Saturday, July 4, 2026
HomeGeneralAmul: દૂધ અને છાશ બાદ બટર પણ મોંઘું થયું, કિલોએ 20 રૂપિયાનો...

Amul: દૂધ અને છાશ બાદ બટર પણ મોંઘું થયું, કિલોએ 20 રૂપિયાનો વધારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં અનેક જીવનજરૂરિયાત વસ્તુઓના ભાવ વધારા થઈ રહ્યા છે. તેવામાં મોંઘવારીના લિસ્ટમાં હવે કોઈ વસ્તુ બાકી રહ્યા નથી. શાકભાજીથી લઈને દૂધ સુધી તમામ વસ્તુના ભાવ વધારો થયો છે. ત્યારે હવે બટરના ભાવમાં પણ વધારો સામે આવ્યો છે.



અમુલ બટરના 100 ગ્રામ બટરના 50 રૂપિયા હતા જે નવા ભાવ અનુસાર 52 થયા છે. 500 ગ્રામ બટરના 245 રૂપિયા હતા જે 255 રૂપિયા થયો છે. જ્યારે 1 કિલો બટરનો ભાવ 530 રૂપિયા હતા જે 550 રૂપિયા પર થયો છે. અમૂલે 1 માર્ચના રોજ દૂધમાં ભાવ વધારો કર્યો હતો. ત્યાર બાદ ગુજરાતની લગભગ તમામ મોટી ડેરીઓએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. છેલ્લા બે વર્ષમાં દૂધના ભાવમાં 8 ટકાનો વધારો નોંધાયો છે.

છેલ્લા 2 વર્ષમાં અમૂલ દ્વારા તેના ફ્રેશ દૂધની શ્રેણીની કિંમતોમાં વાર્ષિક 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો ઉર્જા, પૅકેજીંગ, લૉજિસ્ટિક્સ, પશુ આહર અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણ એકંદર સંચાલન ખર્ચમાં વધારો થવાને લીધે કરવામાં આવી રહ્યો છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular