Sunday, May 24, 2026
HomeGeneralરાજકોટ: બંગલામાં ચોકીદારની હત્યાનો ભેદ ઉકેલાયો, 19 વર્ષીય યુવકની ધરપકડ

રાજકોટ: બંગલામાં ચોકીદારની હત્યાનો ભેદ ઉકેલાયો, 19 વર્ષીય યુવકની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં પાટીદાર અગ્રણી અને ઉદ્યોગપતીના બંગલામાં ચોકીદારની હત્યાની ઘટનાએ ચકચાર મચાવી હતી. આરોપી હત્યા કરી નાસી છુટ્યો હતો જેની પોલીસે CCTV ફૂટેજના આધારે શોધખોળ આદરી હતી. જે મામલે રાજકોટ ક્રાઈમ બ્રન્ચે [Rajkot Crime Branch] આરોપીને શોધી ધરપકડ કરી છે. હત્યાના આરોપી યુવકે બેરોજગારીને કારણે ચોરી કરવા રાજકોટ પહોંચ્યો હતોનું કથન કર્યું છે.



ગત તારીખ 24 મેના રોજ રાજકોટના અમિન માર્ગ પર આવેલી વિદ્યાકુંજ સોસાયટી શેરી નંબર 1માં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં બંગલાના ચોકીદાર વિષ્ણુભાઈ ચકુભાઈ ઘુચલાની હત્યા થઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ આ બંધ બંગલાના ઉદ્યોગપતી માલિક બરોડા ખાતે રહેતા હોય બંગલાનું ધ્યાન રાખવા માટે ચોકીદાર એકલા હાજર હતા. દરમિયાન અજાણ્યા ઈસમે ઘરમાં ઘુસી ચોકીદારની હત્યા કરી હતી. આ મામલે પોલીસ સઘન તપાસ હાથ ધરી આરોપી સુધી પહોંચવા ચક્રોગતિમાન કર્યા હતા. જેમાં આજરોજ રાજકોટ શહેર પોલીસને સફળતા હાંસલ થઈ છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ચોકીદારની હત્યાના આરોપી અનિલ કરમાભાઈ મીણા ઊંમર વર્ષ 19ની ધરપકડ કરી છે. આરોપી રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના સેમારી તાલુકાના ભોરાઈ ગામનો રહેવાસી છે.

- Advertisement -

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અનીલ મીણા પાસે કોઈ કામધંધો ન હતો. બેરોજગારીના કારણે આરોપી અનીલ ચોરીના ઈરાદે રાજકોટ આવી પહોંચ્યો હતો. આરોપી અનીલ ચોરી કરવા બંધ બંગલામાં ઘુસ્યો ત્યાં તેનો ભેટ ચોકીદાર સાથે થતા ચોકીદાર વિષ્ણુભાઈએ પ્રતિકાર કર્યો હતો. ચોરી કરવા આવેલા અનીલે ચોકીદારના પ્રતિકારના કારણે ગળુ દબાવી હત્યા કરી નાખી હતી.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular