લતીફ ભાગ-28: ઇ.સ. 1993-94ની એ સવારનો સમય હતો, પોલીસવાન રોજ પ્રમાણે મીરઝાપુર મેટ્રોપોલીટન કોર્ટ Mirzapur Metropolitan Court માં આવી ઉભી રહી. વાન ઉભી રહેતા પહેલા બે પોલીસવાળા નીચે ઉતર્યા, તેમણે ચારે તરફ નજર કરી પણ તેમને બધુ વ્યવસ્થીત લાગ્યું. થોડી જ વારમાં તેમની પાછળ 30 વર્ષનો શરીફખાન Sharifkhan વાનમાંથી બહાર આવ્યો, તેના હાથમાં હાથકડીઓ હતી અને બાવડા દોરડાથી બાંધેલા હતાં. શરીફ Sharif ની પાછળ સબઈન્સપેક્ટર Subinspector ઉતર્યા અને પછી હથિયારધારી જવાનો પણ બહાર આવ્યા. પોલીસ રિમાન્ડ પુરા થતાં કોર્ટે તેને જેલ Jail માં મોકલી આપ્યો હતો, પણ કોર્ટના નિયમ પ્રમાણે તેને દર 14 દિવસે કોર્ટમાં રજુ કરવામાં આવતો હતો. શરીફ Sharif ને વાનમાંથી ઉતરતો જોઈ કેટલાકના ચહેરા ઉપર રોનક આવી, તે બધા લતીફ Latif ગેંગના ટપોરીઓ હતા, પણ શરીફ Sharif ને લઈ આવેલા પોલીસવાળાના ચહેરા ઉપર ખાસ ગંભીરતા ન્હોતી. શરીફ Sharif ને પકડવા માટે કેટલી મહેનત અને જીવ બાજી ઉપર લગાવી દેવો પડ્યો હતો તેની કલ્પના તેમને ન્હોતી. તેમને મન તો રોજ જેલ Jail માંથી તેઓ બીજા કેદીઓને લઈ કોર્ટમાં આવે છે તેવુ રોજનું જ કામ હતું.
થોડીવારમાં હિમંત કરી કોર્ટમાં ચક્કર મારી રહેલા લતીફ Latif ના ટપોરીએ પોલીસ પાસે આવી શરીફખાન Sharifkhan સાથે વાત કરવાની શરૂ કરી. પોલીસ Police એટલી બે ધ્યાન હતી કે પહેલા તો તેમણે શરીફ Sharif સાથે વાત કરી રહેલા ટપોરીઓને દુર ખસેડી દેવાના હતાં, પણ તેવુ પણ ના કર્યુ અને બીજી બાબત એવી હતી કે શરીફખાન Sharifkhan ટપોરીઓ સાથે શુ વાત કરી રહ્યો છે તે સાંભળવાની પણ તસ્દી લીધી નહીં. મુળ પઠાણકુળનો શરીફખાન Sharifkhan દેખાવે આકર્ષક લાગતો હતો. ખાસ કરી કોર્ટની મહિલા વકીલો Women lawyers તેને ધ્યાનથી જોતી હતી. આ જ શરીફખાન Sharifkhan છે તેવી જેમને ખબર હતી તેઓ શરીફ Sharif ને ધ્યાનથી જોતા હતાં કારણ કે તેમણે અખબારમાં શરીફખાન Sharifkhan ને પકડવા માટે ગીથા જોહરી Geetha Johri એ કેટલી મહેનત કરી હતી તે સમાચાર અખબારમાં વાંચ્યા હતાં. આ દરમિયાન ત્યાં 1 સ્કૂટર Scooter આવ્યુ, તે એક પોલીસવાળો હતો, તેણે યુનિફોર્મ ન્હોતો પહેર્યો, તે સ્કૂટર Scooter પાર્ક કરી બધા પોલીસવાળાને મળી હાથ મીલવવા લાગ્યો. તેણે એક ત્રાસી નજરે શરીફખાન Sharifkhan સામે જોયુ, શરીફે પણ તેની સામે જોયુ. પોલીસવાળાને મળી તે પોલીસવાળો ત્યા હાજર એક પીએસઆઈ PSI સાથે હાથ મીલાવ્યો. આ પીએસઆઇ PSI રીટાયરમેન્ટના આરે ઉભેલા સબઈન્સપેક્ટર Subinspector મરાઠી હતા અને મરાઠીમાં મોટા ભાઈને દાદા તરીકે સંબોધતા હોય છે. 1960માં મહારાષ્ટ્ર Maharashtra અને ગુજરાત Gujarat અલગ થયા ત્યારે ઘણા મરાઠીભાષીએ ગુજરાતમાં રહેવાનું પસંદ કર્યુ હતું અને જેમાંથી ઘણા ગુજરાત પોલીસ Gujarat Police માં જોડાયા હતાં. તેના કારણે મરાઠી ના હોય તેવી પણ પોતાની ઉમંર કરતી મોટી વ્યક્તિઓ દાદા કહેવાનો પોલીસમાં જુનો રિવાજ છે.
સબઈન્સપેક્ટર Subinspector દાદાએ સિવિલ ડ્રેસ Civil dress માં આવેલા પોલીસવાળા સાથે હાથ મીલાવ્યો. કારણ તેઓ તેને ઓળખતા હતાં. થોડી આડી અવળી વાત કરી પેલા પોલીસવાળાએ પુછ્યું દાદા ક્યા લેંગે? દાદાએ કંઈ પણ લેવાનો સૌજન્યપુર્વક ઈન્કાર કર્યો, તો પણ પેલાએ આગ્રહ કરતા કહ્યુ અરે દાદા એસા થોડા ચલતાએ આપ મેરે ઈલાકે મેં આયે હો, ચ્હા-ઠંડા કુછ તો લેના પડેગા.. દાદા હા કે ના કહે તે પહેલા જ પેલા પોલીસવાળાએ કોર્ટમાં ચક્કર મારી રહેલા એક ટપોરીને બુમ પાડી બોલાવ્યો અને કહ્યુ જા સબ કે લીયે ઠંડા લેકે આ.. પેલો ટપોરી દોડતો ગયો અને 5 – 7 મીનિટમાં બીજા એક છોકરા સાથે ઠંડાપીણાની બોટલો ઉંચકી પાછો આવ્યો. પેલો પોલીસવાળો ખુદ એક પછી એક બોટલો ખોલી પોલીસવાળાને આપતો ગયો, શરીફ Sharif ને પણ તેણે ઠંડાની બોટલ ધરી પણ શરીફખાને Sharifkhan ના પાડી, આમ કરતાં કરતાં અડધો કલાક પસાર થઈ ગયો. હજી શરીફ Sharif ને કોર્ટમાં રજુ કરવાના સમયની વાર હતી.
ત્યાં પેલા પોલીસવાળાએ સબઈન્સપેક્ટર Subinspector દાદાને એક તરફ બોલાવ્યા અને તેમના કાન પાસે મોઢુ લઈ જઈ કંઈક કહ્યુ, તરત દાદાનો ચહેરો બદલાઈ ગયો, તેમના ચહેરા ઉપર અણગમો આવી ગયો, પેલાએ ફરી વિનંતી કરી પણ દાદાએ કંઈ બોલાવ્યા વગર ચહેરા ઉપર નારાજગી બતાડી. પેલા પોલીસવાળાએ વિનંતી કરી હતી કે શરીફ Sharif ઘણા દિવસથી જેલમાં છે, તેણે પોતાના પરિવાર સાથે વાત કરી નથી તો તેને એક ફોન કરવા દો તો સારુ. સબ ઇન્સપેકટર Subinspector દાદા તેના માટે રાજી ન્હોતા, પણ એક પોલીસવાળો જ વિનંતી કરી રહ્યો હતો માટે તેઓ તેના ઉપર ગુસ્સે થયા. પેલો બહુ કાકલુદી કરતો રહ્યો એટલે દાદાએ પોતાની સાથે રહેલા હેડ કોન્સટેબલ Head Constable ને મળી લેવાનું કહ્યુ, પેલા પોલીસવાળાના ચહેરા ઉપર રોનક આવી, તે હેડ કોન્સટેબલ Head Constable પાસે ગયો તેણે તે જ વાત હેડ કોન્સટેબલ Head Constable ને પણ કરી, એટલે તરત હેડ કોન્સટેબલે Head Constable દાદા સામે જોયુ. તેમણે હા પણ પાડી નહીં અને ના પણ કહી નહીં છતાં તેમનો ચહેરો કહેતો કઈ વાંધો નહીં ફોન કરવા દો.
ત્યારે હજી મોબાઈલ ફોનનો યુગ શરૂ થયો ન્હોતો, ફોન કરવો હોય તો પબ્લિક બુથ ઉપરથી ફોન કરવો પડે તેમ હતો. હેડ કોન્સ્ટેબલ Head Constable અને એક પોલીસવાળા શરીફ Sharif ને બાવડેથી પકડી કોર્ટની બહાર આવ્યા. એક ઓટોરીક્ષા AutoRicksaw રોકી. સાથે પેલો પોલીસવાળો પણ હતો. ફોન કરવા માટે મીરઝાપુર કોર્ટ Mirzapur Court થી અડધો કિલોમીટર દુર આવેલી સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ St. Xavier’s School સુધી જવાનું હતું. રીક્ષા ઉભી રહેતા પહેલા 1 પોલીસવાળો બેઠો, પછી શરીફ Sharif બેઠો તેના હાથમાં હાથકડી બાંધેલી હતી, પછી હેડ કોન્સટેબલ Head Constable બેઠો એટલે શરીફ Sharif વચ્ચે હતો. રીક્ષા શરૂ થાય તે પહેલા સિવિલ ડ્રેસ Civil Dress માં આવેલા પોલીસવાળા હેડ કોન્સટેબલ Head Constable ને બંધ મુઠ્ઠીમાં કઈક આપ્યું. હેડ કોન્સ્ટેબલે પેલા પોલીસવાળાને એક સ્મીત આપ્યુ અને બંધ મુઠ્ઠી જ રાખી પેન્ટનાં ખીસ્સામાં હાથ નાખ્યો, તેમાં 500 રૂપિયા હતાં.
અહિંયા સબઈન્સપેક્ટર Subinspector દાદાના ચહેરા ઉપર ચિંતા દેખાવા લાગી હતી. સ્કૂટર Scooter લઈ આવેલો પોલીસવાળો દાદાનો આભાર માની ત્યાંથી જતો રહ્યો હતો, પણ હજી શરીફ Sharif ને લઈ ગયેલા પોલીસવાળા પાછા આવ્યા ન્હોતા, ત્યાં અચાનક એક રીક્ષા આવી, દાદાનું ધ્યાન રીક્ષા તરફ ગયુ તેમને ફાળ પડી. કારણ 2 પોલીસવાળા એકલા હતા, તેમની સાથે શરીફ Sharif ન્હોતો, દાદા રીક્ષા તરફ દોડ્યા, પેલા રીક્ષામાંથી ઉતરે તે પહેલા દાદાએ પુછ્યું શરીફ Sharif કયાં છે? પેલા બંન્નેના ચહેરા ઉપર પરસેવો હતો. તેમણે કહ્યુ દાદા તે ભાગી છુટ્યો છે. દાદાના પેટનો ગોળો ચઢી ગયો, ભાગી ગયો .. કેવી રીતે…કયાંથી તેવા અનેક પ્રશ્નો એક સાથે ઉઠ્યા. દાદાએ બાકીના પોલીસવાળાને મોટા સાદે બુમ પાડી બોલાવ્યા અને બધા દોડતા સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ St. Xavier’s School તરફ દોડવા લાગ્યા.લોકોને કંઈક અજગુજતુ બન્યુ હોવાની ખબર પડી પણ શુ થયુ છે તેનો અંદાજ ન્હોતો. બધા જ પબ્લીક ટેલીફોન બુથ ઉપર પહોંચ્યા દાદાએ ત્યાં જઈ પુછ્યું કે શુ બન્યું? ત્યારે પેલા પોલીસવાળાએ માંડીને વાત કરી તે આ પ્રમાણે હતી.
સ્કૂલ School ની સામે આવેલા રવિ નામના સ્ટોર Ravi Store માં તેઓ ફોન કરવા માટે ગયા. શરીફ Sharif ના હાથમાં હાથ કડી હતી, તેણે રિસીવર ઉપાડી ફોન ડાયલ કરવાનો પ્રયત્ન કર્યો, પણ હાથ બાંધેલા હોવાને કારણે તે ફોન કરી શકતો ન્હોતો. તેણે વિનંતી કરી કે તેનો એક હાથ છોડી દેવામાં આવે તો ફોન થઈ શકે, માટે તેનો એક હાથ છોડી દીધો. તે ફોન ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે 2 પોલીસવાળા દુકાનના દરવાજામાં જ ઉભા હતા, ત્યાં તેમણે પાછળ વળીને જોયુ તો શરીફ Sharif ત્યાં ન્હોતો. જો કે તે મુખ્ય દરવાજામાંથી તો નિકળ્યો ન્હોતો તો ગયો ક્યા? તેની પહેલા તો ખબર પડી નહીં. પણ દુકાનદારના કહેવા પ્રમાણે ફોન પુરો થતાં તે દુકાનની પાછળ તરફ જવાય તેવો પણ 1 રસ્તો હતો ત્યાંથી નિકળી ગયો. તેણે જતી વખતે કરાડીભરી નજરે દુકાનદાર સામે જોયુ એટલે તે ડરી ગયેલા દુકાનદારે શરીફ Shopkeeper Sharif જઈ રહ્યો હતો ત્યારે મોંઢુ બંધ રાખ્યું. દુકાનનો પાછળનો ભાગ શાહપુર મટન માર્કેટ Shahpur Mutton Market તરફ ખુલતો હતો, ત્યાંથી શરીફ Sharif જતો રહ્યો હતો. તમામ પોલીસવાળા શાહપુર મટન માર્કેટ Shahpur Mutton Market તરફ દોડ્યા પણ શરીફ Sharif નો કોઈ પત્તો લાગ્યો નહીં.
(ક્રમશ:)
PART – 27 | સી ડી પટેલ ની પત્નીઍ હાથ જોડી કહ્યુ સાહેબ આ માણસ આવો જ છે
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









