Wednesday, July 29, 2026
HomeGeneralવડોદરા: આત્મવિવાહનો વિરોધ થતાં ક્ષમા બિંદુએ જાહેરાતના ત્રણ દિવસ પહેલા જ કરી...

વડોદરા: આત્મવિવાહનો વિરોધ થતાં ક્ષમા બિંદુએ જાહેરાતના ત્રણ દિવસ પહેલા જ કરી લીધા, પંડિત ન આવતા મોબાઇલથી મંત્રોચ્ચાર કર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરાની યુવતીએ આત્મવિવાહ કરવાની જાહેરાત કરતાં શહેરમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે આજે વિરોધની વચ્ચે ક્ષમાએ ગોત્રી વિસ્તારમાં પોતાના ઘરમાં જ આત્મવિવાહ કર્યા છે. વિવાદોને કારણે 3 દિવસ અગાઉ જ ક્ષમા બિંદુએ લગ્ન કરી લીધા હતા. તેના લગ્નમાં માત્ર મિત્રો જ હાજર રહ્યા હતા.




વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી ક્ષમા બિંદુએ 11 જૂને આત્મવિવાહ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ વડોદરાનાં પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ વિરોધ કર્યો હતો. ક્ષમા બિંદુએ અગાઉ મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ ભાજપના નેતાના વિરોધ બાદ તેણે ઘરે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે લગ્નમાં કોઇ વરરાજા ન હતા કે ન પંડિત હતા. લગ્નમાં ક્ષમા બિંદુના કેટલાક ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા. ત્રણેક મહિલા અને બે પુરુષ મિત્ર હાજર રહ્યા હતા. ક્ષમા બિંદુને આત્મવિવાહ માટે કોઈ પંડિત ન મળતા મોબાઈલમાં સુત્રાચાર ચાલુ કરીને લગ્નની વિધિ કરી હતી.

ક્ષમા બિંદુના જણાવ્યા અનુસાર, તેણે નક્કી કરેલી તારીખ પહેલા લગ્ન કરવાનું નક્કી કર્યું કારણ કે તેને ડર હતો કે 11 જૂને કોઈ તેના ઘરે આવીને વિવાદ ઊભો કરી શકે છે. ક્ષમાએ કહ્યું કે તે તેના ખાસ દિવસને બગાડવા માંગતી નથી. આથી તેઓએ બુધવારે જ લગ્ન કરી લીધા હતા. લગ્નમાં ક્ષમા બિંદુએ મહેંદી અને પીઠીના ફંક્શન પણ રાખયા હતા. ઉપરાંત સાત ફેરા પણ ફર્યા હતા. ભારતમાં આ પ્રકારના પહેલા લગ્ન પહેલીવાર થયા છે. અગાઉ શમા બિંદુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે મીડિયાકર્મીઓએ આવવું નહીં. તેણે વીડિયો પોસ્ટ કરીને જણાવ્યુ હતું કે, મીડિયાકર્મી મારા ઘર કે સોસાયટી આસપાસ આવવું નહીં. જે લોકોને લાગે છે કે હું આ લગ્ન પ્રસિદ્ધિ માટે કરું છું તો એવું નથી. જેવું મે હંમેશાંથી વિચાર્યું હતું તેવા સાદગીથી મારા લગ્ન કરવા હતા, હું મારા લગ્નમાં રાજકારણ અને મીડિયાને લાવવા માગતી નથી. મીડિયા મારો ઇન્ટરવ્યુ કે ડિબેટ કરવા માગે તો પહેલા મારો ફોન કે સોશિયલ મીડિયાથી સંપર્ક કરે. હું તેમની સાથે ઓનલાઇન વાતચીત કરીશ.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular