Sunday, June 7, 2026
HomeGeneralઅમદાવાદ AIMIMના પ્રવકતા દાનિસ કુરેસીની ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડી, હિન્દુ દેવ-દેવતાઓનું અપમાન...

અમદાવાદ AIMIMના પ્રવકતા દાનિસ કુરેસીની ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડી, હિન્દુ દેવ-દેવતાઓનું અપમાન કરતી કરી હતી ટ્વિટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા AIMIM (All India Majlis-e-Ittehadul Muslimeen) પક્ષના પ્રવકતા દાનિશ કુરેસીની ગઈ કાલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શિવલિંગ ઉપર અભદ્ર ટિપ્પણી કરવા મામલે ધરપકડ કરવામાં આવી હતી, ત્યાર બાદ આજે તેમને મેટ્રો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટ પાસે રિમાન્ડની માગણી કરી હતી જેનો કોર્ટે અસ્વીકાર કર્યો હતો અને દાનિશ કુરેસીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.



હાલમાં જે જ્ઞાનવ્યાપી મસ્જિદને લઈને વિવાદ ચાલી રહ્યો છે તેમાં હિન્દુ સંગઠનોનું કહેવું છે કે મસ્જિદની અંદર વજુખાનામાં શિવલિંગ મળી આવ્યું છે, જ્યારે મુસ્લિમ સંગઠનોનું કહેવું છે કે આ એક ફૂવારો છે. આ વિવાદને લઈને દાનિશ કુરેસીએ પોતાના સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષામાં હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કર્યું હતું તેમજ શિવલિંગ અંગે પણ ટિપ્પણી કરી હતી જેના કારણે ગઈ કાલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાનીશની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના ACP જીતુ યાદવ જણાવે છે કે, “સાયબર ક્રાઇમ બ્રાન્ચની સોશિયલ મિડયા એનાલિસિસ ટીમ સતત એવા એકાઉન્ટ ઉપર નજર રાખતા હોય છે જેના કારણે લોકોની લાગણી દુભાય અથવા તો સમાજનું વાતાવરણ બગડતું હોય. તાજેતરમાં અમારી ટીમને એક એકાઉન્ટ ધ્યાનમાં આવ્યું હતું જે હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી, આ એકાઉન્ટ દાનિશ કુરેસીનું હતું. જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી.”


- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular