Saturday, April 18, 2026
HomeGeneralઅક્ષય તૃતીયામાં ૨૦થી ૨૨ સોનાના વેચાણનો ત્રણ વર્ષનો નવો ઉચ્ચાઆંક

અક્ષય તૃતીયામાં ૨૦થી ૨૨ સોનાના વેચાણનો ત્રણ વર્ષનો નવો ઉચ્ચાઆંક

- Advertisement -

ભાવ ઘટી રૂ. ૫૦,૦૦૦ ત્યારે ઘરાકી ના નીકળી પણ રૂ. ૫૨૦૦૦એ ધૂમ લેવાલી

બિલ્ડરો પણ અક્ષય તૃતીયાનાં તહેવારમાં વધુ ઘરો વેચવા સોના-ચાંદી બજાર સાથે સ્પર્ધામાં ઉતર્યા

- Advertisement -

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): અક્ષય તૃત્યાંનાં શુભ અવસરે ભારતના મધ્યમ અને ઉચ્ચ મધ્યમવર્ગે અંદાજે ૧૫થી ૧૭ ટન સોનાની ખરીદી કરી હતી. આજે મુંબઈ સહિત દેશભરના જવેલરોને ત્યાં ગ્રાહકોની ઉપસ્થિતિ દાખવતી હતી કે જવેરી બજારોમાં ફુગાવાની કોઈ અસર આખા ભારતમાં ક્યાંય જોવાઈ ન હતી. દાનાભાઈ જ્વેલર્સના અશોક મિનાવાલાએ કહ્યું કે આ વર્ષે અમને વિચિત્ર અનુભવ જોવા મળ્યો છે. તાજેતરમાં ભાવ ઘટીને ૧૦ ગ્રામ દીઠ રૂ. ૫૦,૦૦૦ થયો ત્યારે બહુ બધા ગ્રાહકો દુકાને ચઢતા ન હતા. છેલ્લા એક સપ્તાહમાં ભાવ રૂ. ૫૩,૦૦૦થી ઘટીને આજે રૂ. ૫૧,૦૦૦થી રૂ. ૫૨,૦૦૦ થતાં શુભમુહૂર્તો અને લગ્નસરાના ગ્રાહકોએ સોનાના આભૂષણો અને સિક્કાની ધૂમ લેવાલી કરી હતી. ગ્રાહકો માની રહ્યા છે કે નબળા રૂપિયાને લીધે સોનાના ભાવ ઘટવા કરતાં વધવાના સંયોગો ઉજળા છે.


ઇંડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના સ્પોકપર્સન અને ઉમેદમલ ત્રિલોકચંદ ઝવેરીના કુમાર જૈને કહ્યું હતું કે દેશભરમાંથી આવતા અહેવાલો કહે છે કે મોડી રાત સુધીમાં અંદાજએ ૨૦થી ૨૨ ટન સોનાનું વેચાણ થશે. જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ હશે. જે રીતે વેચાણ જોવાઈ રહ્યું છે તેના આધારે કહી શકાય કે આગામી તહેવારોમાં અંદાજએ ૪૦ લાખ લગ્નોની ઉજવણી થશે. બુલિયન એનાલિસ્ટ ભાર્ગવ વૈધય કહે છે કે લોકોને હવે ચલણી નાણાં પર વધુ વિશ્વાસ નથી રહ્યો. યુક્રેન યુધ્ધમાં એવા જ લોકો દેશ છોડી જવા ઉત્સુક હતા, જેમની પાસે કરન્સી કરતાં સોના સ્વરૂપે વધુ બચત હતી. તેમણે ભારતીય લોકોના સોના પ્રત્યેના આકર્ષણ મુદ્દે એક નવી વાત કરી હતી, જો ભારતને છીંક આવે તો પણ આખા જગતના ગોલ્ડ ઉધ્યોગને તાવ આવે.

મેસર્સ મેઘાજી વનેચંદના અનિલ સંઘવીએ કહ્યું કે આ વર્ષે બિલ્ડરો અક્ષય તૃત્યાંનાં તહેવારમાં વધુ ઘરો વેચવા સોના ચાંદી બજાર સાથે સ્પર્ધામાં ઉતર્યા છે. એક બિલ્ડરે જો તમે રૂ. ૨.૪૫ કરોડના ખર્ચે ૭૫૦ ફૂટ કાર્પેટનો ફ્લેટ, આજે બુક કરાવશો તો ગ્રાહકને રૂ. ૫ લાખ જ્વેલરી ખરીદીનું વાઉચર ગિફ્ટ આપવામાં આવશે. જુદા જુદા બિલ્ડરોએ આવા પ્રકારની અનેક સ્કીમો મૂકી છે.

- Advertisement -

અશોક મિનાવાલા કહે છે કે આ વર્ષે અક્ષય તૃતીયા અગાઉ ઊંચા ભાવને લીધે એડવાંન્સ ખરીદી માત્ર ૨૫થી ૩૦ ટકા જ જોવાઈ હતી. પણ આજે ગ્રાહકોમાં જબરો ઉત્સાહ હતો. અમારી દુકાનમાં આવતા પરંપરાગત ગ્રાહકો કહેતા હોય છે કે આજના અક્ષય તૃત્યાંના દિવસે અમે સોનાને ઘરે લઈ જઈને લક્ષ્મી, જે સમૃધ્ધિની દેવી છે, તેનો ગૃહપ્રવેશ કરાવીને, અમાર ઘરની બરકતમાં વધારો કરવાના આશીર્વાદ માંગીએ છે.

બેંગલોર સ્થિત મેલોરા ગોલ્ડએ અક્ષય તૃતીયા નિમિત્તે એક સર્વેનું આયોજન કર્યું હતું. તેમાંથી એવું તારણ નીકળ્યું કે ફુગાવાદર વૃધ્ધિ છતાં ભારતના ૮૯ ટકા લોકો સોનું ખરીદવા ઈચ્છે છે. આ સર્વેમાં ૨૦થી ૩૯ વર્ષની ઉમરના લોકોને આવરી લેવાયા હતા. તેમાંના મોટા ભાગના લોકોએ કબૂલ્યું હતું કે સોનું ખરીદવું એ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને રૂપિયાની ખરીદ શક્તિના હેજિંગ (સલામતી) માટે અત્યંત યોગ્ય છે. ચારમાંથી ત્રણ લોકોએ કહ્યું હતું કે અમે અમારા લોકરમાં પડેલા સોનાને બહાર કાઢીને પહેરવાનું જ ભૂકી ગયા છીએ. અમે સોનાને સાચવવા બેંક લોકરનું ભાડું રૂ. ૧૫૦૦થી ૨૦૦૦ ચૂકવી છીએ.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular