Tuesday, September 8, 2026
HomeGeneralસુરેન્દ્રનગરમાં સાળાની અંતિમવિધિમાં જતાં બનેવીનું પણ અકસ્માતમાં મોત, કાર અને રિક્ષા ધડાકાભેર...

સુરેન્દ્રનગરમાં સાળાની અંતિમવિધિમાં જતાં બનેવીનું પણ અકસ્માતમાં મોત, કાર અને રિક્ષા ધડાકાભેર ભટકાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના કોઠારિયા નજીક એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે આ વ્યક્તિનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું ઉપરાંત આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજાઓ થતાં તેમને સારવાર માટે સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજ ખાતે ખસેડાયા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન પોતાના સાળાના મૃત્યુના સમાચાર મળતાં તેમની અંતિમવિધિમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે જ અકસ્માતમાં તેમનું પણ મોત થતાં પરિવારમાં શોકની લાગણી છે.



પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગરના કોઠારિયા અને ઝમ્મર વચ્ચે રિક્ષા અને કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. રિક્ષામાં સવાર મગનભાઈ રામજીભાઈ સોલંકીને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે. ઉપરાંત રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ થઈ છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર હોસ્પિટલમાં દાખલ રિક્ષા ચાલકની હાલત સ્થિર છે હાલ તેમની તબીયત અંગે વધુ વિગતો મળી રહી નથી.
મગનભાઈ રામજીભાઈ સોલંકીના સાણંદ ખાતેના સાળાના મૃત્યુના સમાચાર મળતા તેઓ દિગસર રિક્ષા લઈને આવી રહ્યા હતા.

દરમિયાન કાર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં સ્થળ પર જ મગનભાઈ સોલંકીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. તેમની લાશને પોલીસ દ્વારા પોસ્ટ મોર્ટમ માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસે પોસ્ટ મોર્ટમની પ્રક્રિયા બાદ પરિવારને અંતિમવિધી માટે ડેડબોડી સોંપી હતી. ઉલ્લેખનીય છે કે હાલ છેલ્લા કેટલાક દિવસોથી સુરેન્દ્રનગરમાં સતત અકસ્માતોના અહેવાલો મળી રહ્યા છે. આ ઘટનામાં કાર ચાલક અકસ્માત થયા પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

- Advertisement -




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular