Saturday, July 4, 2026
HomeGujarat'હે સરકાર! તું આટલી ડરપોક કેમ છે?' કેસ પાછા ખેંચવાની માગ સાથે...

‘હે સરકાર! તું આટલી ડરપોક કેમ છે?’ કેસ પાછા ખેંચવાની માગ સાથે ગુજરાત વિધાનસભામાં આવેલા આંદોલનકારીઓને જવાબ મળ્યો તમે ‘બ્લેકલીસ્ટમાં છો’

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાતમાં વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરી રહેલા આંદોલનકારીઓ અને એમાંય ખાસ કરીને દલિત આંદોલનકારીઓ સામે સરકાર દ્વારા કરવામાં આવેલા કેસ પરત લેવા માટે માનનીય મંત્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્યની મળવાનો સમય લેવામાં આવ્યો હતો, જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના ગેટ નં.4 ઉપર આજે (04/04/2022) બપોરે 03:20 કલાકે પાસ કઢાવવા વિગતો આપતી વખતે જાણવા મળ્યું કે તમારું નામ બ્લેકલીસ્ટમાં છે એટલે જવા નહીં મળે.



આ બાબતે આંદોલનકારીઓ દ્વારા ત્યાં હાજર સ્ટાફને પૂછતાં જાણવા મળ્યું કે, આંદોલન કર્યું હશે તમે એટલે બ્લેકલીસ્ટમાં તમારું નામ છે. આ આંદોલનકારીઓ પૈકીના સુબોધ કુમુદે જણાવ્યું કે, બ્લેકલીસ્ટ તો કાળા નાણાં ધરાવનારનું મોદી સાહેબ જાહેર કરવાના હતા પણ એ કરવામાં ચૂંટણી ફંડ ખુટી પડે એટલે હવે કદાચ એ વિચાર પડતો મુકીને એનું સાટું નાગરિકો પાસેથી વાળવાનું નક્કી કર્યું છે.



તેમણે ઉમેર્યું કે, સરકાર નાગરિકોનો અવાજ ન સાંભળીને ભેદભાવપૂર્ણ વર્તન કરે અને નાગરિકો એ મુદ્દે રજૂઆત કરે ત્યારે તમે આંખ આડા કાન કરીને નાગરિકોને ચુપચાપ રહેવાનું ફરમાન જાહેર કરો એની વિરુદ્ધમાં કોઈ આવેદન આપીને રજૂઆત કરે એટલે સીધા બ્લેકલીસ્ટ કરી દેવાના? તમારી સરકાર આટલી મજબુત છે તો તમને કોનો ડર છે? નાગરિકોના પૈસે બનેલી વિધાનસભાની બિલ્ડીંગ જેમાં બેસીને તમે જાહોજહાલી ભોગવી રહ્યા છો એ જગ્યા તમારા વડીલોએ તમને વારસામાં આપેલી છે એમ આ રાજ્યની ભાજપ સરકાર વર્તી રહી છે. આટલી સુરક્ષા પેપર ફૂટે નહીં એના માટે રાખવામાં આવી હોત તો લાખો યુવાનોના સપના ના રોળાયા હોત. આટલી સુરક્ષા ગૌચર બચાવવા રાખી હોત તો આજે રખડતા ઢોરો માટે કાયદો લાવવાની ફરજ ના પડી હોત. આટલી સુરક્ષા ગુજરાતની દીકરીઓની કરી હોત તો આટલી બળાત્કારની ઘટનાઓ ના બની હોત.

- Advertisement -

હે સરકાર! તું આટલી ડરપોક કેમ છે?? આ દેશનું બંધારણ મને રજૂઆત કરવાની અને આંદોલન કરવાની પણ છૂટ આપે છે જ્યારે ભાજપ સરકાર નહીં,




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular