Monday, August 10, 2026
HomeGeneralજામનગરમાં ભગવા કપડાં પહેરીને લોકો સાથે છેતરપિંડી કરતાં 4 વ્યક્તિઓ ઝડપાયા, જુઓ...

જામનગરમાં ભગવા કપડાં પહેરીને લોકો સાથે છેતરપિંડી કરતાં 4 વ્યક્તિઓ ઝડપાયા, જુઓ SP પ્રેમસુખ ડેલુએ શું કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જામનગર: Jamnagar crime News: 21મી સદીના ભારતમાં હજુ પણ અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આસારામ અને રામ રહિમ જેવા પાખંડીઓની કરતૂતો સામે આવ્યા બાદ પણ લાખો લોકો આજે પણ આ પાખંડીઓના સમર્થકો છે. અવાર-નવાર એવા કિસ્સા સામે આવતા હોય છે કે સાધુ અને બાવા લોકોને લૂંટીને (Loot)અને છેતરપિંડી (Cheating) કરીને ફરાર થઈ જાય છે તેમ છતાં લોકો હજુ પણ આવી અંધશ્રદ્ધાનો ભોગ બને છે, જામનગર (Jamnagar) જિલ્લાનાં ગીંગણી ગામમાં (Gingni Village) પણ આવી જ એક ઘટના બની હતી.

થોડા દિવસ અગાઉ જામનગર જિલ્લાનાં ગીંગણી ગામના સરપંચ રમેશ કાલરીયા સાથે કેટલાક વ્યક્તિઓએ આવી રીતે જ ઠગાઇ કરી હતી. આ વ્યક્તિઓએ રમેશ કાલરીયાને લાલચ આપી હતી કે તેઓ અલગ અલગ વિધિ કરીને તેમની બીમારીઓ દૂર કરશે અને ધનપ્રાપ્તિ કરાવશે. આમ આ વ્યક્તિઓની વાતમાં આવીને રમેશભાઈએ આ વ્યક્તિઓને રોકડ અને દાગીના એમ કૂલ 1,28,74,500 રૂપિયા આપ્યા હતા, બાદમાં આ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેના કારણે સરપંચ રમેશભાઈએ બાદમાં જામજોધપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાન નોંધાતા જ જામનગર જિલ્લા LCB પણ સક્રિય થઈ ગઈ હતી અને તેવામાં જ જામનગર LCBને આવી રીતે સાધુ અને બાવના વેશમાં લૂંટ કરતી એક ટોળકી અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે જામનગર LCBના કર્મચારીઓ દ્વારા લાલપુર જામનગર તરફ જતાં રસ્તા ઉપર ખોડિયાર માતાના મંદિર નજીક ચાર વ્યક્તિઓની અટકાયત કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો આવી રીતે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ છેતરપિંડી કરી ચૂક્યા છે. અગાઉ તેમણે 15 જેટલા વ્યક્તિઓને આવી રીતે અંધશ્રદ્ધાના નામે લૂંટી લીધા હતા. આ આરોપીઓ ભગવા કપડાં પહેરીને સાધુના વેશમાં લોકો સાથે છેતરપિંડી કરતાં હતા. અગાઉ પણ ઘણા લોકોને તેમણે આવી રીતે લૂંટી લીધા હતા, પરંતુ લોકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હતા જેના કારણે આ લોકો હજુ સુધી ફરાર હતા.

જામનગર LCB દ્વારા 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, આ ઉપરાંત હજુ બે આરોપીઓ પકડવાના બાકી છે. જેમની તપાસ જામનગર પોલીસ કરી રહી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular