થોડા દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જે કહ્યુ તેનો અર્થ કઈક એવા થાય છે કે ભારતનું હિન્દુત્વમાં ખતરામાં છે, હિન્દુઓની બહુમતી છે માટે કાયદો અને વ્યવસ્થા છે જે દિવસે ભારતમાં મુસ્લીમોની બહુમતી થઈ જશે તે દિવસે દેશના બંધારણનો અંત આવશે, કાયદાનું શાસન ખત્મ થઈ જશે, નિતીન પટેલના આ નિવેદન સાંભળી રહેલા લોકોએ તાળીઓથી તેમને વધાવી લીધા, નિતીન પટેલના નિવેદનનો ટાઈમીંગ બહુ અગત્યનો છે, ગુજરાતમાં કોરાનાને કારણે જે સ્થિતિ ઉભી થઈ તેના કારણે લોકો નારાજ થવા સ્વભાવીક છે, અને આગામી વર્ષમા વિધાનસભાની ચુંટણી પણ આવી રહી છે, આમ તો ચુંટણી 22 ડિસેમ્બરમાં છે, પણ નિતીન પટેલનું નિવેદન જોતા લાગી રહ્યુ છે ચુંટણી વહેલી આવે તો નવાઈ નહીં ખેર ચુંટણી કયારે આવશે અને કોણ જીતશે તે અલગ પ્રશ્ન પરંતુ નિતીનભાઈ જે ચીંતા જાહેરમાં વ્યકત કરી તે મુદ્દો ચુંટણી કરતા મોટો અને ગંભીર છે, હું નિતીન પટેલને છેલ્લાં ત્રણ દાયકાથી વ્યકિતગત રીતે ઓળખુ છુ.એટલે ખાતરીપુર્વક કહી શકુ કે નિતીન પટેલ માત્ર હિન્દુત્વના મુદ્દે જ નથી કોઈ પણ મુદ્દે કયારેય અંતિમવાદી મત ધરાવતી વ્યકિત નથી.
નિતીનભાઈ જે વિસ્તારમાંથી આવે છે તેવા ઉત્તર ગુજરાતમાં મુસ્લિમોની સંખ્યા પણ નોંધપાત્ર છે, 2002ના તોફાનો બાદ કરતા ઉત્તર ગુજરાતમાં હિન્દુ મુસ્લિમનો તનાવ મોટા શહેરો જેવો રહ્યો નથી, આ વિસ્તારમાં માણસ માણસની નજીક રહ્યો છે,તેમને મન જ્ઞાતિ અને ધર્મ વ્યકિતગત બાબત છે તેઓ સમુહ જીવનમાં પોતાની જ્ઞાતિ અને ધર્મને હાવી થવા દેતા નથી, જયારે પ્રજા જ સહિષ્ણુ હોય ત્યારે તેમનો લોક પ્રતિનિધિ કેવી રીતે અંતિમવાદી હોય ? નિતીનભાઈ પટેલે આ નિવેદન કર્યુ એટલે તેનું જુદુ મહત્વ છે કારણ તેઓ જે માનતા નથી તેવુ નિવેદન તેમને કરવાની ફરજ પડી છે. મારો વ્યકિતગત મત છે કે નિવેદન નિતીનભાઈએ કર્યુ હોવા છતાં સ્ક્રીપ્ટ રાઈટર જુદો છે, નિતીનભાઈએ તો માત્ર સ્ક્રીપ્ટનું પઠન કર્યુ છે,. પણ આવુ નિતીનભાઈ શુ કામ કરે તે પણ એક પ્રશ્ન છે, 2017ની ચુંટણીમાં નિતીનભાઈ મુખ્યમંત્રી થાય છે તેવુ નક્કી જ હતું પણ છેલ્લી ઘડીએ આદેશ બદલાઈ ગયો અને વિજય રૂપાણી મુખ્યમંત્રી થયા, નિતીનભાઈ ખાસ્સા નારાજ પણ થયા.
પણ સામા પ્રવાહે તરવાની તેમની તૈયારી ન્હોતી અને નથી, બીજી તરફ નારાજ નિતીનભાઈ નાયબ મુખ્યમંત્રી પદ આપવુ પડયુ તે પણ સિનિયર નેતાઓની મજબુરી હતી કારણે નિતીનભાઈને નુકશાન કરવાનો અર્થ થતો હતો કે પાટીદાર વોટ બેન્કને નારાજ કરવી, સાસુ-વહુના ઝઘડા પછી દિકરાએ મા-બાપ સાથે રહેવુ પડે તેવી જ સ્થિતિ નિતીનભાઈ અને પાર્ટીની રહી છે અનેક વખત નિતીનભાઈ રાજકારણ પુરૂ કરવાનો પ્રયત્ન અને પેતરા થયા, પણ દર વખતે કઈક એવી સ્થિતિ નિર્માણ થઈ કે નિતીનભાઈને રાજકિય જીવતદાન મળ્યુ, હવે ગુજરાતમાં પાર્ટીના કર્તાહર્તા સી આર પાટીલ છે. તેમણે કોર્પોરેશનની ચુંટણીમાં મોટી સફાઈ કરી હવે વિધાનસભાની ચુંટણીમાં પણ તેવુ જ કઈક થવાનો આશાર છે, 182માંથી 100 કરતા વધુ નવા ચહેરા આવે તો નવાઈ નહીં, તેવા સંજોગોમાં નિતીનભાઈએ ગુજરાતના લોકોને મુસ્લિમોનો ડર બતાડી બંધારણમાં ખતરામાં હોવાની ચેતવણી આપી છે 2002ના તોફાન વખતે મારો દિકરો પાંચ વર્ષનો હતો તેણે સ્કુલમાં સાંભળેલો ડર મારી સામે વ્યકત કર્યો.
મારા દિકરાએ કહ્યુ આજે જુહાપુરાથી બે ટ્રક ભરી મુસ્લમાનો આવવાના છે હું ત્યારે નારણપુરા રહેતા જુહાપુરાથી લગભગ સાત આઠ કિલોમીટર દુર વચ્ચે ચીક્કાર હિન્દુ વસ્તી, આ વસ્તી પાર કરી મુસ્લીમો આમને મારી નાખશે તેવો તેને ડર હતો, આ ડર તેને કોઈકની પાસેથી મળ્યો હતો, આ વાતને 19 વર્ષ થઈ ગયા હજી પેલી બે ટ્રકો નારણપુરા સુધી આવી નથી, આવુ જ નિતીનભાઈના નિવેદનનું છે, ભારતમાં મોગલ સામ્રાજયનો પ્રારંભ 1192માં થયો અને 1857 સુધી અલગ અલગ મોગલ શાસનકર્તા ભારતમાં રહ્યા,. તેમનો ઉદ્દેશમાં એક ઈસ્લામનો પ્રસાર પણ હતો, ઈસ્લામના પ્રસાર માટે તેમણે તલવારનો પણ ઉપયોગ કર્યો આમ ભારતમાં સાડા છસો વર્ષ સુધી મોગલો રહ્યા છતાં ભારતનું ઈસ્લામીકરણ થયુ અને હિન્દુઓની સંખ્યા ઘટી નહીં, આમ સાડા છસો વર્ષ સુધી આ દેશના લોકો લડયા અને પોતાનાપણુ જાળવી રાખ્યુ, પણ દેશ આઝાદ થયાના 70 વર્ષમાં દેશનું ઈસ્લામીકરણ થઈ જશે તેવો ડર લાગી રહ્યો છે, ડર કોઈ સામાન્ય માણસને લાગે તો સમજાય પણ નિતીનભાઈ તો શાસક છે શાસકને કેવી રીતે ડર લાગે.
આ દેશની મઝા જ એવી છે કે સાડા છસો વર્ષ સુધી ઈસ્લામીક શાસક રહ્યા છતાં દેશના હિન્દુઓની સંખ્યા ઘટી નહીં, અંગ્રેજી શાસન વખતે અને ત્યાર બાદ પશ્ચીમીકરણનો પવન ફુંકાયો દેશના એક મોટા વર્ગને પશ્ચીમના દેશો સોનાની નગરી લાગ્યા, તેઓ દાયકા પહેલા ત્યાં ગયા અને વસ્યા, છતાં તેમનું મન તો ભારતમાં જ રહ્યુ, ત્યાં જન્મ લેનાર પોતાના બાળકોને પોતાની પરંપરા ભુલે નહીં તેની ચીંતા અને્ દરકાર રાખે છે, આમ આખરે કઈ જ બદલાયુ નહીં,આમ તમે કોઈને ડર બતાડો કે ધ્યાન રાખજે તારા શરિરમાંથી તારૂ કોઈ લોહી બદલી નાખશે તેના જેવો આ ડર છે, હમણાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે અમદાવાદ આવ્યા હતા તેમણે પણ કહ્યુ ભારતમાં હિન્દુઓની સંખ્યા ઘટી જશે તેવુ કયારેય થવાનું નથી પણ ચુંટણી આવી રહી છે એટલે નિતીનભાઈ પાર્ટી લાઈન પ્રમાણે નિવેદન કરે તો વાંધો નથી કારણે ગંદાએ હે પર ધંધાએ જેવુ છે, કોઈને ડરાવવા હોય અને કોઈને ડરવુ જ હોય તો આપણને વાંધો નથી કારણ આપણે વાંધો લેનાર કોણ છીએ.









