નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ હાલમાં જ કોંગ્રેસના જુના જોગી એવા ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા કોંગ્રેસ છોડી આપમાં જોડાયા, કોંગ્રેસના લડાયક નેતા જયરાજસિંહ પરમાર સહિતના નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા, આવા ઘટનાક્રમો કોંગ્રેસ માટે ઘણા હાનીકારક છે અને તે પણ ત્યારે જ્યારે વિધાનસભા ચૂંટણી દરવાજે ઊભી છે. આવા જ સમયે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને સિનિયર નેતા એવા કૈલાશ ગઢવીએ હાલમાં જ આમ આદમી પાર્ટીના કદાવર નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.
કૈલાશ ગઢવી દ્વારા કેજરીવાલ સાથેની મુલાકાતનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો જેને કારણે તેમના આમ આદમી પાર્ટીમાં જોડાવાના ગણગણાટને વાચા મળી ગઈ હતી. તેમણે અગાઉ લખ્યું હતું કે, હવે પાર્ટીમાં થાક બહુ લાગ્યો છે. ચાલો કાંઈક નવું કરીએ, જ્યારે તેમણે અહીં દર્શાવેલો ફોટો શેર કરતાં લખ્યું છે કે, કૈલાસદાન કે ગઢવીનો હાથ આમ આદમી પાર્ટીને સાથે. જય માતાજી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા કૈલાસ ગઢવીએ કહ્યું હતું કે, મને કોંગ્રેસમાં નવસર્જન કે નવો દોરી સંચાર જેવું કંઈ જોવા મળી રહ્યું નથી, તેથી 300 જેટલા કાર્યકર સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઉં છું. પ્રાપ્ત વિગતો અનુસાર તેઓ આવતીકાલે આમ આદમી પાર્ટીમાં વિધિવત જોડાય તેવી શક્યતાઓ છે.
कैलाशदान के गढवी का हाथ 🙏। आम आदमी पार्टी के साथ 🤝॥। 🙏💐जय माताजी 💐🙏@ArvindKejriwal @isudan_gadhvi @Gopal_Italia @PTI_News pic.twitter.com/qZbtqE193j
— C A Kailash k Gadhvi (@kailashkgadhvi) April 23, 2022
सत्ता पाने या सरकार बनाने की कट्टर संकल्प के अभाव मै पिछले काफ़ी समय से कोंग्रेस का नेत्रित्व गुजरात मै सरकार बनाने मै असफल रहा है इससे सबसे ज़्यादा नुक़सान ज़मीन से जुड़े उन कार्यकर्तावों का होता है जो दिन रात मेहनत करते है अब थकान बहुत हो गई है – चलो कुछ नया करते है @AICCMedia
— C A Kailash k Gadhvi (@kailashkgadhvi) April 22, 2022








