Thursday, April 16, 2026
HomeGujaratમુંબઈમાં એક ખુંખાર ગુનેગારને પકડવા ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ વોચમેન-સફાઈ કામદાર તરીકે નોકરી...

મુંબઈમાં એક ખુંખાર ગુનેગારને પકડવા ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ વોચમેન-સફાઈ કામદાર તરીકે નોકરી લાગ્યો પછી શુ થયુઃ જુઓ Video

- Advertisement -

2019થી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ શોધી રહી હતી, ઘટનાની શરૂઆત અમદાવાદના માણેકચોક વિસ્તારથી શરૂ થાય છે, દિવાળીનો દિવસ હતો, સોના ચાંદીના વેપારીઓ ધનતેરસના દિવસે ધનની પુજા કરી રહ્યા હતા ત્યારે એક સોનીની દુકાનમાંથી 23 લાખના સોનાની ચોરી થાય છે, પહેલા સ્થાનિક પોલીસ તપાસ સંભાળે છે, સ્થાનિક પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પણ પોતાની રીતે તપાસ શરૂ કરે છે, ક્રાઈમ બ્રાન્ચ પોતાની કામ કરવાની આદતને કારણે બારીક બારીક ઘટના તપાસી રહી હતી ત્યારે તેમને એક મોટર સાયકલનો નંબર હાથ લાગે છે, આ મોટર સાયકલ સવારની અવરજવર ત્યાં હતી, મોટર સાયકલના નંબરના આધારે તપાસ આગળ વધે છે તો જાણકારી મળે કે આ મોટર સાયકલ તો શીવલાલ યાદવની છે જેનો મોટો ફાઈનાન્સનો ધંધો છે, ચોરીના કેસમાં શીવલાલ યાદવની શોધ કરતા તેનો કોઈ પત્તો લાગતો નથી ત્યારે જાણકારી મળી કે શીવલાલની ફાઈનાન્સની સી જી રોડ ઉપર ઓફિસ છે.



ક્રાઈમ બ્રાન્ચ સીજી રોડની ઓફિસ ઉપર પહોંચે છે પણ તે મળતો નથી, પરંતુ એક મોબાઈલ નંબર મળે તેની ઉપર સંપર્ક કરતા જાણકારી મળી કે શીવલાલ અમદાવાદના ચાંદખેડામાં એક મકાન ભાડે રાખી રહે છે, ક્રાઈમ બ્રાન્ચ ચાંદખેડા પહોંચે છે ત્યા જતાં ખબર પડે છે કે એક દિવસ પહેલા શીવલાલ મકાન ખાલી જતો રહ્યો છે, પોલીસની તપાસ ત્યાં અટકી જાય છે, પણ મહેનત ચાલુ છે આ દરમિયાન પોલીસને એક ટ્રાન્સપોર્ટ કંપનીની જાણકારી મળે છે, જેમાં શીવલાલનો સામાન ગયો, પોલીસ ટ્રાન્ટપોર્ટરને ત્યાં પહોંચે છે, ત્યાંથી માહિતી મળી કે સામાન મુંબઈના નાલાસોપારા ગયો હતો, ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ પહોંચે છે, જે સરનામુ મળ્યુ ત્યાં એક સ્ત્રી મળે છે, તે સ્ત્રીનો દાવો હતો કે તે શીવલાલની પત્ની હતી, પણ તેમના વચ્ચે લાંબા સમયથી કંકાસ ચાલતો હોવાને કારણે તેણે શીવલાલથી છુટાછેડા લઈ લીધા છે. પણ તે પોલીસને ખાતરી આપે કે શીવલાલની કોઈ માહિતી મળે તો ક્રાઈમ બ્રાન્ચને જરૂર જાણ કરશે.

ક્રાઈમ બ્રાન્ચની તપાસ ફરી અટકે છે, છતાં સમયાનંતરે ક્રાઈમ બ્રાન્ચની ટીમ મુંબઈ જાય છે પણ પ્રત્યેક વખતે શીવલાલની પુર્વ પત્ની જ પોલીસને મળે છે,.શીવલાલ યાદવ કયા ગયો તેનો કોઈ પત્તે લાગતો નથી, જાણે તેને જમીન ગળી ગઈ હોય તેવુ લાગી રહ્યુ હતું સમય ખાસ્સો વિતી ગયો ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ બદલાઈ ગયા, પણ શીવલાલ યાદવ વોન્ટેડ કેસની ફાઈલ ખુલ્લી રહી હતી, એક વર્ષ પહેલા ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે પ્રેમવિર સિંગ, ડીસીપી ચૌતન્ય માંડલીક અને એસીપી તરીકે ડી પી ચુડાસમાં આવ્યા તેમણે જુના પડતર કેસોના કાગળો જોયા ફરી એક વખત શીવલાલ યાદવનો કેસ સામે આવ્યો, તેમણે પોલીસ ઈન્સપેકટર એસ એમ પટેલને બોલાવી આ બાબતની તપાસ તેજ કરવા સુચના આપી ફરી ક્રાઈમ બ્રાન્ચની ટીમ હરકતમાં આવી.



આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચનો એક કોન્સટેબલ ડીસીપી માંડલીક પાસે નવી માહિતી લઈ આવ્યો તેણે જાણકારી આપી કે અમદાવાદમાં 2016-2019 સુધી ફાઈનાન્સર તરીકે ધંધો કરતો શીવલાલ યાદવ જેને આપણે શોધીએ છીએ તેનું સાચુ નામ શીવલાલ યાદવ નથી તેનું સાચુ નામુ મનિષ સિંગ છે, ડીસીપી માંડલીકે પોતાના ટેકનીકલ ટીમને બોલાવી અને મનિષ સિંગ નામના આરોપીનો રેકોર્ડ હોય તો લઈ આવવાની સુચના આપી, પણ જેવો રેકોર્ડ સામે આવ્યો અધિકારીઓની આંખો ચાર થઈ ગઈ કારણ મનિષ સિંગ સુભાષસિંગ ઠાકુર ગેંગનો સભ્ય હતો તેણે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ અને ગુજરાતમાં થઈ 19 ગુનાઓને અંજામ આપ્યો હતો, તેની ઉપર પચાસ હજારનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યો હતો, તેણે અનેકને મોતને ઘાટ ઉતારી લાખો રૂપિયાની ખંડણી ઉધરાવી હતી, ઉત્તર પ્રદેશ, મુંબઈ અને ગુજરાત પોલીસ તેને શોધી રહી હતી.

- Advertisement -

2014માં તેણે બોટાદના એક પેટ્રોલપંપ ઉપર ગોળીબાર કરી બે વ્યકિતઓની હત્યા કરી હતી, ક્રાઈમ બ્રાન્ચે બોટાદ પોલીસ પાસેથી હત્યા વખતના સીસી ટીવી ફુટેઝ મંગાવ્યા, પોતાના બાતમીદારોને બોલાવી ફુટેઝ બતાડયા એક બાતમીદારે કહ્યુ આ તો રાજુ છે, રાજુ કોણ તેવો પ્રશ્ન પુછાયો ત્યારે તેણે કહ્યુ મનિષ સિંગ છે આમ ક્રાઈમ બ્રાન્ચ શીવલાલ યાદવને હળવાશથી લઈ લઈ રહી હતી તે તો ખુંખાર હતો તેણે મુંબઈના એક બાર માલિકની પણ જાહેરમાં હત્યા કરી હતી મનિષ પકડવા ત્યારે તત્કાલીન એડીશનલ કમિશનર રાકેશ મારીયા પણ તેની પાછળ પડયા હતો પણ તે ભાગી છુટવામાં સફળ રહ્યો હતો તે ઉત્તર પ્રદેશ પોલીસના જાપ્તામાંથી પણ ભાગી છુટયો હતો આમ 2014માં ગુજરાતમાં ડબલ મર્ડર કર્યા પછી તેણે 2016માં શીવલાલ નામ ધારણ કરી અમદાવાદમાં રહેવાની શરૂઆત કરી હતી.



ડીસીપી માંડલીકે મુંબઈના પોતાના સંપર્કોને એલર્ટ કર્યા થોડાક જ સમયમાં ઉત્તર આવ્યો કે મનિષ સિંગ નાલાસોપાર પોતાના ફલેટ ઉપર આવે છે પણ કયારે આવે કયારે જાય તે નક્કી હોતુ નથી, એટલે ઓપરેશન મુશ્કેલ હતું, સુભાષસિંગ ગેંગની ત્રણ ખાસીયત હતી એક તો તેની ગેંગના સભ્યએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહીં, બીજુ પોતાનું સાચુ નામ કયારેય કોઈને કહેવુ નહીં અને ત્રીજુ પોતાનું ઘર કોઈને પણ બતાડવુ નહીં, આ ત્રણ ખાસીયતને કારણે મનિષ સિંગ ઉર્ફે શીવલાલ પોલીસવની પકકડથી બહાર હતો પણ હવે ક્રાઈણ બ્રાન્ચની ટીન તૈયાર હતી પી એસ આઈ જે બી બુધેલીયા, હેડ કોન્સબલ મહાવિરસિંહ અને કિશોરકુમાર મુંબઈ જવા રવાના થયા, ચોક્કસ મુકામ ઉપર પહોંચી ગયા, પણ મનિષ કયારે આવશે તેની ખબર ન્હોતી, સતત વોચમાં રાખવામાં આવે તો શાતીર મનિષ પોલીસની મુવમેન્ટ ઓળખી જાય તેમ હતો.

મુંબઈ પહોંચેલી ક્રાઈમ બ્રાન્ચ નવી ઓળખ ધારણ કરી મનિષના એપાર્ટમેન્ટમાં વોચમેન અને સફાઈ કામદારની નોકરી મેળવી લીધી, પોલીસ માટે આ કામ મુશ્કલ હતું, પણ દિવસો પસાર થવા લાગ્યા પણ મનિષ આવ્યો નહીં, વોચમેન અને સફાઈ કામદારની નોકરી કરતી પોલીસ થાકી ગઈ, વીસ દિવસ થઈ ગયા, ટીમે ડીસીપી માંડલીકને ફોન કર્યો, કહ્યુ સાહેબ ઈન્ફરમેશન સાચી લાગતી નથી અમે પાછા ફરીએ માંડલીકે કહ્યુ આટલા દિવસ રાહ જોઈ છે તો થોડા દિવસ વધુ રાહ જુવો, ટીમ રોકાઈ ગઈ અને શ્રાધ્ધ પક્ષ ચાલતુ હોવાને કારણે મનિષ પોતાના પિતાનું શ્રાધ્ધ કરવા ઘરે આવ્યો , ત્યાં વોચમેનના રૂપમાં હાજર પોલીસ જવાને તેને ઓળખી લીધો, બાકીની ટીમને એલર્ટ કરી અને મનિષ પોતાના ઘરમાં હતો ત્યાં જ તેને દબોચી લેવામાં સફળતા મળી હતી આમ શીવલાલને શોધવા નિકળેલી ક્રાઈમ બ્રાન્ચને ત્રણ વર્ષો 19 ગુનામાં વોન્ટેડ મનિષ સિંગ હાથ લાગ્યો છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular