Wednesday, July 1, 2026
HomeGeneralઅરવલ્લીમાં ખેડૂત સંગઠન અને મોડાસા APMCના ચક્રવ્યુહમાં ખેડૂત ફસાયો, ભ્રષ્ટાચારના આક્ષેપો પછી...

અરવલ્લીમાં ખેડૂત સંગઠન અને મોડાસા APMCના ચક્રવ્યુહમાં ખેડૂત ફસાયો, ભ્રષ્ટાચારના આક્ષેપો પછી કર્મચારીઓ કામગીરીથી અડઘાં..!!

- Advertisement -




નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના મોડાસા એપીએમસી માર્કેટ યાર્ડ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓમાં રહ્યું છે, ત્યારે વધુ એક માર્કેટ યાર્ડના કર્મચારીઓ પર ભ્રષ્ટાતાર કરાતો હોવાના આક્ષેપથી ખળભળાટ મચી જવા પામ્યો છે, જેને લઇને કર્મચારીઓએ જાહેર હરાજી કરવાના કામથી અડઘાં રહેવાનો નિર્ણય કરતા માર્કેટ યાર્ડમાં ખેડૂતોની લાંબી કતારો જોવા મળી અને ટ્રેક્ટર્સ પણ મોટી સંખ્યામાં માર્કેટ યાર્ડમાં આવી પહોંચ્યા, જેને લઇને ખેડૂતોએ હાલાકીઓનો સામનો કરવો પડ્યો છે.

મોડાસા માર્કેટ યાર્ડમાં આવી પહોંચેલા ખેડૂતોએ હાલાકીઓનો સામનો કરવો પડતાં ખેડૂતોએ પણ જણાવ્યું કે, રાજકીય રોટલા શેકવાના સ્ટંટ ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોએ રોષ ઠાવલી જણાવ્યું કે, ડિઝલનો ભાવ 100 રૂપિયા ઉપર પહોંચી ગયો છે આ વચ્ચે ખેડૂતોને હાલાકીઓનો સામાનો માત્ર રાજકીય સ્ટંટથી કરવો પડી રહ્યો છે.



મોડાસા APMC ના કર્મચારીઓ કેમ કામથી અડઘાં રહ્યા, તે પણ જાણો

- Advertisement -

વહેલી સવારથી જ મોડાસા માર્કેટ યાર્ડમાં ખેડૂતો પોતાની જણસી લઇને આવ્યા હતા, જોકે 10 મે ના રોજ ખેડૂત એકતા મંચ દ્વારા કર્મચારીઓ પર કરવામાં આવેલા આક્ષેપને લઇને તેઓ નારાજ હતા. આ અંગે મોડાસા એપીએમસી ના ચેરમેનને આવેદન પત્ર આપીને નિષ્પક્ષ તપાસ અને ખોટા આક્ષોપો દૂર થાય તેવી રજૂઆત કરીને કામથી અડઘાં રહેવાનો નિર્ણય કર્યો હતો, જેને લઇને વહેલી સવારથી જ મોડાસા માર્કેટ યાર્ડમાં જાહેર હરાજીનું કામકાજ બંધ રહ્યું હતું.

ખેડૂત એકતા મંચના આક્ષેપો શું હતા

મોડાસા APMC ના કર્મચારીઓ પર ખેડૂત એકતા મંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મોડાસા એપીએમસી માર્કેટ યાર્ડમાં કેટલાક કર્મચારીઓ દ્વારા ખેડૂતો પાસેથી 100 રૂપિયા રિશ્વત પેટે લેવામાં આવે છે, અને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. ખેડૂત એકતા મંચના આક્ષેપો બાદ મોડાસા માર્કેટ યાર્ડમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને કર્મચારીઓમાં પણ એક રોષ પ્રગટ્યો હતો અને કામથી અડઘાં રહેવાનો નિર્ણય કર્યો હતો.



પોલિસટિક્સ પ્રપંચ વચ્ચે ખેડ઼ૂતોને ખોટ !

- Advertisement -

ખેડૂત એકતા મંચ દ્વારા કર્મચારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો અને તેમણે પણ ખેડૂત એકતા મંંચ સામે બાંયો ચઢાવી, પરિણામ એ આવ્યું કે, બંન્ને લડાઈ વચ્ચે બિચારો ખેડૂતો ફસાઈ ગયો. આ અંગે ખેડૂતોને કોઇ જ જાણ ન હોવાથી ખેડૂતો પોતાની જણસી લઇને 100 રૂપિયથી ઉપરના ભાવે ડિઝલ પુરાવી આવી પહોંચ્યો અને ધરમનો ધક્કો ખાધો,જેથી જણસી તો ન લેવાઈ પરંતુ ખોટ ખાવાનો વારો આવ્યો. ખેડૂત એકતા મંચના આક્ષેપોને લઇને મોટી સંખ્યામાં જણસી લઇને આવી પહોંચેલા ખેડૂતોને હાલાકીઓનો સામનો કરવો પડ્યો, જોકે આ બાબતે સત્યતા શું છે, તેના સાચા પુરાવાઓ સામે લાવવા જોઇએ તે પણ લોકો કહી રહ્યા છે. આક્ષેપોથી રાજકીય રોટલા શેકવાનું બંધ થાય તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
PART 49 : ગોપાલે નીશીને આલીંગનમાં લીધી, બંન્નેના શ્વાસની ઝડપ એકદમ વધી ગઈ જાણે હ્રદય ફાટી બહાર નીકળી જશે



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular