મુકેશ ગઢવી (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): અમદાવાદના એક યુવકની દારુની આદત ઘણી વધી ગઈ હતી. યુવકનું કહેવું છે કે મિત્રોની સાથે સાથે તે પણ આ દારુ પીવાની ટેવમાં ખુબ હોમાતો રહ્યો હતો. જોકે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ નશામુક્તિ કેન્દ્રની મદદથી દારુ છોડવાની પોતાની ઈચ્છાને સફળ રીતે પાર પાડી શક્યો હતો.
અમદાવાદના મુકેશ ગઢવી કહે છે કે હું આ નશામુક્તિ કેન્દ્રના સંપર્કમાં છેલ્લા 1 મહિના અને 7 દિવસથી છું અને તેમાં મને સારું એવું પરિણામ જોવા મળી રહ્યું છે. તેમણે એવું કહ્યું કે, મિત્રોની ખોટી સંગતને કારણે હું આ રસ્તે ઘણો આગળ વધી ગયો હતો. જોકે હવે જ્યારથી અહીંના કાર્યક્રમો અને વિવિધ નશા મુક્તિની કામગીરી દરમિયાન હું અહીં સારો અનુભવ કરી રહ્યો છું. આવો જાણીએ મુકેશ ગઢવી શું કહે છે. જુઓ વીડિયો…
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











