નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં એક યુગલે તાપી નદીના બ્રીજ ઉપરથી કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સ્થાનિક માછીમારો દ્વારા યુવતીનો જીવ બચાવી લેવામાં આવ્યો છે જ્યારે યુવકની શોધખોળ હાલ ચાલુ છે. બંને એક બીજાના પ્રેમમાં હતા અને બંને એક ન થઈ શકતા કંટાળીને તેમણે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો અને તાપી નદીના બ્રીજ પરથી બંને આજે વહેલી સવારે કૂદી ગયા હતા.
પ્રાથમિક વિગતો મુજબ યુવતી અને યુવક બંને કામરેજની એક સોસાયટીમાં રહેતા હતા અને બંને ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. બંને મૂળ સૌરાષ્ટ્રના છે અને સુરતમાં એક જ સોસાયટીમાં રહે છે, પરંતુ બંનેની જ્ઞાતિ અલગ અલગ હોવાને કારણે બંનેનો પ્રેમ લગ્ન સુધી પહોંચી શકતો ન હતો. આ જ કારણથી બંનેએ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો અને ગઈકાલે રાતે બંને પોતાના ઘરેથી નીકળી ગયા હતા અને આજે વહેલી સવારે બંને એક સાથે કામરેજ નજીક તાપી નદીના બ્રીજ પરથી કૂદી ગયા હતા.
જે સમયે બંનેએ બ્રીજ પરથી છલાંગ લગાવી તે સમયે જ કેટલાક સ્થાનિક માછીમારો દ્વારા યુવતીનો જીવ બચાવી લેવાયો હતો, પરંતુ યુવકને બચાવી શકાયો ન હતો જેના કારણે ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા હાલ યુવકી શોધખોળ કરવામાં આવી રહી છે.
ફાયર ઓફિસર પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે, “આજે વહેલી સવારે 05:45 વાગ્યા આસપાસ કોલ મળ્યો હતો. ત્યાર બાદ તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક માછીમારોએ યુવતીને બચાવી લીધી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સરકારી હોસ્પિટલ મોકલવામાં આવી હતી, જ્યારે યુવક તાપી નદીમાં ગરકાવ થયો હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











