Tuesday, May 26, 2026
HomeGeneralવાહન ચોરી અને મોબાઈલ ચોરી ફરિયાદ હવે થશે ઓનલાઈન, કમિશનરથી લઈને નાના...

વાહન ચોરી અને મોબાઈલ ચોરી ફરિયાદ હવે થશે ઓનલાઈન, કમિશનરથી લઈને નાના કર્મચારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વાહન ચોરી અને મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ નોંધાવવામાં લોકોને ઘણી તકલીફ પડતી હતી જેના કારણે ગુજરાતનાં ગૃહ વિભાગ દ્વારા નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે, આ પ્રયોગ અંતર્ગત હવે સામાન્ય લોકો પોતાના ફોન અને વાહન ચોરીની ફરિયાદ સીધા ઓનલાઈન જ કરી શકશે અને પોલીસે પણ આ ફરિયાદની તપાસ કરવી ફરજિયાત રહેશે. ફરિયાદ થયાના 48 કલાકમાં જ તપાસ અધિકારી ફરિયાદીનો સંપર્ક કરીને તપાસ શરૂ કરશે.



વાહન અથવા તો મોબાઈલ ચોરીના કિસ્સામાં જો ચોરી કરનાર વ્યક્તિ અજાણ્યો હોય તો હવે ફરિયાદી સરકારના સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ એપની મદદથી ઈ-એફઆઇઆર કરી કરી શકશે તેવો નિર્ણય ગુજરાતનાં ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. ફરિયાદીએ નિયત સમય મર્યાદામાં આ ફરિયાદ કરવાની રહેશે, ફરિયાદ થયા બાદ માત્ર 48 કલાકમાં જ તપાસ અધિકારી ફરિયાદીનો સંપર્ક કરશે અને આગળની તપાસ શરૂ કરશે.

ઓનલાઈન ઈ-એફઆઇઆર થયા બાદ ફરિયાદમાં જે પોઈલીસ સ્ટેશન વિસ્તારનું નામ લખેલું હશે તે પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ફોરવર્ડ કરીદ એવામાં આવશે અને જો પોલીસ સ્ટેશનનો ઉલ્લેખ નહીં કરવામાં આવ્યો હોય તો આ ફરિયાદ સીધી પોલીસ કમિશનર ઓફિસ અથવા તો પોલીસ અધિક્ષક કચેરીમાં મોકલી આપવામાં આવશે અને ત્યથી જે તે પોલીસ સ્ટેશનને આ ફરિયાદની તપાસ કરવાની સૂચના આપવામાં આવશે.



ગૃહ વિભાગ દ્વારા દરેક કર્મચારીથી લઈને અધિકારીઓએ સુધી ઈ-એફઆઇઆર અંગેની જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. કમિશનર, ડીસીપી, એસીપી તમામને ઈ-એફઆઇઆર અંગે મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે પણ ઓનલાઈન ફરિયાદ કરવામાં આવશે ત્યારે જે તે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીને તપાસ સોંપવામાં આવશે જેની જાણ ફરિયાદીને પણ કરવામાં આવશે. ફરિયાદ થયાના 48 કલાકમાં તપાસ અધિકારી પ્રાથમિક તપાસનો અહેવાલ જમા કરવવાનો રહેશે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular