નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા છે. હાલ તેમના નિવાસસ્થાન પર જ તેમને આઈશોલેટ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં રથયાત્રા પણ યોજવા જઈ રહી છે જેમાં વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી હાજરી આપવાના હતા, હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમાં હજાર રહી શકશે નહીં તેમજ આગામી કેટલાક દિવસો માટે તેમના કાર્યક્રમો પણ રદ કરી દેવમાં આવ્યા છે.
કોરોનાના હળવા લક્ષણો દેખાતા મુખ્યમંત્રીએ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા હાલ તેમણે પોતાના ઘરમાં જ આઈશોલેટેડ થઈ ગયા છે અને તેમના સંપર્કમાં આવેલા તમામને જરૂર જણાય તો કોવિડ ટેસ્ટ કરવા સૂચન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા, ત્યારે હવે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કોરોનાથી સંક્રમિત થયા છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે હવે આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને સૂચના આપવામાં આવી છે કે કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવે. ગઈકાલે ગુજરાતમાં કોરોનાના 475 કેસ નોંધાયા હતા જેમાં સૌથી વધારે અમદાવાદમા 216 કેસ નોંધાયા હતા. આ સાથે હાલ ગુજરાતમાં કૂલ 2893 એક્ટિવ કેસ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











