Saturday, May 30, 2026
HomeGeneralઅમદાવાદ: 12 વર્ષ અગાઉ ચણા ચોર ગરમનો ધંધો કરવા બાબતે થયેલા ડબલ...

અમદાવાદ: 12 વર્ષ અગાઉ ચણા ચોર ગરમનો ધંધો કરવા બાબતે થયેલા ડબલ મર્ડર કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીને ઝડપ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. અમદાવાદમાં ચણાચોર ગરમનો ધંધો કરવા બાબતની અદાવતમાં 2009માં કાવતરું રચીને સાબરમતી વિસ્તારમાં બે યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન બંને યુવકોના મોત નિપજ્યાં હતા. પોલીસ તપાસમાં ડબલ મર્ડર કેસમાં 15 આરોપીઓના નામ સામે આવ્યા હતા, તે પૈકી 5ને અગાઉ ઝડપી પાડ્યા હતા.



માહિત અનુસાર, અમદાવાદમાં વર્ષ 2009માં રાત્રિના સમય દરમિયાન રામઅવતાર ગયાપ્રસાદ પ્રજાપતિ આબે તેમના ચાર સાળા રિક્ષામાં બેસીને અમદાવાદ એરપોર્ટ વિસ્તારથી ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન 132 ફૂટ રિંગ રોડ પાસે આરોપીઓ બે અલગ-અલગ રિક્ષા આવીને રામઅવતાર જે રિક્ષામાં સવાર હતા તેને આંતરી પિસ્તોલ વડે ફાયરિંગ કર્યું હતું, ઉપરાંત લોખંડની પાઇપ, હોકી જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં બે સગા ભાઈ શ્રીકાંત પ્રજાપતિ અને મુકેશ પ્રજાપતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બંનેનું મોત નિજયું હતું. સમગ્ર બનાવ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવમાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મૃત્યુ પામનાર અને હુમલાખોર બંને રાજસ્થાનના રહેવાસી છે. તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે ચણા ચોર ગરમનો ધંધો કરતાં હોવાથી ધંધાની હરીફાઈ બાબતે અદાવત રાખીને હુમલો કર્યો હતો. આ બનાવમાં પોલીસે કુલ 15 સામે ગુનો દાખલ કર્યો હતો. તે પૈકી 5 આરોપીને પોલીસે અગાઉ ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા બાકીના આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.



અમદાવાદમાં થયેલા ડમલ મર્ડર કેસના આરોપી અંગે ક્રાઇમ બ્રાન્ચના PI એચ.વી.સિસારા, PSI એન.વી.દેસાઇને બાતમી મળી હતી કે, વોન્ટેડ આરોપીમાંથી એક ગોકુલસિંગ ઉર્ફે ગોકુલ કુસ્વાહા રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં છે, બાતમીના આધારે પોલીસકર્મીઓએ રાજસ્થાન જઈને તપાસ તપાસ કરતાં ગોકુલસિંગ મળી આવ્યો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, 2009માં ભૂરાસિંગ ઉર્ફે ભૂરો નારાયણસિંગ કુશવાહા અને તેનો ભાઈ મુન્નાસિંગ તેના બે ભત્રીજા અને તેનો ભાણિયો અમદાવાદના એરપોર્ટ ઉપર ઊભા રહીને ચણા ચોર ગરમનો ધંધો કરતાં હતા. આ સમય દરમિયાન તેમના જ ગામના ચાર ભાઈઓ અને તેમના જીજાજી એરપોર્ટ પર આવીને ચણા ચોર ગરમનો ધંધો કરવા લાગ્યા હતા, જેથી ધંધાની હરીફાઈના કારણે અવાર-નવાર ઝઘડો થતો હતો, તેની અદાવત રાખીને હુમલો કર્યો હતો.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular