Saturday, May 2, 2026
HomeInternationalશ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ભાગ્યા અને ફરી હિંસા શરૂ થતાં રાજધાનીમાં કરફ્યુ

શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ભાગ્યા અને ફરી હિંસા શરૂ થતાં રાજધાનીમાં કરફ્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કોલંબો: શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા બાદ રાજધાની કોલંબોમાં ફરી ભારે વિરોધ ફાટી નીકળ્યો છે. ગોટાબાયાએ બુધવારે રાજીનામું આપવાનું વચન આપ્યું હતું પરંતુ તેઓ રાજીનામું આપ્યા વિના દેશ છોડીને ભાગી ગયા છે. ગુસ્સે થયેલા વિરોધીઓ ગોટાબાયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ગોટાબાયાના સ્થાને ગોટાબાયા દ્વારા નિયુક્ત વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે કાર્યકારી પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી શકે છે, પરંતુ વિરોધીઓ તેનો પણ વિરોધ કરી રહ્યા છે.

હજારો વિરોધીઓએ વડા પ્રધાન વિક્રમસિંઘેના ખાનગી નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો જે 9 જુલાઈએ વિરોધીઓ દ્વારા પહેલાથી જ સળગાવી દેવામાં આવ્યું હતું. જો કે વિક્રમસિંધે પહેલાથી જ જો સર્વપક્ષીય સરકાર રચાય તો પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી ચૂક્યા છે. પરંતુ ઉશ્કેરાયેલા વિરોધીઓ કોઈપણ દલીલ માનવા તૈયાર નથી. પ્રદર્શનકારીઓએ સંસદ તરફ જવાનો પ્રયાસ કર્યો પરંતુ દેખાવકારોની સુરક્ષા દળો સાથે અથડામણ થઈ. દેખાવકારોને કાબૂમાં લેવા માટે ટીયરગેસ છોડવામાં આવી રહ્યા છે અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ દેખાવકારો પર તેની કોઈ અસર થઈ હોય તેવું લાગતું નથી.

- Advertisement -

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા છે. મળતી માહિતી મુજબ તે બુધવારે વહેલી સવારે પોતાના દેશથી માલદીવ જવા રવાના થયા છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. જણાવી દઈએ કે ગોટાબાયા રાજપક્ષે 13 જુલાઈએ પોતાના પદ પરથી રાજીનામું આપવાના હતા. દરમિયાન, હવે તેઓ દેશમાંથી ભાગી ગયા છે. રાષ્ટ્રપતિ તરીકે રાજપક્ષેને ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે તેઓ કસ્ટડીમાં લેવામાં આવે તેવી શક્યતાને ટાળવા માટે ઓફિસ છોડતા પહેલા વિદેશ ગયા હતા. હકીકતમાં ગોટાબાયા રાજપક્ષેએ બુધવારે રાજીનામું આપવા અને “શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણ” માટેનો માર્ગ સાફ કરવાનું વચન આપ્યું હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular