નવજીવન ન્યૂઝ. શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભેસાલ ગામે આવેલા ઝેરા પગીના મુવાડા ફળિયામાં બે સંતાનોની માતાએ દિયર સાથે મહુડાના વૃક્ષની ડાળીએ સાડી બાંધીને કોઈ અગમ્યકારણોસર ફાસો ખાઈ લેતા સમગ્ર પંથકમાં ચકચાક મચી જવા પામી છે.
શહેરા તાલુકાના ભેસાલ ગામમા આવેલા જેરા પગીના મુવાડા ગામે બની છે. જેમા રેખાબેન પ્રવિણભાઈ પગી ઉ.વ 35 અને તેમના દિયર અરવિંદભાઈ સામતભાઈ પગી ઉ.વ 21એ ગામના તળાવ ઉપર આવેલી સીમ પાસે મહુડાના વૃક્ષની ડાળી ઉપર સાડી બાંધીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બંનેની લાશ ફાંસો ખાધેલી હાલતમાં જોવા સ્થાનિકો દ્વારા શહેરા પોલીસને જાણ કરવામા આવી હતી. જેના પોલીસ બનાવસ્થળે આવીને બંને લાશને વૃક્ષ પરથી ઉતારીને પંચનામુ કરવા સહીત પોસ્ટમોર્ટમ માટે શહેરા હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી. મહિલા રેખાબેને પોતાના પતિના પિતરાઈભાઈ સાથે આત્મહત્યા કરતા અનેક ચર્ચાઓ પણ ચાલી છે. રેખાબેનને આત્મહત્યા કરી લેતા તેમના બે સંતાનો માની મમતા ગુમાવી પડી છે. આ મામલે હાલમાં પોલીસ સીઆરપીસી 174 કલમ મુજબ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે નોંધનીય છેકે શહેરા તાલુકામાં યુવાની વયમાં આત્મહત્યા કરવાના બનાવો સમાજ માટે ચિંતાજનક બન્યા છે. પાછલા બે વર્ષોમા થયેલા બનાવો જોવામા આવે તો ખાસ કરીને પ્રેમમાં નિષ્ફળતા અને સમાજ એક નહીં થવા દેની બીકે યુવાવયે આત્મહત્યા કરી લેતા ખચકાતા નથી. આત્મહત્યા કરવાના કારણે તેના પરિવારને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. શહેરા તાલુકામાં પાછલા વર્ષોમાં અંદાજીત પાચં જેટલ આત્મહત્યા કરવાનો બનાવ બન્યો હશે કે જેમાં મરણજનારાઓમાં યુવકયુવતીઓ હતા. જેઓ પ્રેમમા નિષ્ફળ જવાને કારણે એકબીજા સાથે મોતને ભેટીને આ દુનિયાને અલવિદા કરી દીધી હતી. આવા બનાવો બનતા અટકાવા માટે સમાજના અગ્રણીઓએ પણ ચિંતન કરવાની જરુર છે.
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]
![]() |
![]() |
![]() |











