Monday, September 9, 2024
HomeBusinessબ્રાઝીલમાં ૬૦ હજાર હેક્ટર શેરડી પાક આગના હવાલે: ભારતનાં ખાંડ નિકાસ દ્વાર...

બ્રાઝીલમાં ૬૦ હજાર હેક્ટર શેરડી પાક આગના હવાલે: ભારતનાં ખાંડ નિકાસ દ્વાર ખુલ્યા

- Advertisement -

ઊંચા ભાવે ૨૦ લાખ ટન ખાંડ નિકાસ કરવાની ભારતને તક: ઓક્ટોબર ૨૦૨૩થી નિકાસ પ્રતિબંધિત

આગ લગાવવાનું ધૃણાસ્પદ કામ કરનારા ચાર શકમંદોને પકડી પાડવામાં આવ્યા

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): બ્રાઝીલમાં (Brazil) શેરડીના ખેતરોમાં ઉભા મોલ પર આગ લાગવાને પગલે વધેલા ભાવનો લાભ લેવા ભારતે ખાંડ (Sugar) નિકાસના દરવાજા ખોલી નાખવા જોઈએ, એવી માગણી ડીરેકટર જનરલ ઓફ ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસીયેશને કરી છે. ન્યુયોર્ક ઓક્ટોબર રો સુગર વાયદો શુક્રવારે ઇન્ટ્રાડેમાં ૧૯.૯૬ સેન્ટ પ્રતિ પાઉંડ (૪૫૪ ગ્રામ) પહોચી ગયો હતો, ખેતરોમાં આગ લાગ્યા અગાઉ, ૨૨ ઓગસ્ટે ભાવ ૧૭.૨૨ સેન્ટ હતા. લંડન આઈસીઈ ઓક્ટોબર વ્હાઈટ સુગર વધીને ટન દીઠ ૫૪૫.૬૦ ડોલર મુકાયા હતા. બ્રાઝીલના સુગરકેન ઇન્ડસ્ટ્રી ગ્રુપ ઓર્પ્લાનાએ એક અહેવાલમાં કહ્યું કે ગત સપ્તાહે મુખ્ય શેરડી ઉત્પાદક રાજ્ય સાઓ પાઓલોમાં લગભગ ૨૦૦૦ ખેતરો આગને હવાલે થઇ ગયા હતા, પરિણામે ૬૦,૦૦૦ હેક્ટર જમીનના ઉભા મોલ નષ્ટ થઇ ગયા હતા.

આ ઘટનાને પગલે ભારતને ૨૦ લાખ ટન સુગર નિકાસ કરવાની તક છે. આને લીધે એક તરફ ભારતની પીલાણ મિલોને દેવાના ભારણમાંથી બહાર કાઢી, ખેડૂતોને ચૂકવણા થશે. બીજી તરફ આગામી વર્ષે શેરડીને વધુ જમીન ફાળવાશે. નિકાસ પરવાનગીથી દેશની બજારોમાં વપરાશ હેતુ માટે પુરતી ખાંડ, પુરાંત રહેશે. સાથેજ ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામને પણ કોઈ હાની નથી થવાની. અલબત્ત, સુગર મિલોની નાણાકીય પ્રવાહિતા સુધારશે અને ખેડુતોને સમયસર પૈસા મળશે.

- Advertisement -

ભારતમાં પ્રમાણસર પુરવઠો જાળવી રાખવા, ઓક્ટોબર ૨૦૨૩થી નિકાસ પ્રતિબંધિત છે. ૨૦૨૨-૨૩ની મોસમમાં ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૬૧ લાખ ટન સુગર નિકાસ કરી હતી, તે અગાઉના વર્ષમાં ૧૧૧ લાખ ટન નિકાસ થઇ હતી. ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસીયેશને એક અલગ અહેવાલમાં ૧૩ મે એ કહ્યું હતું કે ઓક્ટોબર-એપ્રિલ દરમિયાન ભારતમાં ખાંડનું ઉત્પાદન વર્ષાનું વર્ષ ૧.૬ ટકા ઘટી ૩૧૪ લાખ ટન પહોચ્યું હતું. ૩૦ જુલાઈના અહેવાલમાં એસોસિયેશને કહ્યું હતું કે ૨૦૨૪-૨૫નુ ઉત્પાદન વર્ષાનું વર્ષ બે ટકા ઘટીને ૩૩૩.૧ લાખ ટન અંદાજીત છે.

બ્રાઝીલમાં વધુ પડતી ગરમી, અને દુષ્કાળની સ્થિતિને લીધે સરકારી એજન્સી કોનાબએ ગત સપ્તાહે કહ્યું હતું કે ૨૦૨૪-૨૫નુ સુગર ઉત્પાદન, ગતવર્ષનાં ૪૨૭ લાખ ટનથી ઘટીને ૪૨૦ લાખ ટન આવશે, ત્યાર પછીથી ભાવ વધવા શરુ થયા હતા. એક અલગ અહેવાલમાં અન્ય એક સરકારી એજન્સી યુનીકાએ ૧૩ ઓગસ્ટે કહ્યું હતું કે ૨૦૨૪-૨૫ની વર્તમાન સુગર મોસમમાં જુલાઈ સુધીમાં ઉત્પાદન વર્ષાનું વર્ષ ૮ ટકા વધીને ૨૦૭.૫૩ લાખ ટન થયું હતું.

કોમોડીટી સ્પેશ્યાલીસ્ટ ગ્રીન પુલએ એવો અંદાજ બાંધ્યો છે કે વર્તમાન આગને લીધે ૫૦ લાખ ટન શેરડી બળીને ખાક થઇ ગઈ છે. સાઓ પાઓલોના ગવર્નરે કહ્યું હતું કે અગ્નિસામક દળે મક્કમ કામગીરી દાખવી, આગ પર કાબુ મેળવી લીધો છે. સિટી ગ્રુપના એનાલીસ્ટ કહે છે કે દુષ્કાળ અને આગની ઘટના, આગામી ૨૦૨૫ના વર્ષના બ્રાઝીલ શેરડી પાક પર પડવાની છે. આગમાં નષ્ટ થયેલા ખેતરોમાં વાણી શક્ય નાં પણ બને.

- Advertisement -

બ્રાઝીલના સુગર અને ઇથેનોલ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ યુનીકા કહે છે કે અમે ખેતરોમાં જઈને નુકાશાનું અનામુમાન અને ખેતરોનું આકલન, આગામી દિવસોમાં શરુ કરીશું. આ આગ લગાવવાનું ધૃણાસ્પદ કામ કરનારા ચાર શકમંદોને પકડી પાડવામાં આવ્યા છે. બ્રાઝીલને વિશ્વના સૌથી મોટા શેરડી અને ખાંડ ઉત્પાદકનું બિરુદ અપાવનાર, વિશ્વના સૌથી મોટા શેરડી ઉત્પાદક રાજ્ય સાઓ પાઓલો રાજયમાં ગત સપ્તાહમાં લાગાવાયેલી આગ, હજારો હેક્ટરમાં વાઢવા માટે તૈયાર સુકા પાક પર ઝડપથી પ્રસરી ગઈ હતી.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular