Wednesday, April 29, 2026
HomeGujaratSurendranagarપોલીસ અને ભૂસ્તર વિભાગનું સંયુક્ત ઓપરેશન, સુરેન્દ્રનગરમાં 270 કરોડની ખનીજ ચોરીનો પર્દાફાશ

પોલીસ અને ભૂસ્તર વિભાગનું સંયુક્ત ઓપરેશન, સુરેન્દ્રનગરમાં 270 કરોડની ખનીજ ચોરીનો પર્દાફાશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરેન્દ્રનગર: Surendranagar News: ગુજરાત રાજયમાં ગેરકાયદે ખનન શ્રમિકોના મોતનું કારણ બની રહ્યું છે. ગેરકાયદે ચાલતી ખાણોમાં ભેખડ ધસી પડતાં અનેક મજૂરો મોતને ભેટ્યા છે. ભૂસ્તર વિભાગની પણ આ બાબતમાં ઘોર બેદરકારી સામે આવી છે. હાલના સમયમાં જ સુરેન્દ્રનગરમાં (Surendranagar) થાન પાસે આવેલી ખાણમાં (Mining) ભેખડ ધસી પડતાં ત્રણ શ્રમિકો દટાઈ ગયા હતા. તંત્ર તથા સરકાર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા ત્યારે મોડે મોડે જાગેલા ભૂસ્તર વિભાગ અને પોલીસના સંયુક્ત ઓપરેશન થકી 270 કરોડ જેટલી રકમનો દંડ ખનીજચોરોને ફટકારવાના સામાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, સુરેન્દ્રનગર જીલ્લાનો સૌથી મોટો ખનીજ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રગર જીલ્લાના સુદામડામાં ગેરકાયદે કાળા પથ્થરનું ખોદકામ પકડી પાડવામાં આવ્યું છે. ભૂસ્તર વિભાગ અને પોલીસ દ્વારા સુદામડામાં સર્વે નંબર-14માં રેડ પાડવામાં આવી હતી. ભૂસ્તર વિભાગની રેડમાં 5.44. 540. 95 મેટ્રિક ટન કાળા પથ્થરનું ખોદકામ થયાનો ખુલાસો થયો છે. ગેરકાયદે થયેલ આટલા મોટા ખોદકામ બદલ 270 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગેરકાયએ ખાનન અને એક્સપ્લોઝિવ બ્લાસ્ટિંગ બાબતે ચાર આરોપીઓ સામે અલગ ફરિયાદ નોંધવામાં આવી છે. 35 પેટી જીલેટિક સ્ટિક, બે બંડલ ડીટોનેટર, 17 ડમ્પર, 7 હિટાચી મશીન જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

- Advertisement -

ગોધરામાં પણ ખનીજ ચોરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા મોડી રાત્રે ખનીજ ચોરો સામે કાર્યવાહી કરી શહેરાના અણીયાદ ચોકડી પાસેથી ગ્રેનાઈટના પથ્થરો ભરેલા ઓવરલોડ 8 જેટલા ટ્રેલરો અને ગોઠડા પાસેથી કપચી ભરેલા ડમ્પરો સાથે 4 કરોડ રૂપિયાના મુદ્દામાલને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમા 11 જેટલા ખનીજ ચોરીના કેસ કરવામાં આવ્યા હતા. શહેરા તાલુકામાંથી જ 7 જેટલા ઓવરલોડ ગ્રેનાઈટ ભરેલા ટ્રેલરો પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ખનન અધિકારીએ જણાવ્યુ હતું કે, ગેરકાયદે થતી ખનીજચોરી બાબતની ફરિયાદને લઈ દરોડા પાડવામાં આવ્યા હતા. ગેરકાયદે ખનીજ ચોરી કરી રહેલા તમામ આરોપીઓ સુરેન્દ્રનગરના છે. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular