Wednesday, July 1, 2026
HomeGeneralસરખેજના ફતેહવાડી વિસ્તારમાં ગેરકાયદેસર બોર બનાવીને પાણીનો સપ્લાય કરવાનું અંદાજિત 70 લાખનું...

સરખેજના ફતેહવાડી વિસ્તારમાં ગેરકાયદેસર બોર બનાવીને પાણીનો સપ્લાય કરવાનું અંદાજિત 70 લાખનું કૌભાંડ પકડાયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા દિવસેને દિવસે નવા નવા કૌભાંડ પકડાતાં જાય છે, કૌભાંડીઓ અલગ અલગ પ્રકારના કીમિયા અજમાવીને કૌભાંડ કરતાં હોય છે. અમદાવાદનાં સરખેજ-ફતેહવાડી વિસ્તારમાં આવું જ એક કૌભાંડ બહાર આવ્યું છે જેમાં એક વ્યક્તિ ગેરકાયદેસર બોર બનાવીને આસપાસની સોસાયટીના 150 જેટલા મકાનમાં પાણી આપતો હતો અને પાણીના બદલામાં તે લોકો પાસેથી પૈસા ઉધરાવતો હતો. આ વાત ધ્યાને આવતા સરખેજ પોલીસ દ્વારા આ કૌભાંડ બહાર લાવવામાં આવ્યું હતું.



સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એસ.જી.દેસાઇ જ્યારે કોમ્બિંગમાં હતા તે દરમિયાન તેમણે જોયું કે ફતેહવાડી વિસ્તારમાં એક દુકાન આગળ બોર બનાવેલો છે. તેમણે દુકાનની અંદર ગયા તો દુકાનમા હજાર ફિરોઝ પઠાણ પોલીસ ઉપર ગુસ્સે થઈ ગયો હતો અને પોલીસને પોતાની મિલકત ઉપરથી જતું રહેવા કહ્યું હતું. જેના કારણે પોલીસને શંકા જતાં તેમણે વધુ તપપસ કરી તો જાણવા મળ્યું કે ફિરોઝે પોતાની દુકાન બહાર કોર્પોરેશન કે સરકારની મજૂરી વગર ગેરકાયદેસર બોર બનાવ્યો છે અને તેટલું જ નહીં પણ આસપાસની સોસાયટીઓમાં 150 જેટલા ઘરમાં તે ગેરકાયદેસર પાણીનો સપ્લાય પણ કરે છે.

ફિરોઝે આ બોર 7 વર્ષ પહેલા બનાવ્યો હતો. તે પોતાના વિસ્તારમાં 150 જેટલા ઘરોમાં ગેરકાયદેસર પાનનો સપ્લાય કરો હતો અને ઘર દીઠ 550 રૂપિયા ઉઘરાવતો હતો આમ તેને સાત વર્ષમાં 70 લાખ જેટલા રૂપિયા લોકો પાસેથી લઈ લીધા હતા. સરખેજ પોલીસ દ્વારા બોરને સીલ કરીને ફિરોઝ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. ફિરોઝ અગાઉ પણ વીજચોરીના ગુનામાં પકડાયો હતો.



સરખેજ પોલીસ ઈન્સ્પેકટર એસ.જી.દેસાઇએ જણાવ્યુ હતું કે, “ફિરોઝે ગેરકાયદે બોર બનાવ્યો હોવા અંગે અમે કોર્પોરેશનને જાણ કરી છે. ગુરુવારે કોર્પોરેશનની ટીમ ઘટના સ્થળે આવશે અને કાયદેસરની કાર્યવાહી કરશે. તેમજ બોરમાંથી પાણી ખેંચવા અને પાણી સપ્લાય કરવા માટે ફિરોઝે ગેરકાયદેસર વીજ જોડાણ લીધા હોવાથી આ અંગે જીઈબી અને ટોરેન્ટને પણ જાણ કરી છે. જેટલા પણ ઘરોમાં ગેરકાયદેસર પાણીનો સપ્લાય જતો હતો તેમના ગેરકાયદેસર જોડાણો પણ કોર્પોરેશન દ્વારા કાપવામાં આવશે.”



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular