Saturday, May 30, 2026
HomeGeneralસી આર પાટીલે ખેસ પહેરાવ્યો, નીતિન પટેલે પહેરાવી ટોપીઃ પત્રકારોના ધારદાર સવાલોમાં...

સી આર પાટીલે ખેસ પહેરાવ્યો, નીતિન પટેલે પહેરાવી ટોપીઃ પત્રકારોના ધારદાર સવાલોમાં હાર્દિક પટેલનો ઘેરાવો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ભાજપમાં આજે મણીનગર વિસ્તારથી ચૂંટણી લડી ચુકેલા મહિલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ અને પાટીદાર અનામત આંદોલનથી જાહેર જીવનમાં પગપેસારો કરનાર કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા પછી આજે હાર્દિક પટેલને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ખેસ પહેરાવવામાં આવ્યો હતો જ્યારે હાલમાં જ ટ્રેન્ડમાં આવેલી ભાજપની ટોપી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પહેરાવવામાં આવી હતી. આ રીતે ભાજપના પ્રદેશ કાર્યાલય ગાંધીનગરના કમલમ ખાતે હાર્દિક પટેલનો વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ થયો હતો.


હાર્દિક પટેલે જ્યારે ભાજપમાં જોડાયા પછી પત્રકારો સાથે વાતચિત કરી ત્યારે સવાલો અને જવાબો એકદમ સડસડાટ અને ધારદાર થઈ ગયા હતા. હાર્દિક પટેલનો રીતસર પત્રકારોના વિવિધ સવાલો વચ્ચે ઘેરાવો કરી લીધો હોય તેવી સ્થિતિ હતી. કેટલાક સવાલોના જવાબો સ્પષ્ટ રીતે પણ મળી શકે નહીં તેવી રીતે ફેરવીને આપવાના સંજોગો ઊભા થઈ ગયા હતા. અહીં આપણે વીડિયોમાં આ સવાલો અને જવાબો જોઈએ.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular