નવજીવન. પટણા: કોરોનાની રસીના 11 ડોઝ મળ્યાના 84 વર્ષીય વૃદ્ધના વિચિત્ર દાવાએ બિહારના અધિકારીઓને તપાસ શરૂ કરવા માટે પ્રેરિત કર્યા છે. આ દાવાએ રસીકરણ કવાયત અને આવા ગંભીર પરિણામોને ટ્રેક કરવા માટે સિસ્ટમ પર ચિંતાજનક પ્રશ્નો ઉભા કર્યા છે.
બિહારના મધેપુરા જિલ્લાના ચૌસાના રહેવાસી બ્રહ્મદેવ મંડલે દાવો કર્યો છે કે તેમણે 11 રસીના ડોઝ લીધા છે અને તેમને તેમનો ઘણો ફાયદો થયો છે. “રસી અમૃત છે. મને તેનો ઘણો લાભ મળ્યો છે, કમરના દુઃખાવામાં પણ સારવાર કરવામાં આ રસી મદદરુપ છે. મારી પાસે હવે વધુ ઓક્સિજન છે. હવે મને ઉધરસ કે શરદીનો ભોગ બનવું નથી.” તેવું મંડલે મીડિયાને જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે સરકાર ખૂબ ફાયદાકારક રસી લાવી છે અને પૂછ્યું છે કે અન્ય લોકો વધુ ડોઝ કેમ નથી લઈ રહ્યા. તેમણે કહ્યું હતું કે, “કોંગ્રેસ જેવી મોદી સરકારનો વિરોધ કરતી પાર્ટીઓ ખોટી રીતે તેમને નિશાન બનાવી રહી છે.”
તેમણે આટલા બધા ડોઝ કેવી રીતે લેવામાં સફળ રહ્યો તે પૂછવામાં આવતા, મંડલે જવાબ આપ્યો કે તેમણે ડોઝ માટે નોંધણી કરવા માટે સમાન ફોન નંબર અને આધાર કાર્ડનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “સરકાર પાસે કોઈ સર્વેલન્સ સિસ્ટમ નથી, તેઓ વધુ ડોઝ લેવા માંગે છે. મંડલે તાજેતરમાં જ ચૌસાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી, પરંતુ તે સમયે રસીકરણ ઝુંબેશ સ્થગિત કરવામાં આવી હોવાથી રસી મળી ન હતી.
રાજ્યના ટપાલ વિભાગ સાથે કામ કર્યા બાદ નિવૃત્ત થયેલા 84 વર્ષના વૃદ્ધની એક યાદી છે, જેમાં તેમણે લીધેલા દરેક ડોઝની વિગતો છે. યાદી મુજબ તેમણે માત્ર સપ્ટેમ્બરમાં જ ત્રણ ડોઝ લીધા હતા. વૃદ્ધ વ્યક્તિના ચોંકાવનારા દાવા બાદ જિલ્લા અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ શરૂ કરી છે.
સિવિલ સર્જન અમરેન્દ્ર પ્રતાપ સાહીએ જણાવ્યું હતું કે મંડલને ખરેખર ૧૧ શોટ મળ્યા છે કે કેમ તે જાણવા માટે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જો આ વાત સાચી જણાશે તો બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. બિહારના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે રસીકરણ ડ્રાઇવની ઓફલાઇન શિબિરોમાં આવા દાખલા બની શકે છે. કારણ કે આ શિબિરોમાં આધારની વિગતો અને ફોન નંબર એકત્રિત કરવામાં આવે છે અને બાદમાં ડેટા સિસ્ટમમાં અપલોડ કરવામાં આવે છે.
ये वहीं मधेपुरा के ब्रह्मदेव मंडल हैं जिन्होंने एक नहीं दो नहीं बल्कि ग्यारह बार कोरोना की वैक्सीन पिछले आठ महीने में अब तक लिया हैं और उनकी सुनिये @ndtvindia@Anurag_Dwary@Suparna_Singh pic.twitter.com/amQgZPF1XP
— manish (@manishndtv) January 6, 2022
![]() |
![]() |
![]() |











