Tuesday, June 16, 2026
HomeGeneral'દારુબંધી કાઢી નાખવી જોઈએ, તો 182 સીટ આવી જાય ભાજપની' ખેસ પહેર્યા...

‘દારુબંધી કાઢી નાખવી જોઈએ, તો 182 સીટ આવી જાય ભાજપની’ ખેસ પહેર્યા પછી ભરૂચના ખુમાનસિંહે કહ્યું Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ હમણાં કમલમમાં બહારનો મૌસમ છે, ચૂંટણી નજીક છે અને ધડાધડ એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, આગામી સમયમાં તમામ પાસાઓ પર ભાજપ જ ભવિષ્ય છે, તેવું ક્યાંકને ક્યાંક તમામ નેતા અને કાર્યકરોના મનમાં ઘર કરી ગયું છે. હવે આજે પણ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પૂર્વ નેતા ખુમાનસિંહ વાસીયા ભાજપમાં વિધિવત જોડાયા છે, દરમિયાન ખેસ પહેર્યા પછી પત્રકારો સાથે વાતચિતના દૌરમાં ખુમાનસિંહે દારુબંધીના પોતાના મત દર્શાવતા કહ્યું કે ગુજરાતમાંથી હટાવી લેવી જોઈએ, તો ભાજપ 182 સીટ આવશે. જોકે આ મારો અંગત મત છે, પાર્ટી જે કહે તે પ્રમાણે અમારે કરવાનું હોય.



ભાજપ પ્રદેશ કાર્યાલય પર આજે વધુ એક નેતા ભાજપમાં જોડાયા હતા. થોડા દિવસોથી જાણે આ સતત ચાલી રહેલી પ્રક્રિયા હોય તેવું જોવા મળી રહ્યું છે, સતત કોઈને કોઈ ભાજપમાં જોડાઈ રહ્યું છે અને આગામી સમયમાં ઘણા ચહેરાઓ જોડાશે તેવી પણ આશાઓ ભાજપના નેતાઓ કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે. આજે ખુમાનસિંહ વાસીયા ભાજપમાં જોડાયા હતા અને અહીં તેમણે પત્રકારોના સવાલ જવાબ વખતે દારુબંધી અંગે પોતે કરેલા અગાઉના નિવેદન પર તેઓ આજે પણ માને છે કે દારુબંધી ગુજરાતમાંથી હટાવી દેવી જોઈએ. આવો જોઈએ વીડિયો.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular