નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ આજે ગુરુપૂર્ણિમાના દિવસે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં 90 દિવસ માટે 100 ટકા પેનલ્ટી માફ કરવાનો નિર્ણય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.
પત્રકારોને આ અંગે જાણકારી આપતા સરકારે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં 1 જુલાઈ 2022ની સ્થિતિએ બાકી હપ્તા પર આઝાદી કા અમૃત મહોસ્વ પ્રોત્સાહક વળતર યોજના મુજબ આજથી 90 દિવસ માટે 100 ટકા પેનલ્ટી માફ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણય અનુસાર બાકી 90 દિવસ સુધી 100 ટકા પેનલ્ટી પેટે અંદાજે સરકારે 768.92 કરોડની માફી આપવાનું નક્કી કર્યું છે.
જેમના યોજના અમલમાં આવ્યાથી 90 દિવસમાં બોર્ડની બાકી હપ્તાની રકમ ભરપાઈ કરવામાં આવે તો બાકી રહેતી હપ્તાની રકમ પર 100 ટકા પેનલ્ટી માફી આપવામાં આવશે. એટલું જ નહીં, 90 દિવસની સમય મર્યાદા સુધી હપ્તા ભરી ન શખ્યા હોય તેવા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક 8 ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઈને લીધે બાકી પેનલ્ટીના વ્યામાં પણ ઘટાડો કરવાનો નિર્ણય સરકારે કર્યો છે.
આ માટે લાભાર્થીઓએ દસ્તાવેજ કરવા ગુજરાત હાઉસીંગ બોર્ડની વેબસાઈટ પરથી ફોર્મ મેળવવાનું રહેશે. સરકારે આ પછી રિડેવલપમેન્ટની યોજનાઓ વધુ વેગવંતી થશે તેવી આશા વ્યક્ત કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








