Thursday, April 16, 2026
HomeGujaratસી ડી પટેલ ની પત્નીઍ હાથ જોડી કહ્યુ સાહેબ આ માણસ આવો...

સી ડી પટેલ ની પત્નીઍ હાથ જોડી કહ્યુ સાહેબ આ માણસ આવો જ છે

- Advertisement -

લતીફ ભાગ-27: મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ CM Chimanbhai Patel અને ગૃહમંત્રી સી ડી પટેલ C.D.Patel વચ્ચેના મતભેદો વધી રહ્યા હતાં. ચિમનભાઈ પટેલ Chimanbhai Patel ના ખાસ એવા રામાનાથા ગઢવી જેવા ખાસ માણસને ત્યાં પણ દરોડો પડાવી સી ડી પટેલે C.D.Patel હથિયાર અને કરોડો રૂપિયા રોકડા પકડ્યા હતાં. લતીફ LATIF કેસમાં પણ પોલીસ અધિકારી Police Officer ઓ સાથે તે સીધી વાત કરતા અને પોલીસ અધિકારી Police Officer ઓ પણ ગૃહમંત્રી Home Minister ને જ બધી જાણ કરતા હતાં. અનેક બાબતો તો મુખ્યમંત્રી CM ને અખબાર વાંચી ખબર પડતી હતી. મંત્રી થતાં પહેલા વ્યવસાયે વકીલ એવા સી ડી પટેલ C.D.Patel વકીલ હતા ત્યારે તેમના અસીલ તરીકે દક્ષિણ ગુજરાત South Gujarat ના અનેક દાણચોરો પણ હતાં પણ ગૃહમંત્રી Home Minister થયા પછી તેમણે પોતાના જૂના વ્યવસાયને માનસિક રીતે પણ તિલાંજલિ આપી હતી. સી ડી પટેલ C.D.Patel ગૃહમંત્રી Home Minister તરીકે જે નિર્ણય લઈ રહ્યાં હતાં તે ખોટા છે અથવા તેમના ઈરાદાઓમાં ખોટ છે તેવું ચિમનભાઈ પટેલ Chimanbhai Patel કહી શકતા ન્હોતા પણ પોલીસ Police ની બદલીઓથી લઈ ગૃહ ખાતાના નાના મોટા તમામ નિર્ણય તેઓ પોતાની મનસુફી ઉપર લઈ રહ્યા હતાં. ઘણી વખત તો મુખ્યમંત્રી કાર્યાલય CM office માંથી આવતી ભલામણ પણ તે રાજકીય લાભ જોયા વગર માત્ર મેરિટના આધારે તેનો નિર્ણય કરતા હતા. ચિમનભાઈ Chimanbhai ના અંદત મિત્રો અને વ્યવસાયિક ભાગીદારો જે રાજ્યના સુબા હોય તેવો વ્યવહાર કરતા હતાં તેમની દુકાનો સી ડી પટેલે C.D.Patel બંધ કરાવી દીધી હતી.



રાજકિય વર્તુળ અને ગૃહ વિભાગમાં પણ સ્પષ્ટ રીતે બધાને ખબર હતી કે ગૃહ વિભાગમાં માત્ર સી ડી પટેલ C.D.Patel નો જ આદેશ ચાલે છે. એક સવારે રોજ પ્રમાણે વહેલા ઉઠવાની ટેવવાળા ચિમનભાઈ પટેલે Chimanbhai Patel સી ડી પટેલ C.D.Patel ને ફોન કરી ચ્હા પીવા માટે બોલાવ્યા. નવસારી પાસેના જલાલપુર Jalalpur જેવા નાના ગામમાંથી આવતા સી ડી પટેલ C.D.Patel સવારનો સમય હોવાને કારણે પોતાના સરકારી બંગલમાંથી ચાલતા મુખ્યમંત્રી CM ના બંગલા ઉપર પહોંચી ગયા. ત્યારે ચિમનભાઈ પટેલ Chimanbhai Patel ડાઈનિંગ ટેબલ ઉપર બેસી સી ડી પટેલ C.D.Patel ની રાહ જોતા અખબાર વાંચી રહ્યા હતાં. સી ડી પટેલ C.D.Patel ને જોતા ચિમનભાઈ પટેલ Chimanbhai Patel ના ચહેરા ઉપર રોનક આવી, ઉભા થઈ તેમણે સી ડી પટેલ C.D.Patel નું અભિવાદન કર્યુ. ત્યાં સી. એમ. બંગલા CM Bungalow નો નોકર ચ્હા અને નાસ્તો લઈ આવ્યો. સી ડી પટેલ C.D.Patel ને ચિમનભાઈ પટેલ Chimanbhai Patel નું આ રીતે બોલાવવું સહજ લાગ્યુ હતું, કારણ કે ચિમનભાઈ Chimanbhai આ રીતે ઘણી વખત પોતાના મંત્રીઓ અને અધિકારીઓને ચ્હા માટે બોલાવી મહત્વના નિર્ણય લઈ લેતા હતાં.

ચ્હા પીતા પીતા ચિમનભાઈ Chimanbhai એ વાતની શરૂઆત કરતાં કહ્યું સી. ડી. CD આજથી ગૃહ વિભાગ હું મારી પાસે જ રાખું છું. ચિમનભાઈ Chimanbhai સી ડી પટેલ C.D.Patel ને સી. ડી. CD કહીને જ સંબોધતા હતાં. સી ડી પટેલે C.D.Patel ચિમનભાઈ પટેલ Chimanbhai Patel ની વાત સાંભળી કહ્યુ સચિવાલયના નિયમ પ્રમાણે તો મુખ્યમંત્રી CM તમામ ખાતાઓનો ધણી હોય છે. ચિમનભાઈ Chimanbhai હસવા લાગ્યા તેમણે કહ્યું સી. ડી. C.D તમારે નાણા, ઉદ્યોગ, શહેરી વિકાસ અથવા તમે કહો તે ખાતુ આપીશ પણ ગૃહ વિભાગ તમારી પાસે હવે નહીં રહે. સી ડી પટેલે C.D.Patel ચ્હાનો કપ ટેબલ ઉપર મુકતાં કહ્યું મને વિધાનસભા Assembly ના નિયમોની ખબર છે. મુખ્યમંત્રી CM નો અધિકાર છે કે ક્યા મંત્રીને ક્યુ ખાતુ ફાળવે અને ફળવાયેલા ખાતાઓને બદલવાનો પણ તેને પુરો અધિકાર છે. પરંતુ મારી પાસેથી ગૃહ ખાતુ કેમ લઈ લેવામાં આવે છે તે જાણવાનો મારો અધિકાર છે. જો કે તે અંગે ચિમનભાઈ પટેલ Chimanbhai Patel કોઈ કારણ આપી શકે તેમ ન્હોતા. ત્યાર બાદ બંન્ને વચ્ચે બહુ લાંબી ચર્ચા થઈ. સી ડી પટેલે C.D.Patel જતી વખતે એટલું જ કહ્યુ જો મારો નેતા મને હટાવવાનું કારણ આપી શકતો નથી તો હું તેને મારો નેતા માનતો નથી.



ચિમનભાઈ પટેલ Chimanbhai Patel સી ડી પટેલ C.D.Patel નો સ્વભાવ જાણતા હતાં. બંન્ને વચ્ચે મનમેળ ન્હોતો પણ સી ડી પટેલ C.D.Patel માણસ તરીકે સોના જેવા સો ટચનો છે તેની તેમને ખબર હતી. ચિમનભાઈ પટેલ Chimanbhai Patel થોડીવાર પછી સચિવાલય Sachivalay જવા માટે નિકળ્યા ત્યારે અનાયાસે તેમની નજર સી ડી પટેલ C.D.Patel ના બંગલા તરફ ગઈ. તેમણે જોયુ તો સી ડી પટેલ C.D.Patel ની સરકારી કાર સહિત તેમને ફાળવવામાં આવેલી ખાલી કાર તેમના કેમ્પસમાંથી જઈ રહી હતી. ચિમનભાઈ Chimanbhai તરત પોતાની કાર રોકી સી ડી પટેલ C.D.Patel નાં બંગલમાં દાખલ થયા. ત્યાં જઈ તેમણે જોયુ તો સી ડી પટેલ C.D.Patel ઘરવખરી સહિતનો સામાન બાંધી રહ્યાં હતાં. ચિમનભાઈએ આશ્ચર્ય સાથે પુછ્યું સી. ડી. શુ કરી રહ્યા છો? અચાનક આવેલા ચિમનભાઈ Chimanbhai ને જોઈ સી. ડી. C.D એ તેમની સામે જોતા કહ્યું સારું થયું તમે આવી ગયા. સી.ડી. પટેલે C.D.Patel ટીપોઈ તરફ પડેલા કવર તરફ ઈશારો કરતાં કહ્યું તમને મળવા જ આવતો હતો. આ મારુ રાજીનામું Resignation છે. સી. ડી. C.D ઉભા થયા અને બંધ કવર લઈ ચિમનભાઈ Chimanbhai ના હાથમાં મુક્યું. ચિમનભાઈ Chimanbhai સ્તબ્ધ થઈ ગયા. સી ડી C.D નારાજ થશે, ગુસ્સો કરશે તેવી ચિમનભાઇ Chimanbhai ને કલ્પના હતી પણ કોઈ રાજકારણી Politician મંત્રી પદને ઠોકર મારી જતો રહે તેવી કલ્પના તેમને ન્હોતી.

- Advertisement -

ચિમનભાઈ Chimanbhai એ તરત સી ડી પટેલ C.D.Patelની પત્ની તરફ જોયુ, તે પણ બેગ પેક કરી રહ્યાં હતાં. ચિમનભાઈ Chimanbhai એ સી. ડી. C.D ની પત્નીને કહ્યુ બહેન તું તો આને કંઈ સમજાવ આવું તો કઈ થાય? આટલું બોલતા ચિમનભાઈ Chimanbhai નો અવાજ ગળગળો થઈ ગયો અને આંખોમાં પાણી આવી ગયું. સી ડી પટેલ C.D.Patel ની પત્નીએ ચિમનભાઈ Chimanbhai સામે જોતા કહ્યું સાહેબ આ માણસ આવો જ છે, આટલા વર્ષોથી સાથે રહું છું. તેમણે ચિમનભાઈ Chimanbhai ને બે હાથ જોડી કહ્યુ સાહેબ આ નહી માને અમને હવે જવા દો. ચિમનભાઈ Chimanbhai પાસે કોઈ શબ્દ જ રહ્યા નહીં. સી ડી પટેલ C.D.Patel ગૃહમંત્રી Home Minister હતાં પણ તેમના બંગલામાં તેમને ખાસ કોઈ સામાન જ ન્હોતો. 2 બેગ લઈ સી ડી પટેલ C.D.Patel બંગલાની બહાર નિકળ્યા, તેમની પોતાની માલિકીની ફિયાટ કાર Fiat car હતી. તેમાં સામાન મુક્યો અને સેલ્ફ ડ્રાઈવ કરી પોતાની પત્ની સાથે પોતાના ગામ જલાલપુર Jalalpur જવા રવાના થયા. ચિમનભાઈ Chimanbhai તેમને જોતા જ રહ્યાં. જ્યારે માણસ રાજકારણમાં રહેવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય ત્યારે એક એવો પણ માણસ હતો જે પોતાના સિદ્ધાંતો ખાતર સત્તાને હડસેલી જતો રહ્યો હતો.



બીજી તરફ એક મોટી ઘટના થવા જઈ રહી હતી. સાબરમતી સેન્ટ્રલ જેલ Sabarmati Central Jail થી એક પોલીસવાન નિકળી તેમા એક સબઈન્સપેક્ટર Subinspector અને દસ પોલીસવાળા હતાં. જેમાં પાંચ પોલીસવાળા પાસે રાઇફલ હતી. જ્યારે હાથકડી બાંધેલા શરીફખાન Sharifkhan ની આસપાસ બે પોલીસવાળા બેઠેલા હતાં. તે દિવસે કોર્ટની મુદત હતી તેના કારણે જાપ્તા પાર્ટી પુરા બંદોબસ્ત સાથે શરીફખાન Sharifkhan ને અમદાવાદની મિરઝાપુર કોર્ટ Mirzapur Court of Ahmedabad માં લઈ આવવા નિકળી હતી. જો કે ત્યારે લતીફ Latif ગેંગના માણસો જાપ્તા પાર્ટી આવે તે પહેલા કોર્ટના પ્રાગંણમાં ફરતા જોવા મળ્યાં હતાં.

(ક્રમશ:)

PART – 26 | તરુણ બારોટ વેશ બદલી મુંબઈ પહોચ્યા ડોર બેલ વગાડયો અને

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular