળાને રોકી શકે તેવી સ્થિતિમાં ન્હોતા અને રોકે પણ કેવી રીતે તેમની પાસે લાકડી સિવાય કંઈ ન્હોતુ. મને પણ ડર લાગી ગયો, ઘરના દરવાજા અને બારી પાસે જવાય તેવી સ્થિતિ પણ ન્હોતી પણ ઘરની અંદરથી બારીના તુટેલા કાચમાંથી જેટલુ જોઈ શકાતુ હતું તેનાથી એટલો અંદાજ આવી રહ્યો હતો કે સોસાયટી Society ના લોકો ડરના માર્યા પોતાના ઘર છોડી સલીમભાઈ Salimbhai ના ઘર તરફ ભાગી રહ્યા હતા. સલીમભાઈ Salimbhai એક જમાનાના બહુ મોટા નેતા હતા. જો કે હવે તો તેમની પણ ઉમંર થઈ ગઈ હતી પણ તેમનો લોકોમાં વટ હતો. હજી પણ તેમના ઘરે જુના જમાનાના નેતાઓની અવરજવર હતી. હવે સોસાયટીના લોકો પાસે એક માત્ર આશરો એટલે સલીમભાઈ Salimbhai હતા.
બધાને હતું કે સલીમભાઈ Salimbhai ફોન કરશે એટલે પોલીસ Police ની મદદ આવશે. મારી બીબીએ પણ રડતાં રડતાં મને કહ્યુ ચાલો આપણે પણ સલીમભાઈ Salimbhai ના ઘરે જતા રહીએ. ખરેખર ત્યારે મને કંઈ સુઝતુ ન્હોતુ. પરવેજ Parvez ડરેલો હતો, તે મારી સામે જોઈ રહ્યો હતો, મને લાગ્યુ કે ઘરમાં રહીશુ તો ટોળુ ઘર સુધી આવી જશે. અમે સલીમભાઈ Salimbhai ના ઘરે જતા રહેવાનો નિર્ણય કર્યો. મેં મારી બીબીને કહ્યુ દરવાજો ખોલી આપણે 3 એક સાથે ભાગીશુ. દરવાજે તાળુ મારવા પણ રોકાતા નહીં અને અમે અમારી અંદર હતી તે હિમંત એકઠી કરી દરવાજો ખોલી સલીમભાઈ Salimbhai ના ઘર તરફ ભાગ્યા. મેં મારી બીબીનો હાથ પકડ્યો હતો અને સલીમ અમારી આગળ દોડતો હતો. અમે જેવા ભાગ્યા તે જોઈ ટોળાએ ફરી અમારી તરફ પથ્થરો ફેંક્યા અને એક પથ્થર મારા કપાળે વાગ્યો. મને લોહી પણ વહેવા લાગ્યુ પણ રોકાઈ શકાય તેવુ ન્હોતુ. જો કે સોસાયટીમાં સલીમભાઈ Salimbhai નું ઘર એકદમ નજીક જ હતું.
અમે સલીમભાઈ Salimbhai ના ઘર સુધી પહોંચી ગયા પણ તેમનું ઘર તો એકદમ ભરેલુ હતું. બાળકો અને સ્ત્રીઓ રડી રહી હતી. સલીમભાઈ Salimbhai સતત તેમના લેન્ડલાઈન Landline ફોન ઉપર કોઈને કોઈને ફોન કરી મદદ માંગી રહ્યા હતા. વચ્ચે તેમની આંખ પણ ભીની થઈ હતી. સલીમભાઈ Salimbhai ને જોઈ લાગતુ હતું કે આજે તેમની વાત પણ સાંભળનાર કોઈ ન્હોતુ. સલીમભાઈ Salimbhai ની સ્થિતિ જોઈ વધારે ડર લાગ્યો. જો સલીમભાઈ Salimbhai ને કોઈ મદદ કરવા તૈયાર નથી તો અમારૂ શુ થશે. ત્યારે એકદમ ચીસો સાંભળી અને સલીમભાઈ Salimbhai ના દરવાજાની બહાર લોંખડની જાળીઓ હતી તે પછડાવા લાગી હતી. સલીમભાઈ Salimbhai એ દરવાજા તરફ જોયુ અને સમજી ગયા કે ટોળુ સોસાયટીની અંદર આવી ગયુ હતું અને સલીમભાઈ Salimbhai ના ઘરનો દરવાજો તોડવા માટે તે લોંખડની જાળી હચમચાવી રહ્યા હતા. મારી નાખો, મારી નાખો મીયાઓને અવાજ સાંભળી સ્ત્રીઓ અને બાળકો તો ઠીક પણ ઘરમાં રહેલા પુરૂષો પણ ભાંગી પડ્યા હતા. સલીમભાઈ Salimbhai અમારા વડીલ અને નેતા હતા.
તેમણે ખુબ પ્રયત્ન કર્યા અમને બચાવવાના, તેમણે અમને કહ્યુ પાછળના દરવાજે ભાગો, ત્યાંથી ઉપરના માળે જવાની સીડી Cd છે ત્યાં જતા રહો. અમે બધા જેટલા ભાગી શકીએ એટલા પાછળનો દરવાજો ખોલી ઉપર તરફ ભાગવા લાગ્યા. અમે જોયુ તો સલીમભાઈ Salimbhai ના ઘર ઉપર પેટ્રોલ બોમ્બ Petrol bomb ફેંકાઈ રહ્યા હતા. અમે ઉપરના માળે જતા રહ્યા. બારી બારણા બધુ જ બંધ કરી દીધુ. બહારથી ચીચીયારીઓ સંભળાઈ રહી હતી. વાતાવરણમાં સળગવાની વાસ આવી રહી હતી, પણ શુ થઈ રહ્યુ છે તેની બંધ ઘરમાં ખબર પડતી ન્હોતી. અમે ધ્રજી રહ્યા હતા, આમ લગભગ 1કલાક પસાર થયો હશે. અમને પોલીસના વાહનોની સાયરન સંભળાઈ પછી ગોળીબાર Firing ના અવાજ સંભળાયા. ખરેખર પોલીસ આવી હતી કે નહીં તેની અમને ખબર ન્હોતી. પણ સાયરનના અવાજને કારણે તેવુ લાગી રહ્યુ હતું. અડધો કલાક પછી અમે સલીમભાઈ Salimbhai ના ઘરમાં ઉપરના માળે હતા તેનો કોઈ જોર જોરથી દરવાજો ખખડાવવા લાગ્યુ. અમે તો દરવાજો ખોલ્યો નહીં પણ પછી બહારથી કોઈએ કહ્યુ ખોલો પોલીસ છીએ, અમે ડરતા ડરતા દરવાજો ખોલ્યો, ખરેખર પોલીસ જ હતી.
અમે ઉપરના માળેથી નીચે આવ્યા ત્યારે અમારી હિંમત તુટી ગઈ હતી. અમારી સોસાયટી Society ના બધા જ મકાનોને આગ લગાડી દેવામાં આવી હતી. સલીમભાઈ Salimbhai ના ઘરના નીચેના ભાગને પણ આગ લાગી ગઈ હતી અને નીચેના રૂમમાં લાશો જ પડી હતી, અડધી લાશો સળગી ગઈ હતી, ત્યારે અમને અમારો પરવેઝ Parvez યાદ આવ્યો. મેં મારી બીબી સામે જોયુ તેણે મને પુછ્યુ પરવેજ Parvez ક્યા છે? મેં અમારી સાથે નીચે આવી ગયેલા સોસાયટીના લોકો વચ્ચે જોયુ પણ પરવેજ Parvez તેમા ન્હોતા, પણ પોલીસવાળા અમને ઉતાવળ કરી રહ્યા હતા કે અમે પોલીસવાનમાં બેસી જઈએ. મેં પોલીસવાળાને કહ્યુ પણ ખરૂ સાહેબ મારે પરવેજ Parvez નથી, તેણે અમને કહ્યુ જલદી અહિયાથી નિકળો તમારો પરવેજ Parvez મળી જશે. અમે પોલીસવાનમાં બેસી ગયા અને પોલીસ અમને રાહત છાવણીમાં લઈ આવી. ફિરોજચાચા FerozChaha ને એક ડુંસકુ આવ્યુ, તેમણે પોતાની ઝભ્ભાના ખીસ્સામાંથી હાથ રૂમાલ કાઢ્યો અને નાક સાફ કર્યુ તેમણે વાત આગળ વધારતા કહ્યુ સાહેબ તે દિવસથી આજ સુધી અમે પરવેજ Parvez ને જોયો નથી. તેને ખુબ શોધ્યો, સિવિલ Civil મા મડદા ઘરમાં પણ જઈ આવ્યા પણ તેનો કોઈ પત્તા લાગ્યો નહીં. હું તો આદમી છુ, હિમંત રાખી પણ પરવેજ Parvez ને મા તુટી ગઈ છે. રોજ તે એક વખત તો અચુક પરવેજ Parvez ને યાદ કરે છે.
અમે તે દિવસ પછી ક્યારેય અમારા ઘરે જવાની હિમંત કરી નહીં પછી એનજીઓ NOG વાળા આવ્યા અને પત્રકારો Journalists આવ્યા, પણ તેઓ અમારી જીંદગીમાં કરી પણ શુ શકે. અમારી જમાતના કેટલાંક આગેવાનોએ પૈસા કાઢી વટવા Vatva માં જમીન ખરીદી અને યાકુબનગર Yakubnagar બનાવ્યુ. અમે બંન્ને ત્યાં રહેવા પણ ગયા પણ અમારૂ મન ત્યાં લાગ્યુ નહીં. હું તો પીંજારો હતો, ત્યા કામ મળવુ પણ મુશ્કેલ હતું, કામ પણ ન્હોતુ અને મન પણ લાગતુ ન્હોતુ. અમે નિર્ણય કર્યો સીટી City માં ક્યાંક રહેવા જતા રહીએ એટલે હું અને મારી બીબી હલીમની ખડકીમાં રહેવા આવ્યા. ભાડાના મકાનમાં રહીએ છે, 2000 ભાડુ છે. પરવેજ Parvez મરી ગયો તેવુ માનીને સરકારે અમને 5 લાખ રૂપિયા આપ્યા, તેની ડિપોઝીટ કરી છે 3 હજાર વ્યાજ આવે છે અને દિલ્હી દરવાજા એક દુકાનમાં નોકરી કરૂ છુ. ત્યાંથી 6 હજાર રૂપિયા પગાર મળે છે. અમારો ગુજારો થઈ જાય છે. ફિરોજચાચા FerozChaha એ પોતાની વાત પુરી કરી ત્યારે સવારના સાડા 5 વાગી રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના કમ્પાઉન્ડમાં બેઠેલા પોલીસવાળા રીતસર ઝોકા ખાઈ રહ્યા હતા. ચાચાએ પોતાની વાત પુરી કરી ત્યાર પછી ડીસીપી સિન્હા DCP Sinha લાંબા વિચારમાં સરી પડ્યા. લગભગ 10 મિનિટ સુધી એકદમ શાંતિ છવાયેલી રહી, કોઈ કશું જ બોલતુ ન્હોતુ. ડીસીપી DCP પોતાની ખુરશીને ટેકો લઈ માથુ ઉપરની તરફ રાખી વિચાર કરી રહી રહ્યા હતા પણ એકદમ સીધા થયા અને ટેબલ ઉપર હાથ મુકતા કહ્યુ ચાચા નસીરૂદ્દીને તમને કેટલા પૈસા આપ્યા હતા? ચાચાએ કહ્યુ સાહેબ તે તો મને ભાડુ પુછતાં હતા પણ મે ના પાડી હતી, તો પણ તેઓ અમદાવાદ Ahmedabad થી નિકળતા હતા તે પહેલા મારા હાથમાં પરાણે 5 હજાર રૂપિયા મુકી ગયા હતા.
(ક્રમશ:)
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









