Thursday, September 3, 2026
HomeGeneralગુણાતીત સ્વામીનું મૃત્યુનું કારણ ફાંસો હોવાનો PM રિપોર્ટમાં ઘટસ્ફોટ

ગુણાતીત સ્વામીનું મૃત્યુનું કારણ ફાંસો હોવાનો PM રિપોર્ટમાં ઘટસ્ફોટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: સતત વિવાદો વચ્ચે રહેતા વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીનું આજે નિધન થયું છે. તેમના અચાનક ચીરવિદાયને પગલે વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. સ્વામી ગુણાતીતનું અચાનક નિધન થતાં તેમના ભકતોમાં નિધનને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈ કાલે મોડી રાતે ગુણાતીત સ્વામીનું હાર્ટ અટેક આવવાથી મૃત્યુ થયું હતું, પરંતુ તેમના ગળાના ભાગે રહેલા નિશાનો બીજી શંકાઓ ઉપજાવે તેવા હતા. આ ઘટનાને પગલે પોલીસે તેમનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટ મોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં તેમનું મોત હેંગીંગ (ફાંસો) હોવાનો ઘટસ્ફોટ થયો છે.



ગુણાતીત સ્વામીનું આવી રીતે અચાનક નિધન થતાં કેટલાક ભક્તો તપાસની અરજી લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ભક્તોને ગુણાતીત સ્વામીના નિધનમા કોઈ શંકા થતી હોવાના કારણે તેમણે તપાસની માગ કરી હતી. ભકતોનું કહેવું હતું કે જો ગુણાતીત સ્વામીના નિધનની તપાસ કરવામાં આવે તો ઘણા તથ્યો બહાર આવી શકે તેમ છે. બીજી તરફ ગુણાતીત સ્વામીના નિધન બાદ વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૌતમ સ્વામી પણ હરિધામ સોખડા આવી પહોંચ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી હરિધામ સોખડા મંદિર મેનેજમેન્ટના પ્રશ્નોના કારણે વિવાદોમાં રહ્યું હતું જેના કારણે આ અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ તેની અર્જન્ટ સુનાવણી કરી હતી. કોર્ટ દ્વારા હરિધામ સોખડામાં બંધક બનાવેલા 180 જેટલા સંતોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. જેમાં આ સંતોને 4 મહિના સુધી ખરાબ રીતે હેરાન કર્યા હોવાની પણ કોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી હતી. ત્યાર બાદ કોર્ટે આ સંતોને અલગ અલગ આશ્રમમાં રોકવાની સૂચના આપી હતી તેની સાથે જ તેમના પાસપોર્ટ અને અન્ય જરૂરી વસ્તુઓ પણ પરત કરવાનો કોર્ટે આદેશ કર્યો હતો. હવે તેમની અરજી પ્રમાણે પોલીસે આખરે આ મામલે પોસ્ટ મોર્ટમ કરવાનો નિર્ણય કર્યો હતો. પોસ્ટ મોર્ટમમાં આ ઘટનામાં ગુણાતીત સ્વામીનું મૃત્યું ફાંસો લગાવવાને કારણે થયું છે તેવું પ્રાંરંભીક તારણ સામે આવ્યું છે, આ ઉપરાંત પોસ્ટ મોર્ટમ દરમિયાન તેમના વિશેરા લેવાયા છે જેની વધુ તપાસ બાકી છે. માટે આગામી સમયમાં સચોટ કારણ આ રિપોર્ટ આવ્યા પછી સામે આવશે તેવું પોલીસનું કહેવું છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular