Tuesday, July 28, 2026
HomeGeneralVIDEO: ગીર તાલુકાના વડવિયાળા ગામમાં સિંહ આવી ચઢતા લોકોમાં નાસભાગઃ પથ્થર મારી...

VIDEO: ગીર તાલુકાના વડવિયાળા ગામમાં સિંહ આવી ચઢતા લોકોમાં નાસભાગઃ પથ્થર મારી ભગાડ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગીર સોમનાથઃ ઈકો સેન્સીટીવ ઝોન વિસ્તાર અને ગીર પૂર્વ વન વિભાગ નીચે આવતા ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામે એશિયાની આન બાન અને શાન સમા ગીરના સિંહોને ગેરકાયદે સિંહ દર્શન કરાતા વીડિયો છાસવારે બહાર આવતા હોય છે. વનવિભાગને લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા અખબારી અહેવાલોથી અવગત કરતા હોવા છતાં આ વિસ્તારમાં વસતા સિંહોની સલામતી અને જાળવણી અને ગેરકાયદે સિંહ દર્શન રોકવાની જેની જવાબદારીઓ આવેલી છે તેવા આ વિસ્તારના ટોપટુ બોટમ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ગેરકાયદે સિંહ દર્શન કરનાર અને કરાવનાર સામે કડકાઈથી કાર્યવાહી ન કરાતા ગેરકાયદે સિંહ દર્શન કરાવનાર અને કરનાર બે ફામ અને બે ખોફ બન્યા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. હાલમાં વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સિંહ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે વન વિભાગ સામે અનેક સવાલો ઉભા થાય છે. જોકે કોઈ માણસ પાછળ સિંહ હોય તો તે કેવી રીતે તેને ભગાડે તે બધું જોવા મળી રહ્યું છે.



ગીરગઢડા આસપાસ વ્યાપક પણે ગીરમાં અને રેવન્યુ વિસ્તારમાં સિંહોની વસતી હોય આ વિસ્તારમાં વનવિભાગના સ્ટાફની ફોજ ખડકી દીધી હોવા છતાં વનકર્મીઓની હાજરી કે ગેરહાજરી કે વન વિભાગના કર્મીઓની મીઠી નજરથી તાજેતરમાં વાયરલ થયેલ વીડિયોમાં નિર્દોષ વન્યપ્રાણી માનવ વસ્તી નજીક પહોંચી જતાં લોકોએ તેને ભગાડવા લાકડીઓ ફટકારી હતી. આ તરફ લોકોમાં પણ ભયનો માહોલ હતો પરંતુ સિંહને માણસ કેટલો આકરો હોય તેની અનુભુતી થઈ ગઈ હતી તેવું વીડિયોમાં જોઈ શકાય છે જ્યાં વીડિયો લોકોના ટોળાને જોઈને એક તબક્કે રીતસર ડરીને ઊભો રહી જાય છે.

સિંહને પથ્થરથી માર મારતાં લોકોનો વીડિયો વાયરલ થઇ આમ નાગરિકો સુધી પહોંચ્યો છે ત્યારે વન વિભાગ અજાણ હોય તેવું માનવું ભૂલ ભરેલું છે. ગીરના ઘરેણાં સમાન સિંહને પથ્થરથી મારી, મોઢા ઉપર લાકડાથી માર મારતા પણ વીડિયોમાં દૃશ્યમાન થાય છે.

- Advertisement -

ઈકો ઝોન માં આવતા વડવિયાળા ગામ વિસ્તારમાં ગેરકાયદેસર નિદર્શન અને સિંહોની પજવણી કરતા વિડીયો અવાર-નવાર વાયરલ થતા હોય આ વિસ્તારના આ વિસ્તારના આર.એફ.ઓ ફોરેસ્ટરો ટ્રેકર ગાર્ડો ની મીલીભગત હોય તો જ આ બધું શક્ય બનતું હોય સેમ વન વિભાગ દ્વારા વિકૃત માનસ ધરાવતા વિડીયો ઉતારાનારા સામે તટસ્થ કે વન્ય પ્રાણી અધિનિયમ ૧૯૭૨ મુજબ કોઈ કાયદેસર કાર્યવાહી કરાતી ન હોવાથી વન વિભાગ પન શંકા ના દાયરામાં આવતા હોય લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ ફોરેસ્ટ ગાર્ડો ટ્રેકર ગાર્ડો ના એક વર્ષના કોલ ડિટેઇલ કઢાવે કસૂરવાર જણાએ તેઓ સામે કડક કાર્યવાહી કરવા અને સસ્પેન્ડ કરી યોગ્ય સજા કરવા તેમજ વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ કરી માત્ર દંડ કરી છોડી દેવાના બદલે વન્યપ્રાણી અધિનિયમ ૧૯૭૨ તળે કાયદેસરની કાર્યવાહી કરી કડકમાં કડક સજા થાય તેવા પગલાં લેવા માંગણી કરવામાં આવેલ છે



અત્રે ઉલ્લેખનીય છે કે ગિરમાં સિંહોના શિકાર ની ઘટનાઓ બનવા પામી છે તે ઘટનાઓ પણ સરકારી ફાઇલોમાં દબાય ગય હોય તેમ કોઈ કાર્યવાહી કરી કસૂરવારો અને કસૂરવારો જંગલમાં રાત્રિ રોકાણ કરી સિંહોના શિકાર કરે છતાં કર્મચારીઓ ની વિશાળ ફોજ ને જાણ ન થાય તે વન વિભાગ ની ઘોર બેદરકારી ગણી ફરજ ચુકેલા અધિકારી કર્મચારી સામે કોઈ પગલાં તાત્કાલિક સમયે ન લેવાતા વન વિભાગના અમુક ભ્રષ્ટ કર્મીઓ સિંહો અને જંગલ ની સુરક્ષા કરવામાં બે કાળજી દાખવતા હોય તેવો ઘાટ બન્યો હોય તેમ વડવિયાળાની ઘટનામાં પણ વનવિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે

આ સિંહોની વ્યાપક વસ્તી ધરાવતા વિસ્તારના સિંહ પ્રેમીઓમાં પણ એવી ચર્ચાએ જોર પકડયું છે કે અધિકારીઓ ની ફરજ હોવા છતાં આ વિસ્તારમાં ભાગ્યે જ દર્શન થતાં હોય વન વિભાગના અધિકારીઓ આ વિસ્તારમાં કડક પેટ્રોલિંગ કરે અને સિંહોને સુરક્ષિત બનાવે તેવું સિંહ પ્રેમીઓ ઇરછી રહ્યા છે.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular