Thursday, May 28, 2026
HomeGujaratજુનાગઢ પોલીસે આવુ કર્યુ કામઃ પોલીસ ખેતરમાં JCB અને ટ્રેકટર લઈ પહોંચી,...

જુનાગઢ પોલીસે આવુ કર્યુ કામઃ પોલીસ ખેતરમાં JCB અને ટ્રેકટર લઈ પહોંચી, 20 વર્ષ પછી ખેડુતે પોતાના ખેતરમાં પગ મુકયો જુઓ Video

- Advertisement -

પ્રશાંત દયાળ નવજીવન : પોલીસ પાસે સામાન્ય માણસને ન્યાય મળે તે માટે વિશાળ સત્તાઓ છે, જો સત્તાનો ન્યાયી ઉપયોગ થાય તો અનેક જીંદગી રોળાઈ જતા પહેલા બચી શકે છે, આવી જ ઘટના જુનાગઢમાં ઘટી હતી, એક ખેડુતો જમીન ખરીદ્યા પછી ગુનેગારો દ્વારા ધમકી મળતા ખેડુત પોતાની જ ખેતરમાં છેલ્લાં વીસ વર્ષથી જઈ શકતો ન્હોતો, પણ આ મામલો જુનાગઢના સિનિયર પોલીસ અધિકારીઓ સામે આવ્યો તેમણે જેસીબી અને ટ્રેકટર સાથે પોલીસ કાફલો મોકલી ખેડુતને પોતાની જમીન પાછી અપાવી હતી.



જુનાગઢના SP રવીતેજા વાસમશેટ્ટી દ્વારા માથાભારે ગુનેગારોને શોધી તેમની સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવાની સુચના આપી હતી જેના આધારે પોલીસે નાસીર મહેતર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી જેમની સામે 12 કરતા વધુ ગુનાઓ નોંધાયેલા હતા, આ આરોપીનો ખૌફ એટલો હતો કે તેમની સામે ફરિયાદ કરવાની પણ કોઈ સામાન્ય નાગરિક હિમંત કરતો ન્હોતો, ગુજસીટોક કાયદા હેઠળ આરોપીને પકડી પોલીસે તેમના રીમાન્ડ લીધા હતા, આ દરમિયાન પોલીસે આ ગેંગનો કોઈ ભોગ બન્યુ છે તેની ખાનગી રાહે તપાસ કરી હતી જેમાં પોલીસ સામે આવ્યુ કે વિસાવદરનો એેક ખેડુત બીપીન રાદડીયાની જમીન નાસીરે પચાવી પાડી છે પણ બીપીન રાદડીયા ડરના માર્યા આ બાબતે કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી.

- Advertisement -

આથી DYSP પ્રદિપસિંહ જાડેજાએ ખેડુત બીપીન રાદડીયાને બોલાવી સમગ્ર મામલે પુછપરછ કરતા જાણવા મળ્યુ કે બીપીન રાદડીયાએ 1992માં જાંબુડી ગામે નાસીરના પિતા પાસેથી 15 વિઘા જમીન ખરીદી હતી અને મજરો રાખી ખેતી પણ કરતા હતા પણ ચાર વર્ષ બાદ નાસીરે આવી ધમકી આપી જમીન ખાલી કરવા જણાવ્યુ હતું ત્યારે બીપીનભાઈએ તારા પિતા પાસેથી જમીન ખરીદી છે તેવુ કહેતા નાસીરે ધમકી આપી હતી કે જેને પૈસા આપ્યા તેની પાસેથી પૈલા પાછા લેજો જો આ જમીન ઉપર પગ મુકયો તો સારૂ થશે નહીં, આથી ડરી ગયેલા બીપીનભાઈએ પોતાના નામે દસ્તાવેજ હોવા છતાં નાસીરના ડરના કારણે પોતાના જ ખેતરમાં જવાનું બંધ કરી દીધુ હતું.



આમ વીસ વર્ષથી બીપીન રાદડીયા પોતાની જમીન ઉપર ગયા ન્હોતા, પોલીસે નાસીર સામે ફરિયાદ આપવાનું કહેતા બીપીનભાઈ કહ્યુ સાહેબ મારી જમીન પાછી મળે તેવુ ઈચ્છા છે પણ ફરિયાદ કરવી નથી, ડીવાયએસપી જાડેજાએ સિનિયર અધિકારીઓની સાથે ચર્ચા કર્યા પછી એવો નિર્ણય કર્યો કે દસ્તાવેજ પ્રમાણે જમીન માલિક બીપીન રાદડીયાએ હોય તો તેમની જમીન તેમને પરત મળવી જોઈએ આખરે પોલીસના કાફલો તૈયાર કરવામાં આવ્યો પોલીસ ઈન્સપેકટર એન આર પટેલ સહિત તેમના સ્ટાફે જેસીબી મશીન અને ટ્રેકટર બોલાવી બીપીન રાદડીયા સાથે નાસીરના કબજામાં રહેલી જમીન ઉપર પ્રવેશ કર્યો અને બીપીનભાઈએ વીસ વર્ષ બાદ પોતાની જમીન ઉપર પ્રવેશ કરતાએ ગદગદીત થઈ ગયા હતા જયાં તેમણે ભુમી પુજન કર્યુ હતું આખી ઘટના બીપીન રાદડીયાના શબ્દોમાં સાંભળવા જુઓ વિડીયો

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular