Thursday, April 16, 2026
HomeGujaratવરસાદ આવે તેની બધા રાહ જુવે છે, અને વરસાદ આવે તો અમને...

વરસાદ આવે તેની બધા રાહ જુવે છે, અને વરસાદ આવે તો અમને ફાળ પડે છે

- Advertisement -

આપણે કાયમ આપણા સુખ અને દુખને આપણા આપણા પોતાના પરિપ્રેક્ષમાં જ જોતા હોઈએ છીએ, પણ આપણને જેમાં સુખ મળે તે કોઈ બીજા માટે દુખનું કારણ હોય તેવી આપણને કલ્પના પણ આવતી નથી, અમે નવજીવન ટ્રસ્ટમાં નવજીવન સ્કુલ ઓફ જર્નાલીઝમ ચલાવીએ છીએ, હજી આ સપ્તાહે જ નવી બેંચનો પ્રારંભ થયો, અમે એક પરંપરા રાખી છી કે મારા પોતાના સહિત કલાસની દરેક વ્યકિત પોતાની જીવનની નાની મોટી તમામ ઘટનાઓ જેમાં સારી પણ હોય અને માઠી પણ હોય તેવી પોતાની જીવનકથા કહેવાની હોય છે,. મોટા ભાગના વિધ્યાર્થીઓ સામે આવી એક નાનકડા સમુહ સામે આવી બોલવાનો ડર પણ લાગતો હોય છે, આ ડર દુર કરવાનો પણ આ પ્રયાસ છે



એક પછી એક વિધ્યાર્થીઓ પોતાની વાત કરતા તેમાં બે વિધ્યાર્થીઓની વાત સાંભળી અંદાજ આવ્યો કે આપણી પાસે ઈશ્વરે આપેલુ ઘણુ છુ, છતાં નાહકના આપણે રડીએ છીએ, અમારા એક વિધ્યાર્થી છે રાજુ વાધેલા, અમદાવાદના દાણીલીમડા વિસ્તારના રહેવાસી છે, આમ તો ઉમંર ખાસ્સી છે પણ ભણવાની કોઈ ઉમંર હોતી, તેઓ પત્રકારત્વ ભણવા આવ્યા છે, આજે તેમની પાસે બધા જ પ્રકારની સંપન્નતા છે, પણ રાજુ વાઘેલા પોતાની વાત કરતા કહે છે, કે મારા પિતા મિલ મજુર હતા, પણ પગારમાં કયારેય પુરુ થતુ નહી, દેવુ જ કરવુ પડતુ, પગારના દિવસ લેણદાર મિલની બહાર ઉભા રહેતા પગાર તારીખે જ આખો પગાર લેણદાર લઈ જતા ઘર ચલાવવા ફરી દેવુ કરવુ પડતુ આમ અમે પગારમાં નહીં દેવામાં જ જીવ્યા

રાજુ કહે છે ઘર છાપરાવાળુ હતું જેમાં અંસખ્ય કાણા હતા, ચોમાસુ આવે એટલે બધા હરખેર વરસાદની રાહ જોતા અને અમને વરસાદનો ડર લાગતો કારણ વરસાદ આવે એટલે આખા ઘરમાં કાણાવાળા પતરામાંથી પાણી ટપકયા કરતુ અમે ઘરની નાની મોટી તપેલી અને વાટકીઓ સહિત બધા જ વાસણ પાણી ટપકતુ હોય ત્યાં મુકી આખી રાત બેસી રહેતા અને વાસણ ભરાય એટલે પાણી ઘરની બહાર ઠાલવી દેતા આમ ચોમાસાની રાતોની રાત અમે બેસીને પસાર કરતા હતા, રાજુ વાઘેલા કહે છે આમ તો હું નાટયકાર છુ આજે મારે પાસે સારૂ ઘર અને કાર પણ છે પણ અફસોસ એટલે જ મારી પાસે કાર આવી તેમાં મારા પપ્પાને બેસાડી શકયો નહી.



અમદાવાદથી વીસ કિલોમીટર દુર જેતપુર ગામ છે, 12માં સુધી અભ્યાસ કરનાર આલોક ચૌહાણ કહે છે, મારે કોલેજ કરવી હતી, પણ પપ્પા પાસે પૈસા ન્હોતા, તે કહે મારૂ ઘર તો આજે પણ રાજુભાઈ જેવુ છે આજે પણ વરસાદમાં મારા ઘરના પતરામાંથી પાણી પડે છે, આલોક રાત્રે ગ્રામ રક્ષક દળમાં નોકરી છે અને સવારે પત્રકારત્વ ભણવા આવે છે, આલોક કહે છે વેકેશન પડે એટવે બધા છોકરા સ્કુલમાં ખુશ થતાં કે અમે મામાના ઘરે જઈશુ, પણ હું વેકેશન પડે એટલે એટલા માટે રાજી થતો કે વેકેશનમાં હું નજીકમાં આવેલા ગોડાઉમાં ટ્રક લોડ-અનલોડ કરવાના કામે જઈશ જેથી કરી મારા પપ્પાને પૈસાની મદદ કરી શકુ, આલોકને પત્રકાર થવુ છે, મને રાજુ અને આલોક જેવા માણસો ગમે છે, કારણ તેઓ જે પરિસ્થિતિમાંથી પસાર થયા અને થઈ રહ્યા છે તેની આપણને કલ્પના નથી, રાજુ અને આલોક જેવા માણસો રોજ જીંદગી સામે લડે પણ તેઓ હારતા નથી કારણ હારવુ તેમને પરવડે તેમ નથી.



શ્રીમંત હોવાનું અભિમાન હોવુ જોઈએ નહીં તેવુ જ ગરીબ હોવાનો સંકોચ પણ થવો જોઈએ નહીં, પત્રકારત્વમાં મારો વ્યકિતગત મત એવો છે કે પત્રકારત્વમાં 95 ટકા મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી આવે છે, અને પાંચ ટકા કરતા પણ ઓછા અતિ સામાન્ય પરિવારમાંથી આવે છે, એટલે જયારે લોકોની સમસ્યા સમજવાનો અને તેમનો અવાજ બનવાનો વખત આવે છે ત્યારે સંઘર્ષ કરીને પત્રકાર થયેલા માણસને જ માણસની વેદના સારી રીતે સમજાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular