નવજીવન ન્યૂઝ. ઉના: ઉનામાં રહેતી યુવતીએ તેમની જ જ્ઞાતિના દિલીપ કાળુભાઇ ટાંક રહે. કોડીનાર વાળાના વિરુદ્ધમાં સાયબર ક્રાઇમ જુનાગઢ તથા ઉના કોર્ટમાં ૬ લાખ ૯૦ હજારની ચેક રિટર્નની ફરિયાદ કરેલ હોય જે ફરિયાદ પાછી ખેંચી લેવા યુવતીના ઘરમાં પ્રવેશ કરી મારામારી કરી શરીરના ભાગમાં મુંઢમાર તથા માથાના ભાગે કાચ મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે.
ઉનામાં રહેતી યુવતીએ તેમની જ જ્ઞાતિના દિલીપ કાળુભાઇ ટાંક (રહે.કોડીનાર) એ યુવતી પાસેથી અવાર નવાર ૬ લાખ ૯૦ હજાર જેટલી રકમ ઉરછીની લીધી હતી. જેના બદલામાં યુવાને યુવતીને ચેક આપ્યો, જે ચેક યુવતીએ બેંકમાં જમા કરાવતા ચેક બાઉન્સ થતા યુવતીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી તેમજ યુવતીના એટીએમથી અવાર નવાર ૫૬ હજાર ૯૩૯/ જેટલી રકમ ઉપાડી લેતા યુવતીએ જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથકે પણ બીજી ફરિયાદ કરી હતી. જેથી દિલીપ ટાંકે યુવતી તેમજ તેમના પરિવારના લોકોને કેસ પરત ખેંચવા ધાક ધમકીઓ આપી યુવતીના ઘરમાં પ્રવેશ કરી મારામારી કરી શરીરના ભાગમાં મુંઢમાર તેમજ માથાના ભાગે કાચ મારી અપશબ્દ બોલી મારી નાખવાની ધમકી આપતા યુવતીએ ઉના પોલીસમાં દિલીપ કાળુ ભાઈ ટાંક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ઉના: ફરિયાદ પાછી ખેંચવા યુવતીને શ્ખ્શે ઢોર માર મારી #NavajivanNews #GujaratNews #latestnews pic.twitter.com/iEvdPt44k0
— Navajivan News (@NavajivanNews) May 28, 2022
![]() |
![]() |
![]() |











