Saturday, April 18, 2026
HomeGeneralVideo: અમિત શાહે પરિવાર સાથે માણી જંગલ સફારીની મજા, SOUની મુલાકાતમાં પૌત્રી...

Video: અમિત શાહે પરિવાર સાથે માણી જંગલ સફારીની મજા, SOUની મુલાકાતમાં પૌત્રી સાથે ખિલખિલાટ મુદ્રામાં દેખાયા

- Advertisement -




નવજીવન ન્યૂઝ.કેવડિયાઃ સામાન્ય દિવસોમાં રાજકીય પ્રવાસ અને નેતાઓ, પ્રેસ વચ્ચે ઘેરાયેલા રહેતા કેન્દ્રીય મંત્રી અમિત શાહ હાલમાં ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પરિવાર સાથે આવી પહોંચ્યા હતા. અહીં તેમણે પરિવાર સાથે જંગલ સફારીની મજા માણી હતી. અહીં તેઓ પોતાના પત્ની તેમજ પૌત્રી સાથે જોવા મળ્યા હતા. કેવડિયામાં જોકે વીવીઆઈપી મુલાકાત હોય ત્યારે સામાન્ય પ્રવાસીઓ અહીં મુલાકાત લઈ શકતા નથી. અમિત શાહે પ્રોટોકોલ તોડી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની મુલાકાત લીધી હતી. અહીં પૌત્રી અને દાદાના ખિલખિલાટ હાસ્ય અને નેચર સાથેની મુદ્રામાં જોઈ લોકો નવાઈ પામ્યા હતા. સામાન્યતઃ લોકોએ તેમનો આ ચહેરો ભાગ્યે જ જોયો હોય. અહીં તેમણે લોકોને અભિવાદન પણ કર્યું હતું.

હાલમાં તેઓ કેવડિયા એક્તાનગરની બે દિવસની મુલાકાતે હતા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ઝુઓલોજીકલ પાર્ક (જંગલ સફારી) માટે પરિવાર સાથે આવ્યા હતા. તેઓએ પ્રોટોકોલ તોડી પ્રવાસીઓ સાથે ભળીને જંગલ સફારી માણી હતી અને અન્ય પ્રવાસીઓને આવકાર્યા પણ હતા. તેમણે અહીં વિવિધ વિભાગોની મુલાકાત સાથે જંગલ સફારીના નિયામક ડો. રામરતન નલા સાથે પ્રાણીઓ પક્ષીઓની કાળજી અને તેમના વ્યવહાર અંગે પૃચ્છા કરી હતી. આવો જોઈએ તેમની આ સફરનો વીડિયો…




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular