Saturday, July 4, 2026
HomeGeneralસુરત: પ્રેમી સાથેના સબંધ બાદ 21 વર્ષની વિદ્યાર્થિની ગર્ભવતી થઈ, હોસ્ટેલના બાથરૂમમાં...

સુરત: પ્રેમી સાથેના સબંધ બાદ 21 વર્ષની વિદ્યાર્થિની ગર્ભવતી થઈ, હોસ્ટેલના બાથરૂમમાં જન્મ આપી બાળકને ફેંકી દીધું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: નવજાત બાળકોને ત્યજી દેવાના કિસ્સાઓ રાજયમાં વધી રહ્યા છે. ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતની નર્સિંગ હોસ્ટેલના બાથરૂમમાંથી મૃત નવજાત બાળક મળી આવ્યું હતું. મૃત નવજાત બાળક હોસ્ટેલમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.



માહિતી અનુસાર, સગરામપુરાની જૂની મહાવીર નર્સિંગ હોસ્પિટલના હોસ્ટેલના બાથરૂમમાંથી મોડી રાત્રે કાળ કલરની પ્લાસ્ટિકની થેલીમાં એક બાળક મળી આવ્યું હતું. વિદ્યાર્થીની બાળક જોઈને ચોંકી ગઈ હતી. વિધાર્થીનીએ આ મામલે તાત્કાલિક હોસ્ટેલના આચાર્યાને જાણ કરી હતી. બાળકની તપાસ કરતાં નવજાત બાળક મૃત હોવાનું સામે આવ્યું હતું.

વોર્ડએ મૃત નવજાત બાળક અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, હોસ્ટેલની એક વિદ્યાર્થીની યુવકના પ્રેમમાં હતી. જેના થકી તેને ગર્ભ રહી ગયો હતો. ગર્ભ દૂર કરવા માટે એબોર્શનની દવાઓ પણ વિધાર્થીનીએ લીધી હતી તેમ છતા તેને ગર્ભ રહી ગયો હતો. વિદ્યાર્થીનીને 8મા માસે દુખાવો ઊપડતાં તેણે હોસ્ટેલના બાથરૂમમાં જ મૃત બાળકને જન્મ આપ્યો હતો.



નવજાત બાળક અંગે ભાંડો ફૂટી જતાં હોસ્ટેલમાં ખળભળાટ મચી ગયો હતો. 21 વર્ષીય વિદ્યાર્થીનીએ આવુ કૃત્ય કરતાં પ્રિન્સીપાલે પોલીસ ફરિયાદ આપતા 21 વર્ષની વિદ્યાર્થિની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular