Wednesday, July 8, 2026
HomeGeneralમોરબી પોલીસની મોટી કાર્યવાહી: નાઈટ કોમ્બિંગ કરી ડ્રોન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું

મોરબી પોલીસની મોટી કાર્યવાહી: નાઈટ કોમ્બિંગ કરી ડ્રોન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબી: મોરબી પોલીસ (Morbi Police) દ્વારા શહેરમાં ગુનેગારો પર ચાંપતી નજર રાખવા શહેરના જુદા-જુદા સંવેદનશીલ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓને શોધવા માટે ડ્રોન અને કોમ્બિંગ નાઈટ (Drones and Combing night) થકી સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન વિવિધ કુખ્યાત ગુનેગારો સામે જુદા-જુદા કેસ નોંધી ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી પોલીસ એ અને બી ડિવિઝન વિસ્તારમાં ગુનાખોરીના અસરગ્રસ્ત વિસ્તારોની ઓળખ કરી કોમ્બિંગ નાઈટ તેમજ ડ્રોનની મદદથી ગુનેગારોની ઓળખ કરવા સ્પેશિયલ ડ્રાઈવરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શરીર સબંધી, મિલ્કત સબંધી, હિસ્ટ્રી શીટરો, કુખ્યાત બુટલેગરો, જુગારીયાઓ સહિતના ગુનેગારોના ચેંકિગની કામગીરી કરવામાં આવી હતી. તેમજ શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બને અને ગુનેગાર ગુનોખોરી કરતા અટકે તે ઉદ્દેશ્ય સાથે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

પોલીસે દિવસ અને રાત દરમિયાન કોમ્બિંગ કરી મોટી કાર્યવાહી કરી છે અને ગુનેગારો સામે જુદા-જુદા કેસ નોંધ્યા છે. જેમાં પ્રોહિબિશનના 6 કેસ, મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત આવતા નોન કોગ્નિઝેબલ 299કેસ , મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત 207 કેસ, વાહન ડીટેઈનના 34 કેસ, 21 જેટલા હિસ્ટ્રીશીટરોને ચેક કર્યા હતા, તેમજ 50 જેટલા બુટલેગરનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. 6 જુગારીઓ, શરીર સબંધી 337 ચેક કરવામાં આવ્યા, 47 જેટલા બી રોલ ફોર્મ ભરવામાં આવ્યા, CRPC કલમ 109 મુજબ 8 સહિત કુલ 1,44000 મુદ્દામાલ કબ્જે કરી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવમાં અધિકારીઓ કર્મચારી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular