નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં અષાઢી બીજના દીવસે માત્ર અમદાવાદમા જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે રાજકોટમાં આ વર્ષે રથયાત્રામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે રાજકોટના નવનિયુક્ત પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા સમયે શહેરનું વાતાવરણ ન ડોહળાય અને ભાઈચારા સાથે આ રથયાત્રા સંપન્ન થાય તે ઉદેશ્યથી પોલીસ કમિશનરની આ બેઠકમાં રાજકોટ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મોહનદાસ, મંદિરના ટ્રસ્ટીઓ આ અને રાજકોટના હિન્દુ-મુસ્લિમ આગેવાનો હજાર રહ્યા હતા.
આ વર્ષે રથયાત્રા દરમિયાન ત્રણ રથ અને 55થી 60 જેટલા અન્ય વાહનો જોડાશે તેમજ અંદાજિત અઢી હજાર જેટલા શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાશે તેવી શક્યતા છે. રથયાત્રાના રૂટ પર અને મહત્વની જગ્યાઓ પરથી પોલીસના જવાનો ચાંપતી નજર રાખશે. વોકીટોકી અને ડીપ પોઈન્ટ પરથી પોલીસ દ્વારા દૂરબીનથી નજર રાખવામા આવશે. તેમજ પોલીસ કમિશનર, 2-નાયબ પોલીસ કમિશનર, 5- મદદનીશ પોલીસ કમિશનર, 16 પોલીસ ઈન્સપેક્ટર, 51 પોલીસ સબ ઈન્સપેક્ટર, 10 મહિલા સબ ઈન્સપેક્ટર, 40 એસ.આર.પી. જવાન તેમજ પોલીસ, હોમગાર્ડ અને ટી.આર.બી. ગાર્ડ મળી કુલ 1307 જવાનો બંદોબસ્ત માટે રથયાત્રામાં તૈનાત રહેશે.
રાજકોટ શહેર પોલીસ દ્વારા રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર તેમજ ગીચ વિસ્તારોમાં CCTV તેમજ પ્રહરી વાહન તથા ડ્રોન દ્વારા સર્વેલન્સ રાખશે. આ બેઠકમાં રાજકોટના પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ સાથે ખાસ પોલીસ કમિશનર અહેમદ ખુર્શિદ અને ડી.સી.પી. ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











