Saturday, July 4, 2026
HomeGeneralઅમને 25 વર્ષ આપ્યા અમને 5 તો આપો, ન ગમે તો બદલી...

અમને 25 વર્ષ આપ્યા અમને 5 તો આપો, ન ગમે તો બદલી કાઢજો: અરવિંદ કેજરીવાલે અમદાવાદનાં રોડ શોમાં કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણીની તૈયારીઓ કરવા આવ્યા છે ત્યારે આજે સવારે તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી જ્યારે હવે અત્યારે નિકોલમાં ‘તિરંગા યાત્રા’ કાઢીને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. નિકોલમાં ઉત્તમનગર પાસે આવેલા ખોડિયાર માતાના મંદિર પાસેથી દર્શન કરીને આ રોડ શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રોડ શોમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ગોપાલ ઈટાલિયા તેમજ ઈશુદાન ગઢવી સહીતના નેતાઓ જોડાયા હતા. આ રોડ શો ઠક્કરબાપાનગર બ્રિજ સુધી આયોજિત કરવામાં આવ્યો છે.



રોડ શો દરમિયાન ભગવંત માને જણાવ્યુ હતું કે, “અમે અહિયાંથી ખોડિયાર માતાના દર્શન કરીને આશીર્વાદ લીધા છે. અમે જે લડાઈ લડી રહ્યા છે તે લડવા માટે મા શક્તિ આપે. અહિયાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તિરંગા યાત્રામાં જોડાવા આવ્યા છે તેમની દેશભક્તિમા કોઈ કમી નથી. ભીડ અને તિરંગો કેજરીવાલ માટે નવી વાત નથી, પંજાબ તો જીતી લીધું હવે ગુજરાત જીતવાની વારી છે.”

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, “કેમ છો? મજામાં. નાની છોકરીઓના હાથમાં તિરંગો જોઈને મારૂ દિલ ખૂસ થઈ ગયું છે. અમે ગુજરાતમાં રાજનીતિ કરવા નહીં ભ્રષ્ટાચાર ખતમ કરવા આવ્યા છે. દિલ્હીમાં ભ્રષ્ટાચાર ખતમ કર્યો, પંજાબમાં 10 દિવસમાં ભ્રષ્ટાચાર ખતમ કર્યો હવે ગુજરાતમાં કરીશું. ગુજરાતમાં પૈસા માગે છે તેવો સવાલ પૂછાતા જ લોકોએ હામાં જવાબ આપ્યો હતો. 25 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન ચ્જે તેમ છતાં ગુજરાતમાં મોટા પ્રમાણમા ભ્રષ્ટાચાર થાય છે. અમે કોઈ પાર્ટીને ખરાબ નથી કહી રહ્યા, અમે અહિયાં ભાજપ કે કોંગ્રેસને હરાવવા નહીં પણ ગુજરાતનાં લોકોને જિતાડવા આવ્યા છે. એક મોકો આમ આદમી પાર્ટીને આપો. 25 વર્ષ આ લોકોએ રાજ કર્યું, એક મોકો અમને આપો. પાંચ વર્ષ તમને ન ગમે તો બદલી નાખજો.”



ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટી પોતાનું શક્તિપ્રદર્શન કરવા માગતી હોય તેવું આ રોડ શો દરમિયાન પ્રતીત થઈ રહ્યું હતું. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના ગુજરાતનાં કાર્યકર્તાઓ આ રેલીમાં ભાગ લેવા તિરંગો લઈને આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત આસપાસના રહીશો પોતાના ઘરના ધાબા અને છાપરા ઉપર ચઢીને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું અભિવાદન કરતાં નજરે પડ્યા હતા.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular