Wednesday, July 8, 2026
HomeGeneralકડીમાં ધોળે દિવસે વેપારી લૂંટાયો, ટક્કરમારી 52 લાખની લૂંટ ચલાવી લૂંટારા ફરાર

કડીમાં ધોળે દિવસે વેપારી લૂંટાયો, ટક્કરમારી 52 લાખની લૂંટ ચલાવી લૂંટારા ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કડી: મહેસાણા (Mehsana) જિલ્લાના કડીમાં (Kadi) ધોળે દિવસે 52 લાખ રૂપિયાની લૂંટના ઘટના (Robbery Incident) બનતા ચકચાર મચી ગઈ છે. કપાસનો એજન્ટ 52 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ આગડિયા પેઢીમાં જમા કરાવવા સાંજના અરસામાં નાની કડીના મેઘના સ્કૂલ નજીકથી જઈ રહ્યો હતો દરમિયાન તેને લૂંટી લેવામાં આવ્યો. આરોપી લૂંટારાઓએ ઘડેલા સુનિયોજિત અયોજન મુજબ બાઈકથી વેપારીને ટક્કર મારી નીચે પાડી દેવામાં આવ્યો અને બાદમાં લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. વેપારી બાઈકને ટક્કર વાગતા નીચે પડી જતા તેની સાથે રહેલી પૈસા ભરેલી બેગ લઈ લૂંટારાઓ ફરાર થયા હતા. જોકે લૂંટની ઘટનાને પગલે વેપારીએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આસપાસના સી.સી.ટી.વી.ના અધારે લૂંટારાઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના કડીમાં સાંજે 5 વાગ્યના સુમારે કપાસના વેપારી જગદીશ પટેલ જીનિંગ મીલમાંથી ઈટરનો મોપેડની આગળ પૈસા ભરેલી બેગ લઈ આગડિયા પેઢીમાં જમા કરાવવા જઈ રહ્યા હતા. દરમિયાન નાની કડી મેઘના સ્કૂલ પાસે લૂંટારાઓએ પહેલા જગદીશભાઈની રેકી કરી હતી અને સુનિયોજત રીતે જગદીશ ભાઈના વાહનને ટક્કર મારી નીચે પાડી દીધા હતા. જગદીશભાઈ નીચે પટકાતા લૂંટરાઓ રોકડ ભરેલી બેગ લઈ ફરાર થયા હતા. જે અંગે ભોગ બનનાર વેપારીએ બુમાબુમ કરતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લૂંટની ઘટના અંગે ફરિયાદી જગદીશભાઈએ પોલીસને જાણ કરતા કડી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ઘટના સ્થળે આવેલી પોલીસે આરોપી લૂંટારાને ઝડપી લેવા માટે આસપાસના સી.સી.ટી.વી.ની તપાસ શરૂ કરી દીધી હતી.

- Advertisement -

આ અંગે કડી પોલીસ સ્ટેશન પી.આઈ. એન. આર. પટેલે જણાવ્યુ હતું કે, સાંજે 5 વાગ્યાના આસપાસ કડી ટાઉનમાં નાની કડી મેઘના સ્કૂલ પાસે 52 લાખ રૂપિયાની લૂંટ ઘટના બની છે. જેમાં કપાસના વેપારી જગદીશ પટેલ પૈસા ભરેલી બેગ લઈ મોપેડના આગળના ભાગે રાખી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન લૂંટારાઓએ ટક્કર મારતા તેઓ પટકાયા હતા. બાદમાં લૂંટારાઓ પૈસા ભરેલી બેગ લઈ નાસી ગયા હતા. હાલ મામલાની તપાસ માટે આસપાસના સી.સી.ટી.વી. ફૂટેજ એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular