નવજીવન ન્યૂઝ. અમદાવાદ: સુરત જેલમાં બંધ નારાયણ સાંઈએ જામીન મેળવવા માટે માતાની સારવારનું બનાવટી સર્ટિફિકેટ બનાવીને કોર્ટમાં રજૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. ગુજરાત હાઇકોર્ટને આ બાબત ધ્યાને આવતા તપાસનો હુકમ કરવામાં આવ્યો છે. ઉપરાંત સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સુરત જેલમાં બંધ નારાયણ સાંઇનું મુશ્કેલીમાં વધારો થયો છે. નારાયણ સાંઈ હાલ દુષ્કર્મ કેસમાં સુરતની લાજપોર જેલ જેલમાં છે. જેલમાંથી બહાર આવવા માટે નારાયણ સાંઈએ ખોટા ડૉક્યુમેન્ટ ઊભા કર્યા હતા. જામીન મેળવવા માટે નારાયણ સાંઈએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. આ અરજીમાં ડોક્ટરના લેટરપેડ પર તેની માતાએ હોસ્પિટલમાં સારવાર કરાવેલ હોવાનું ડોક્ટરનું સર્ટીફીકેટ ખોટી રીતે બનાવી જામીન મેળવવા માટે પ્રયત્ન કર્યો હતો.
જામીન મળ્યા બાદ હાઇકોર્ટમાં ફરિયાદ થઈ હતી કે નારાયણ સાંઈએ ખોટા જામીન મેળવ્યા છે. હાઈકોર્ટના ધ્યાનમાં આવતા કોર્ટે ભરૂચ એસ.પી. મારફતે તપાસ કરવાનો હુકમ કર્યો હતો. જેમની તપાસમાં આ સર્ટીફીકેટ બનાવટી હોવાનું સામે આવ્યું હતું. નારાયણ સાઈની કરતૂતોનો પર્દાફાશ થઈ જતા હવે તેની સામે વધું એક પોલીસ ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











